ભાસ્કર એક્સપ્લેનર:રાતોરાત ટ્વિટર પર તમારા ફોલોઅર્સ ઓછા થઈ ગયા હોવા છતાં તમે ફાયદામાં રહેશો, જાણો શા માટે ટ્વિટરે કડકાઈ દર્શાવી

નરેન્દ્ર ઝિજોતિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેક કન્ટેન્ટનો ફેલાવો રોકવા માટે ટ્વિટરે ઇનએક્ટિવ અકાઉન્ટ ડિલિટ કર્યાં
  • ઢગલો ઇનએક્ટિવ અકાઉન્ટ્સ ડિલિટ થવાથી ફોલોઅર્સની સંખ્યા ઘટી ગઈ

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર ફરી એકવાર લાઈમ લાઈટમાં છે. ગુરુવારે અચાનક ટ્વિટર યુઝર્સના ફોલોઅર્સ ઘટવા લાગ્યા. ટ્વિટર પર જ ટ્વિટર વિરુદ્ધ મીમ્સની આડમાં ફરિયાદોનું માર્કેટ ધમધમવા લાગ્યું. યુઝર્સે આ બધા માટે નવનિયુક્ત CEO પરાગ અગ્રવાલ પર પ્રહાર કર્યા. વિપક્ષના નેતા અને સમર્થકોએ પરાગ અને ભાજપ વચ્ચે મિલીભગતના આરોપો લગાવી દીધા.

આખરે શા માટે ટ્વિટર પર અચાનક ફોલોઅર્સ ગાયબ થઈ ગયા? શું ટ્વિટર જાણીજોઈ આ કામ કરી રહ્યું છે? ફોલોઅર્સ માટે ટ્વિટરની શી પોલિસી છે? આ તમામ સવાલોના જવાબ જાણીએ....

ટ્વિટર પર ફોલોઈંગના નિયમ
ટ્વિટર પર અકાઉન્ટ ફોલો કરવા માટે કેટલાક નિયમ પણ છે. ફેક અકાઉન્ટ કન્ટ્રોલ કરવા માટે આ નિયમો લાગુ છે....

  • ટ્વિટર પર એક યુઝર દરરોજ 400 અકાઉન્ટ ફોલો કરી શકે છે. વેરિફાઈડ અકાઉન્ટ હોલ્ડર દિવસમાં 1000 અકાઉન્ટ ફોલો કરી શકે છે.
  • દરેક યુઝર 5000 અકાઉન્ટ ફોલો કરી શકે છે. ત્યાર બાદ તમારા ફોલોઅર્સ વધશે તો જ તમે બીજા અકાઉન્ટ ફોલો કરી શકશો.
  • જોકે આ લિમિટ દરેક યુઝર્સ માટે અલગ અલગ હોય છે. યુનિક રેશિયોના આધારે એની ઓટોમેટિક ગણતરી થાય છે.

ટ્વિટરે શા માટે ફોલોઅર્સ ઘટાડી દીધા?
ટ્વિટર પર અચાનક શા માટે ફોલોઅર્સની સંખ્યા ઘટવા લાગી, આ વિશે ટેક એક્સપર્ટ અભિષેક તેલંગે જણાવ્યું હતું કે ફોલોઅર્સ ઘટી જવાથી યુઝર્સે ગભરાવાની જરૂર નથી. એનું કારણ એ છે કે કંપની બોટ્સ અર્થાત એક પ્રકારના ફેક અકાઉન્ટ દૂર કરે છે. એની સીધી અસર અન્ય યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા પર થાય છે. આવા ફેક અકાઉન્ટ ટ્વિટર પર ફેક ન્યૂઝ અથવા પ્રોપગેન્ડા ફેલાવે છે. કંપનીની ગાઈડલાઈનમાં આવા ફેક અકાઉન્ટ દૂર કરવાનું કામ હોય છે.

આવાં ફેક અકાઉન્ટ દૂર કરવાનું કામ માત્ર ટ્વિટર જ નહિ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ પણ કરે છે. નવા IT નિયમો લાગુ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવાં ફેક અકાઉન્ટ બેન કરવાં અનિવાર્ય બન્યું છે. ફેક કન્ટેન્ટને વેગ આપતાં 20 લાખથી વધારે અકાઉન્ટ વ્હોટ્સએપ બૅન કરી ચૂકી છે.

કંપની તમારું અકાઉન્ટ ફેક છે કે નહિ એ જાણવા માટે સિક્યોરિટી ફીચર અપડેટ કરે છે. મોબાઈલ નંબર વેરિફિકેશન અને ટૂ- સ્ટેપ ઓથેન્ટિફિકેશન સહિતના સિક્યોરિટી ફીચર ઓન છે કે કેમ, આ બધી બાબતો જાણ્યા બાદ કંપની અકાઉન્ટ ફેક છે કે અસલ એ નિર્ણય લે છે.

ફેક અકાઉન્ટ ડિએક્ટિવ કરવાથી ટ્વિટરને ફાયદો
ભારતમાં ટ્વિટરના 2.45 કરોડ યુઝર્સ છે. એમાં ઘણાં ફેક અકાઉન્ટ્સ પણ છે. દરેક યુઝર્સ પર કંપની ચાંપતી નજર રાખી શકતી નથી. તેથી સેફ્ટી ફિલ્ટર્સની મદદથી આવાં ફેક અકાઉન્ટની ઓળખ કરી લે છે. આમ કરવાથી ફેક કન્ટેન્ટ ફેલાવતાં અકાઉન્ટ દૂર થાય છે, સાથે જ કંપનીના સર્વરનો ભાર ઓછો થાય છે. આ સાથે જ ફેક કન્ટેન્ટ અંગે કંપનીની ઈમેજ સારી બને છે.

ફોલોઅર્સ ઘટી જવાથી તમને નુક્સાન કે ફાયદો?
ફોલોઅર્સ ઘટી જવાથી તમામ યુઝર્સને ફાયદો થશે. એક ઉદાહરણથી સમજીએ તો માની લો કે ટ્વિટર પર તમારા 1000 ફોલોઅર્સ છે, તેમાંથી 300 ઈનએક્ટિવ અકાઉન્ટ છે, તેમાંથી કેટલાક 5 વર્ષ પહેલાં એક્ટિવ થયા હતા અને છેલ્લાં 4 વર્ષથી એ એક્ટિવ નથી અર્થાત આવાં અકાઉન્ટ માત્ર નામના ફોલોઅર્સ છે. તમે તમારા અકાઉન્ટ પર કન્ટેન્ટ શેર કરો છો તો તમને આવા ઈનએક્ટિવ 300 અકાઉન્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા મળતી નથી, તેથી તમારું કન્ટેન્ટ મેક્સિમમ લોકો સુધી પહોંચી શકતું નથી.

માની લો કે તમારા 700 ફોલોઅર્સ છે. આ તમામ એક્ટિવ છે. તમે કોઈ કન્ટેન્ટ શેર કરશો તો તેના પર 700 લોકોના રિએક્શન મળશે અર્થાત તમારી પોસ્ટ પર 100% રિએક્શન મળશે. જ્યારે 1000 ફોલોઅર્સ ધરાવતા યુઝરને માત્ર 70% રિએક્શન મળશે. જે પોસ્ટ પર મેક્સિમમ રિએક્શન મળશે તેને સપોર્ટ પણ મળશે, તેથી ફોલોઅર્સની સંખ્યા ઘટી જવાથી યુઝર્સે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.