તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Trouble For State Bank Of India? Chinese Hackers Target SBI Users Via Phishing, Free Gift Scams All You Need To Know

SBI યુઝર્સ સાવધાન:ચાઈનીઝ હેકર્સ KYC અપડેટ કરવાના બહાને તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે, વ્હોટ્સએપ પર 50 લાખ રૂપિયાની ફ્રી ગિફ્ટ્સની લાલચથી સાવધાન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થિન્ક ટેન્ક સાયબરપીસ ફાઉન્ડેશને હેકર્સ SBIના ગ્રાહકોને આ રીતે છેતરતાં હોવાનો ખુલાસો કર્યો
  • અનનોન સોર્સની કોઈ પણ લિંક ઓપન ન કરવા માટે એક્સપર્ટની સલાહ

જો તમે SBIના ગ્રાહક છો જો તમારે હવે અલર્ટ થવાની જરૂર છે. ચાઈનીઝ હેકર્સ હવે SBIના ગ્રાહકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. હેકર્સ ફિશિંગ સ્કેમ સાથે SBI ગ્રાહકોને KYC અપડેટ કરવાની લિંક મોકલી રહ્યા છે. સાથે જ વ્હોટ્સએપ પર 50 લાખની ગિફ્ટની લાલચ આપી રહ્યા છે. આ વાતનો ખુલાસો નવી દિલ્હી સ્થિત થિન્ક ટેન્ક સાયબરપીસ ફાઉન્ડેશને કર્યો છે.

ફાઉન્ડેશનની રિસર્ચ વિંગે ઓટોબોટ ઈન્ફોસેક પ્રાઈવેટ લિમિટેડ સાથે મળી SBIના નામે ફ્રોડ થયેલા 2 કેસનું એનાલિસિસ કર્યું. આ કેસમાં સ્માર્ટફોન યુઝર્સને KYC અપડેટની લિંક અને 50 લાખની ફ્રી ગિફ્ટની ઓફર કરવામાં આવી. તેમાં જે ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચીન સાથે જોડાયેલા છે.

પ્રથમ કેસ: KYC અપડેટનો મેસેજ મોકલ્યો

  • પ્રથમ કેસમાં ગ્રાહકને KYC વેરિફિકેશનની લિંક સાથે ટેક્સ્ટ મેસેજ કરવામાં આવ્યો. આ લિંક ઓપન કરી તો લેન્ડિંગ પેજ આબેહૂબ SBI જેવું જ લાગતું. તેમાં KYC ડિટેલ પૂરી કરવા માટે 'Continue to Login' બટન હતું. તે ઓફિશિયલ વેબસાઈટની જેમ ગ્રાહક પાસેથી બેંકિંગ લોગ ઈનમાટે યુઝર નેમ અને પાસવર્ડ જેવી કોન્ફિડેન્શિયલ ડિટેલ સાથે કેપ્ચા પણ માગે છે.
  • ત્યારબાદ યુઝરના મોબાઈલ પર OTP મોકલે છે, યુઝર જેવો આ OTP સબમિટ કરે છે તે અન્ય પેજ પર રીડાયરેક્ટ થાય છે. અહીં યુઝરને અકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર, બર્થ ડેટ સહિત પર્સનલ માહિતી સબમિટ કરવા માટે કહેવામાં આવે છે. આ તમામ ડેટા સબમિટ કર્યા બાદ એક વાર ફરી યુઝરને OTP મોકલવામાં આવે છે.
  • રિસર્ચરના જણાવ્યા પ્રમાણે, પેજને SBI જેમ દર્શાવવમાં આવ્યું છે, પરંતુ તે યુઝરને બેંકની ઓફિશિયલ વેબસાઈટ www.onlinesbi.comને બદલે કોઈ થર્ડ પાર્ટીના ડોમન પર હોસ્ટ કરી દે છે. તેનાથી યુઝરની તમામ પર્સનલ ડિટેલ ચોરી થઈ જાય છે. SBIનાં પેજની જેમ આ પેજ ડિઝાઈન કરવામાં આવ્યું હોય છે. નેટબેંકિંગનાં ફીચર્સ પણ એકજેવાં હોય છે.

બીજો કેસ: 50 લાખની ફ્રી ગિફ્ટ્સની ઓફર

  • બીજા કેસમાં SBIના ગ્રાહકોને તેમના વ્હોટ્સએપ પર ફ્રી ગિફ્ટનો મેસેજ મોકલવામાં આવ્યો. તેમાં મેસેજ સાથે એક લિંક પણ હતી. આ લિંક ઓપન કરતાં SBI તરફથી શુભેચ્છા મેસેજ જોવા મળે છે. ત્યારબાદ ગ્રાહકોને 50 લાખની ગિફ્ટ ક્લેમ કરવા એક સર્વેમાં ભાગ લેવા માટે કહેવામાં આવે છે. પેજની નીચેની તરફ એક કમેન્ટ બોક્સ જોવા મળે છે. તેમાં ફેસબુક યુઝર્સની કમેન્ટ્સ જોવા મળે છે.
  • રિસર્ચરે આ લિંકને એવા સ્માર્ટફોન પર ઓપન કરી જેમાં વ્હોટ્સએપ ઈન્સ્ટોલ નહોતું. રિસર્ચરે સોશિયલ મીડિયા પર આવતાં આવા મેસેજ ઓપન ન કરવાની સલાહ આપી. લિંકના URLથી માલુમ પડ્યું કે SBIના જ નહિ IDFC, PNB, ઈન્ડસઈન્ડ અને કોટક બેંકના ગ્રાહકોને પણ હેકર્સ ટાર્ગેટ કરી રહ્યા હતા.