• Gujarati News
  • Utility
  • Gadgets
  • Truecaller Launches Kovid Hospital Directory, Users Will Be Able To Know The Number And Address Of Kovid Hospital

ન્યૂ ફીચર:Truecallerએ કોવિડ હોસ્પિટલ ડિરેક્ટરી લોન્ચ કરી, યુઝર્સ કોવિડ હોસ્પિટલના નંબર અને એડ્રેસ જાણી શકશે

7 મહિનો પહેલા
  • આ ફીચર એપમાં ટોપ પર જમણી બાજુએ જોવા મળશે
  • હાલ આ ફીચરનો લાભ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સને જ મળશે

કોરોના વાઈરસની બીજી લહેરે દેશમાં મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ ઉત્પન્ન કરી છે. તેને ધ્યાનમાં રાખીને Truecallerએ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. તેમાં કોવિડ હોસ્પિટલની ડિરેક્ટરી જાણી શકાશે. આ ડિરેક્ટરીમાં કોવિડ હોસ્પિટલના નંબર્સ અને એડ્રેસ મળી રહેશે. કંપનીએ ટ્વીટ કરી આ નવાં ફીચર વિશે માહિતી આપી છે.

સરકારી ડેટાબેઝની માહિતી
Truecallerનાં આ નવાં ફીચર્સમાં સરકારી ડેટાબેઝમાં રહેલી માહિતી છે. આ ડિરેક્ટરી એપમાં ટોપ લેફ્ટ કોર્નરમાં જોવા મળશે. તેના પર ટેપ કરવાથી તમારાં લોકેશન પ્રમાણે હોસ્પિટલનું લિસ્ટ જોવા મળશે. યુઝર મેન્યુ અથવા ડાયલરમાંથી પણ તેનો એક્સેસ મેળવી શકશે.

કંપનીએ જણાવ્યું કે યુઝર્સને ચોક્કસ માહિતી મળતી રહી તે માટે એપમાં ડેટાબેઝ અપડેટ કરવામાં આવશે. આખા દેશની અનેક હોસ્પિટલ્સને આ ડિરેક્ટરીમાં આવરી લેવામાં આવી છે. જોકે આ ફીચર હાલ એન્ડ્રોઈડ યુઝર્સને જ મળશે. iOS યુઝર્સે તેના માટે થોડી રાહ જોવી પડશે.

ટ્વિટરે પણ એડવાન્સ સર્ચ ફીચર લોન્ચ કર્યું
કોરોનાવાઈરસ સામે લડત આપવા માટે હાલ ટેક્નોલોજી ઘણી કામમાં આવી રહી છે. એપલ, ગૂગલ સહિતની ટેક ફર્મે પણ આ પ્રકારના કોવિડ ઓરિઅન્ટેડ ફીચર્સ લોન્ચ કર્યાં છે. તાજેતરમાં જ ટ્વિટરે પણ એડવાન્સ સર્ચ ફીચર લોન્ચ કર્યું છે. તેની મદદથી યુઝર હેશટેગ અને લોકેશનની મદદથી ઓક્સીજન, બેડ અને પ્લાઝ્મા સહિતના મેડિકલ રિસોર્સ સરળતાથી શોધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...