ન્યૂ ફીચર:હવે truecallerમાં કોલરે તમને કયા કારણોસર ફોન કર્યો છે તે પણ જાણી શકાશે, જાણો એપનાં 3 નવાં ફીચર્સ વિશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • truecallerમાં કોલ રીઝન, શેડ્યુલ SMS અને SMS ટ્રાન્સલેશન એમ 3 નવાં ફીચર ઉમેરાયાં
  • આ તમામ ફીચર્સ પહેલાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી રહ્યા છે

જો તમને કોઈ અનનોન નંબરથી ફોન કયા કારણોસર આવ્યો છે તે ખબર પડી જાય તો તે કોલ રિસીવ કરવો સરળ બને છે. હવે કોલર આઈડીનું કામ કરનાર એપ truecaller આ પ્રકારનું ફીચર લઈને આવી છે. કંપની આ ફીચર પહેલાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગ્લોબલી રોલઆઉટ કરી રહી છે.

truecallerમાં 3 નવાં ફીચર્સ truecallerમાં કોલ રીઝન, શેડ્યુલ SMS અને SMS ટ્રાન્સલેશન ફીચર ઉમેરાયાં છે. આ ફીચર્સની વિગતવાર માહિતી જાણીએ...

1. કોલ રીઝન

આ ફીચરની મદદથી યુઝર્સ કોલ કરવાનું કારણ પહેલાંથી સેટ કરી શકે છે. તેથી કોલ રિસીવ કરનાર યુઝર કોલિંગનું કારણ જાણી શકે. અર્થાત કોલ પર્સનલ, બિઝનેસ અથવા અર્જન્ટ કારણોસર કરવામાં આવ્યો છે કે કેમ તે જાણી શકાય છે. આ ફીચરની મદદથી કોલ દરમિયાન એક નોટ મોકલી શકાય છે, જેમાં કોલ કરવાનું કારણ લખેલું હોય છે. તેવામાં જે લોકોને નવા નંબરથી કોલ આવી રહ્યો છે તેના માટે આ ફીચર મદદગાર રહેશે.

2. શેડ્યુલ SMS

આ ફીચરની મદદથી યુઝર્સ કોઈ ઈવેન્ટ, મીટિંગ અથવા અન્ય કારણોસર મેસેજ રિમાઈન્ડર શેડ્યુલ કરી શકે છે. તેના માટે યુઝરે મેસેજ મોકલવાનો ટાઈમ અને ડેટ સેટ કરવી પડશે. તેથી નક્કી કરેલા સમય પ્રમાણે આપમેળે મેસેજ સેન્ડ થઇ જશે.

3. SMS ટ્રાન્સલેશન

આ ફીચરની મદદથી તમે કોઈ અન્ય ભાષામાં મળેલા મેસેજને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો. આ ફીચર ગૂગલના ML Kitથી પાવર્ડ છે. તેથી તમામ મેસેજ ફોન પર જ લોકલી પ્રોસેસ અને ટ્રાન્સલેટ કરી શકાશે. આ ફીચર 59 ભાષાઓ સપોર્ટ કરે છે. તેમાં 8 ભારતીય ભાષાઓ છે. કોઈ અન્ય ભાષાના જાણકાર ન હોય તેવા લોકો માટે આ ફીચર મદદગાર સાબિત થશે.