ટ્વિટરની પેઈડ સર્વિસ:'ટ્વિટર બ્લૂ' સબસ્ક્રિપ્શનમાં યુઝર્સને એક્સક્લુઝિવ ફીચર્સ મળશે, દર મહિને 200 રૂપિયા આપવા પડશે

8 મહિનો પહેલા
  • પેઈડ સર્વિસના એક્સક્લુઝિવ ફીચર્સમાં અનડુ ટ્વીટ સામેલ હોઈ શકે છે
  • યુઝર્સને ટ્વીટ સેવ અને ઓર્ગેનાઈઝ કરવાની પણ સુવિધા મળશે

ટ્વિટર તેની નવી પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. આ સર્વિસનું નામ 'ટ્વિટર બ્લૂ' છે. આ સર્વિસ માટે યુઝરે દર મહિને $2.99 (આશરે 220 રૂપિયા) આપવા પડશે. ભારતમાં આ સર્વિસ દર મહિને 200 રૂપિયામાં લોન્ચ થઈ શકે છે.

આ પેઈડ સર્વિસમાં ટ્વિટર યુઝર્સને એક્સક્લુઝિવ ફીચર્સ આપશે. તેમાં અનડુ ટ્વીટ સામેલ હોઈ શકે છે. તેમાં યુઝર ટ્વીટ કોમ્પોઝ્ડ થાય તેનાં 5થી 30 સેકન્ડમાં ટ્વીટ ડિલીટ કરી શકશે. આ ફીચરના ઉપયોગ માટે યુઝરને ઓપ્શન્સ પણ મળશે. તેમાં ઓરિજિનલ ટ્વીટ, રિપ્લાય અને ક્વૉટ માટે યુઝર્સ અનડુ ટ્વીટ ફીચર સિલેક્ટ કરી શકશે.

વિવિધ સોશિયલ મીડિયા એપ્સના હિડન ફીચર્સ એક્સ્પોલર કરતી જેન વૉન્ગે ટ્વીટ કરીને ટ્વિટરની પેઈડ સર્વિસની માહિતી આપી છે.

ટ્વિટર બ્લૂ સબસ્ક્રાઈબર્સને કલેક્શન ફીચર્સ પણ મળશે. આ ફીચરની મદદથી યુઝર તેમના ટ્વીટ સેવ કરી શકશે અને તેને ઓર્ગેનાઈઝ કરી શકશે.

ટ્વિટરે તાજેતરમાં જ પેમેન્ટ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું
કંપનીએ આ ફીચરનું નામ 'Tip Jar' રાખ્યું છે. આ ફીચરનું હાલ કંપની અન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પર ટેસ્ટિંગ કરી રહી છે.

કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરશો

આ ફીચર તમારી ટ્વિટર પ્રોફાઈલ પર જ જોવા મળશે. યુઝરનેમની જમણી બાજુ ડોલર બિલ આઈકોન પર ટેપ કરવાથી આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. તેમાં બેન્ડકેમ્પ, કેશ એપ, પેટ્રૉન, પે પલ અને વેનમો સહિતના ઓપ્શન મળે છે. જોકે હાલ આ ફીચર ક્રિએટર્સ, જર્નાલિસ્ટ અને નોન પ્રોફિટ્સ ગ્રુપ્સ માટે એક્ટિવેટ થયું છે. આ પેમેન્ટ ફીચર માટે કંપની કોઈ કમિશન નહિ લે.

આ રીતે ફીચર એક્ટિવેટ કરો

આ ફીચરનો લાભ લેવા માટે તમારે એડિટ પ્રોફાઈલમાં જવાનું રહશે. ત્યારબાદ નીચે ટિપ જાર ઓપ્શન પર ક્લિક કરી Allow Tips પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી અકાઉન્ટ લિંક કરવાથી ફીચર એક્ટિવેટ થઈ જશે.