ન્યૂ એપ ફોર સેફ્ટી:Truecallerએ ગાર્ડિયન્સ એપ લોન્ચ કરી, ઈમર્જન્સીમાં લોકેશન અને બેટરી ડિટેલ પહોંચાડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈમર્જન્સીમાં એપ લોકલ ઓથોરિટીને અલર્ટ પણ મળશે
  • એપને ખાસ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવી

Truecallerએ તેની નવી Guardians (ગાર્ડિયન્સ) એપ લોન્ચ કરી છે. આ એપને કોલર આઈડી પ્લેટફોર્મે ડેવલપ કરી છે. તેનો ઉપયોગ ઈમર્જન્સીના સમયે યુઝર્સ પોતાનાં લોકેશન સેન્ડ કરવા માટે કરી શકે છે. મુશ્કેલીના સમયે આ એપ ઘણી કારગર સાબિત થશે. એપને ખાસ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવી છે.

સ્વીડન અને ભારતની ટીમે તૈયાર કરી
ટ્રુકોલરના જણાવ્યા પ્રમાણે, આ એપને સ્વીડન અને ભારતની ટીમે મળી 15 મહિનામાં ડેવલપ કરી છે. કંપનીએ તેને વુમન્સ ડેના અવસર પહેલાં જ લોન્ચ કરી છે. કંપનીના કો ફાઉન્ડર અને CEO એલન મમેદીએ જણાવ્યું કે પર્સનલ સેફ્ટી અને લોકેશન શેરિંગની ઘણી એપ્સ અવેલેબલ છે, પરંતુ ગાર્ડિયન્સ આ તમામ એપ કરતાં એકદમ અલગ તરાઈ આવે છે.

ઈમર્જન્સી બટનથી ગાર્ડિયન્સને નોટિફેશન્સ મળશે
કંપનીએ કહ્યું કે, ભલે યુઝર લોકેશન શેર કરી રહ્યા હોય, પરંતુ તે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનની ઓછી બેટરીનો ઉપયોગ કરે છે. તેમાં ઈમર્જન્સી બટન પણ મળે છે. ટેપ કરતાં જ ગાર્ડિયન્સને નોટિફિકેશન્સ મળે છે.

ગાર્ડિયન્સ એપનાં ફીચર્સ

  • ગાર્ડિયન્સ એપ પર ઓલવેઝ શેર લોકેશન ઓપ્શન ઓન રાખી શકાશે. તેમાં રેન્ડમ ઓપ્શન સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. ઈમર્જન્સીમાં લોકેશન શેરિંગ ઓપ્શન મળે છે.
  • તમારાં ફોનનું લોકેશન સાથે બેટરી અને નેટવર્ક સ્ટેટસ પણ તમારા સિલેક્ટેડ કોન્ટેક્સને મળે છે. ઈમર્જન્સીમાં લોકલ ઓથોરિટીને અલર્ટ પણ મળશે.
  • યુઝર ટ્રુકોલર આઈડીની મદદથી ગાર્ડિયન્સ એપમાં લોગ ઈન કરી શકે છે. મોબાઈલ નંબર વેરિફિકેશન્સથી પણ લોગ ઈન કરી શકાશે. કંપનીના નંબર પર મિસ્ડ કોલ આપી OTP મેળવી પણ લોગ ઈન કરી શકાય છે.
  • એપ લોકેશન અને કોન્ટેક્ટ્સની પરમિશન માગે છે. તેનું યુઝર ઈન્ટરફેસ સિમ્પલ છે. ગાર્ડિયન્સ લિસ્ટમાં તમે ઘણા લોકોને સિલેક્ટ કરી શકો છો. આ તમામ પાસે ઈમર્જન્સી ડિટેલ પહોંચી જશે.