ટ્વિટરનું સુરક્ષા કવચ તૂટી ગયું:એક ભૂલને કારણે સરકારે સાથ છોડ્યો, હવે થર્ડ પાર્ટી કન્ટેન્ટ પર IPC હેઠળ કાર્યવાહી થશે, જાણો આગળ શું થશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર માટે ભારતમા ઓલ ઈઝ વેલ નથી. ખેડૂત આંદોલનથી લઈને સરકાર સાથે તકરારનો સામનો કરનારા ટ્વિટરે હવે થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે લીગલ શિલ્ડ ખોઈ નાખી છે. અર્થાત સરકાર તરફથી તેને કન્ટેન્ટ માટે હવે કોઈ સુરક્ષા નહિ મળે. સરળ શબ્દોમાં કહીએ તો ટ્વિટર ઉપર IPCની ધારાઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ સ્થિતિ માટે ટ્વિટર પોતે જ જવાબદાર છે.

25મેથી ભારતમાં નવા IT નિયમ લાગુ થયા છે. તેને દરેક ડિજિટલ કંપનીએ માનવા પડે છે. નવા નિયમો હેઠળ IT કંપનીઓ ભારતમાં કેટલાક અધિકારી ભારતમાં નિયુક્ત કરવા પડશે, પરંતુ ટ્વિટરે ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કર્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેના માટે કંપનીને વધારાનો સમય અને ઘણા રિમાઈન્ડર પણ આપવામાં આવ્યા.

શું કહે છે નવા IT નિયમ?

 • MEITY (મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી)એ 25 ફેબ્રુઆરી, 2021એ નવા IT નિયમ જાહેર કર્યા છે, તેને 25મેથી લાગુ કરવામાં આવ્યા છે. નવા IT નિયમોમાં ટ્વિટર વ્હોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ઈન્સ્ટાગ્રામ જેવી IT કંપનીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જો આ કંપનીઓ સરકારની ગાઈડલાઈન ન માને તો સરકાર તરફથી ઈન્ટરમીડિયરીઝ પૂરી થશે.
 • જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 50 લાખથી વધારે યુઝર્સ છે, તેમને મુખ્ય ફરિયાદ અધિકારી, એક નોડલ અધિકારી અને એક મુખ્ય અનુપાલન અધિકારી અપોઈન્ટ કરવા પડશે. આ તમામ લોકો ભારતમાં રહેનારા હોવા જોઈએ.
 • કંપનીઓએ ગ્રીવન્સ અધિકારીની તમામ ડિટેલ અને કોન્ટેક્ટ નંબરનું સ્પષ્ટીકરણ આપવું પડશે.
 • 24 કલાકની અંદર યુઝરની ફરિયાદ મળી હોવાની પુષ્ટિ કરવી પડશે. 15 દિવસની અંદર તેનું સમાધાન કરવું પડશે. જો કોઈ કન્ટેન્ટ પર આપત્તિ નોંધાય તો તેને 36 કલાકની અંદર દૂર કરવા પડશે. પોર્નોગ્રાફી અને ન્યુડિટીવાળા કન્ટેન્ટ 24 કલાકની અંદર દૂર કરવા પડશે.

હવે ટ્વિટર માટે મુશ્કેલી વધશે કે બધું ઠીક થઈ જશે?

 • ટ્વિટર માટે હવે આગળનો રસ્તો મુશ્કેલ બનશે. ગાઝિયાબાદમાં પોલીસે ટ્વિટર ઈન્ડિયા અને 2 કોંગ્રેસ નેતા સહિત 9 લોકો વિરુદ્ધ FIR કરી છે. FIR મામલાને સાંપ્રદાયિક રૂપ આપવા માટે કરી છે. ટ્વિટર પર આરોપ છે કે તેણે આ પ્રકારના વીડિયો પર કોઈ એક્શન લીધા નથી.
 • આ મામલે સુપ્રીમ કોર્ટ લોયર અને સાયબર લૉ એક્સપર્ટ વિરાગ ગુપ્તાએ કહ્યું છે કે, IT એક્ટ 79 હેઠળ ટ્વિટર જેવી કંપનીઓને ઈન્ટરમીડિયરીઝ હેઠળ કાયદાકીય સુવિધાઓ અને સુરક્ષા કવચ પ્રાપ્ત છે. તેના માટે 2011માં સરકારે જે નિયમ બનાવ્યા હતા અને હવે 2021માં નવા સંશોધન લાગુ કરવામાં આવ્યા છે.
 • સરકારનું કહેવું છે કે, ટ્વિટર આ નિયમોનું પાલન નથી કરી રહ્યું. હવે સેક્શન 79 હેઠળ મળતી સુરક્ષા તેને નહિ મળે. તેના પર કન્ટેન્ટ માટે સિવિલ અને ક્રિમિનલ લાયબિલિટીઝ બને છે. અર્થાત કન્ટેન્ટ પર જે આપત્તિ આવે છે તેનું જવાબદાર ટ્વિટર જ ગણાશે.

આ 3 વાત સમજવાની જરૂર...

 • ટ્વિટરનું કહેવું છે કે તેણે નિયમોનું પાલન કર્યું છે અને એક ફરિયાદ અધિકારી નિયુક્ત કર્યો છે. હજુ તેની માહિતી IT મંત્રાલય સાથે શેર કરવામાં આવી નથી. ટૂંક સમયમાં તેને શેર કરવામાં આવશે.
 • નવા નિયમ હેઠળ 3 પ્રકારના અધિકારીની નિયુક્તિ જરૂરી છે, તેમાં મુખ્ય ફરિયાદ અધિકારી, એક નોડલ અધિકારી અને એક મુખ્ય અનુપાલન અધિકારી સામેલ છે. ટ્વિટરે ફરિયાદ અધિકારીની નિયુક્તિ કરી છે, પરંતુ અન્ય 2 અધિકારી અપોઈન્ટ કર્યા નથી. અન્ય પ્લેટફોર્મ્સે આ અધિકારીની નિયુક્તિ કરી છે કે નહિ તે માહિતી આપી નથી.
 • આ ભારતમાં નવી કાયદાકીય ક્રાંતિની શરૂઆત છે. ભારતમાં જે ડિજિટલ કંપનીઓએ રોકાણ કર્યું છે હવે ભારતના નવા કાયદા હેઠળ તેમણે કામ કરવું પડશે. સરકારે પહેલાં ઘણી ચાઈનીઝ એપ્સ બંધ કરી છે. હવે ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી સરકારે શરૂ કરી છે. આ બંને વાતથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ કંપનીઓ વિશ્વના સૌથી મોટા માર્કેટમાં પોતાની મનમાની કરી શકતી નથી.

ટ્વિટર પર ફરિયાદ કરવાની પ્રોસેસ
જો તમને ટ્વિટરની કોઈ પોસ્ટ કે કન્ટેન્ટ અંગે આપત્તિ હોય અથવા તમે તે પોસ્ટ ડિલીટ થાય તેવું ઈચ્છો છો તો આ રીતે ફરિયાદ કરો...

તમે legalrequests.twitter.com/forms/landing_disclaimer પર જઈને તમારું નામ અને ઈમેલ એડ્રેસ સબમિટ કરો. અહીં તમારી ફરિયાદ રજિસ્ટર કરાવો. અથવા grievance-officer-in@twitter.com પર મેલ કરો. આ સિવાય તમે પોસ્ટ કરીને પણ ગ્રીવન્સ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી શકો છો. તેનું એડ્રેસ આ પ્રમાણે છે:

ધર્મેન્દ્ર ચતુર 4th ફ્લોર, ધ એસ્ટેટ 121, ડિફેન્સ રોડ બેંગલોર-560 042 કર્ણાટક, ભારત

ટ્વિટરની મુશ્કેલીઓથી કૂને ફાયદો
ભારતમાં જ્યારે ખેડૂત આંદોલનની શરૂઆત થઈ ત્યારે ટ્વિટર સતત સરકારના નિશાના પર રહ્યું. સરકારના દબાણને કારણે તેણે કેટલીક પોસ્ટ હટાવી પડી હતી. સરકારથી થયેલી રસાકસીનો ફાયદો દેશી ટ્વિટર કહેવાતી કૂ એપને મળી રહ્યો છે. દેશના મોટા રાજનેતા અને બોલિવુડ સ્ટાર્સના કૂ એપ પર અકાઉન્ટ છે. કૂ એપ પર 50 લાખથી વધાર એક્ટિવ યુઝર્સ છે. તેવામાં સરકાર નવા IT નિયમોને લીધે ટ્વિટરને આડે હાથ લીધું છે. તેવામાં તેનો ફાયદો કૂને મળી રહ્યો છે.

અન્ય સોશિયલ મીડિયાની શું સ્થિતિ છે?
સરકારનું કહેવું છે કે ટ્વિટરે ફરિયાદ અધિકારી તો નિયુક્ત કર્યો પરંતુ અન્ય 2 અધિકારીની નિમણૂક કરી નથી. તેથી થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે લીગલ શિલ્ડ દૂર કરવામાં આવી છે. જોકે ફેસબુક, વ્હોટ્સએપ, ગૂગલ, યુટ્યુબ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પણ અન્ય 2 અધિકારીની માહિતી આપી નથી. www.grievanceofficer.com/grievance-officers પર માત્ર ગ્રીવન્સ ઓફિસરની માહિતી મળે છે.

અન્ય સમાચારો પણ છે...