• Gujarati News
  • Utility
  • Gadgets
  • Twitter Has Introduced A New Feature, Allowing You To Share Tweets Directly To Snapchat And Instagram Stories

ટેક અપડેટ:ટ્વિટર નવું ફીચર લાવ્યું, ટ્વીટ્સ સીધા Snapchat અને Instagram સ્ટોરીઝ પર શેર કરી શકશો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે એક નવુ ફીચર રજૂ કર્યું છે, જેમાં ટ્વીટ્સ સીધા સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરી શકાય છે. આ સુવિધા હવે એન્ડ્રોઇડ અને એપલ iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. માઇક્રોબ્લોગિંગ સાઇટે ટ્વીટ કર્યું હતું કે, ‘ટ્વિટરે એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર LinkedIn sharing પણ ઉમેર્યું છે.’

સોશિયલ મીડિયા જાયન્ટે જાહેરાત કરી હતી કે, તે ‘Edit tweet’ બટનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે તેના કેટલાક દિવસો પછી આ વાત સામે આવી છે. આ સુવિધા આ મહિનાના અંતમાં પ્રીમિયમ ટ્વિટર સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ થશે. ટ્વિટરે કહ્યું હતું કે, તે આ ફીચરનું હજુ ઈન્ટર્નલ ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરના રોલઆઉટ સાથે યુઝર્સને હવે તેમના ટ્વીટ્સમાં ફેરફાર કરવા માટે 30 મિનિટનો સમય મળશે જેમ કે, ટાઇપિંગ મિસ્ટેક સુધારવા અથવા ટ્વીટ પબ્લિશ કર્યા પછી હેશટેગ ઉમેરવા વગેરે.

ટ્વીટને સુધારવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરવા માટે, તેના પર લેબલ લગાવવામાં આવશે અને આઇકોન અને ટાઇમસ્ટેમ્પ સાથે દેખાશે. યુઝર્સ લેબલ પર ટેપ કરીને તેમના ફેરફાર કર્યા પહેલાના ટ્વીટ પણ જોઈ શકે છે. માઇક્રોબ્લોગિંગ સાઇટે જણાવ્યું હતું કે, આ ફીચરનું ટેસ્ટિંગ યુઝર્સના એક નાનકડા ગૃપ સાથે કરવામાં આવી રહ્યું છે, જેથી તે સંભવિત સમસ્યાઓને ઓળખી શકે અને તેનું નિરાકરણ લાવી શકે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘લોકો આ સુવિધાનો દુરુપયોગ કરી શકે છે.’

ટ્વિટરે સંકેત આપ્યો હતો કે, Edit ફીચર આખરે તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. પ્રવક્તા સ્ટેફની કોર્ટેઝે જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ કંપનીને એ સમજવામાં મદદ કરે છે કે, તે લોકોની ટ્વિટરનો ઉપયોગ કરવાની રીતને કેવી રીતે અસર કરે છે? તેમજ યોજના બનાવે છે અને અપેક્ષા રાખે છે કે, જો આપણે તેને દરેકની પાસે લાવીએ તો શું થઈ શકે? ઘણા ટ્વિટર યુઝર્સ જેમ કે, કિમ કાર્દશિયન, આઇસ ટી, કેટી પેરી અને મેકડોનાલ્ડ્સ કોર્પોરેટ એકાઉન્ટનો સમાવેશ થાય છે - લાંબા સમયથી Edit બટન માટે વિનંતી કરી રહ્યા છે. ટેસ્લાના CEO ઈલોન મસ્કે તેમના ફોલોઅર્સને Edit બટન જોઈએ છે કે કેમ? તે અંગે તેમના ફોલોઅર્સને પોલ કર્યાના એક દિવસ બાદ કંપનીએ એપ્રિલમાં કહ્યું હતું કે, તે ગયા વર્ષથી આ ફીચર પર કામ કરી રહી છે. 4.4 મિલિયન લોકોમાંથી લગભગ 3/4 લોકોએ હા પાડી હતી.