તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂત આંદોલનથી જોડાયેલા ટ્વિટર અકાઉન્ટ્સ બંધ કરવા પર સરકારે ટ્વિટરને નોટિસ ફટકારી છે. તેવામાં વિવાદના ઉકેલ માટે ટ્વિટર IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદના દ્વારે પહોંચ્યું છે. સરકારે નોટિસ ફટકારતાં કહ્યું છે કે, ટ્વિટર આદેશનું પાલન કરવા માટે બંધાયેલું છે. તેમાં કાયદાકીય દંડનું પ્રાવધાન પણ છે.
ટ્વિટરે ખાલિસ્તાની અને પાકિસ્તાનના સમર્થનવાળા ભારત વિરુદ્ધ બનાવેલા 1178 અકાઉન્ટ્સ બંધ કર્યા હતા. જોકે, ભારત સરકારની નોટિસ બાદ અસ્થાયી તરીકે બંધ કરેલા 257 અકાઉન્ટ્સ ફરી શરૂ કર્યા હતા.
પાકિસ્તાન અને ખાલિસ્તાનથી જોડાયેલા 1178 અકાઉન્ટ્સ
સરકારે ટ્વિટરને નોટિસ જાહેર કરી ખાલિસ્તાન અને પાકિસ્તાનથી જોડાયેલા 1178 અકાઉન્ટ્સ બંધ કરવા માટે કહ્યું હતું. આ અકાઉન્ટ્સ પર ખેડૂત આંદોલન અને ભારત વિરુદ્ધ ષડયંત્ર કરવાનો આરોપ છે. પ્રવક્તાએ કહ્યું કે, ટ્વિટર પર અમારા કર્મચારીઓની સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ભારત સરકાર સાથે સમ્માનની સ્થિતિથી જોડાયેલા છીએ અને ઔપચારિક વાતચીત માટે મંત્રી પાસે પહોંચ્યા છીએ.
પોતાના વલણ પર કાયમ રહેશે ટ્વિટર
પ્રવક્તાએ સંકેત આપ્યા છે કે ટ્વિટર પોતાનું વલણ યથાવત રાખશે. તે સરકારની માગ પ્રમાણે કામ નહિ કરે. પ્રવક્તાએ કહ્યું કે અમારું માનવું છે કે સ્વતંત્ર રૂપથી સૂચનાઓનું આદાન પ્રદાન વિશ્વમાં સકારાત્ક અસર કરે છે. ટ્વીટ સતત ચાલું રહેવા જોઈએ.
ઘણા પ્રભાવશાળી લોકોએ આંદોલન સંબંધિત ટ્વીટ કર્યા હતા
સચિન તેંદુલકર, લત્તા મંગેશ્કર અને વિરાટ કોહલી સહિતની વ્યક્તિઓએ ખેડૂત આંદોલન સંબંધિત ટ્વીટ કર્યા હતા. ઈન્ટરનેશનલ પોપ સિંગર, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટ થનબર્ગને ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.