ફીચર અપડેટ:ભ્રમિત કરતા અને ભડકાઉ ટ્વિટર કન્ટેન્ટ પર હવે ઓરેન્જ અને રેડ વૉર્નિંગ લેબલ મળશે, યુઝર્સ સાચી માહિતીની ઓળખ કરી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુઝરને સાચી માહિતી મળે તે માટે કંપનીએ લેબલિંગ ફીચર અપડેટ કર્યું

લોકોને ભડકાવે તેવાં અને ભ્રમિત કરે તેવાં કન્ટેન્ટ માટે અગાઉ ટ્વિટર ઘણી વખત વિવાદોમાં ફસાયું છે. લોકો સુધી ખોટી માહિતી ન પહોંચે તે માટે ટ્વિટરે વૉર્નિંગ લેવલ શરૂ કર્યું હતું. હવે ટ્વિટર એક સ્ટેપ આગળ થઈ વૉર્નિંગ લેબલમાં અપડેટ રિલીઝ કરી છે.

ટ્વિટરના એવાં કન્ટેન્ટ જે યુઝરને ખોટી અને નફરત ફેલાવતી માહિતી આપશે તેના પર વૉર્નિંગ લેબલ હશે. અર્થાત એવી નિશાની હશે જેનાથી યુઝરને ખબર પડશે કે આ કન્ટેન્ટ પર આંખ બંધ કરી ભરોસો કરાય તેમ નથી. કંપનીએ ઓરેન્જ અને રેડ કલરનાં લેબલ લોન્ચ કર્યાં છે.

સાચા કન્ટેન્ટ પીરસવામાં મદદ

ટ્વિટર પર 2020ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખોટી માહિતી ફેલાવાનો આરોપ લાગ્યો હતો. તે સમયે ટ્વિટરે ઢગલો ફેક અકાઉન્ટ પણ બંધ કર્યા હતા. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ લેબલ માર્કિંગની મદદથી યુઝરને સાચી માહિતી શોધવામાં સરળતા રહેશે. લેબલિંગથી ખોટા અને ભડકાઉ કન્ટેન્ટ ડિલીટ થશે.

કોરોનાના સાચા આંકડા જાણી શકાશે
ટ્વિટર 3 પ્રકારના કન્ટેન્ટ પર વૉર્નિંગ લેબલ લાગુ કરશે. તેમાં ટેમ્પકર કરેલાં કન્ટેન્ટ, વિવાદિત દાવા અને વેરિફાય કર્યા વગરના દાવાઓ સામેલ છે. આ સાથે જ કોરોનાના ખોટા આંકડા અને કોરોના સંબંધિત ભ્રમિત કરતા કન્ટેન્ટ પર પણ લેબલિંગ થશે.