ટેરિફ પ્લાનની વેલિડિટી વધશે!:TRAIએ સંબંધિત વિભાગો માટે જાહેર કર્યું કન્સલ્ટેશન પેપર, પ્લાનની વેલિડિટી 28 દિવસને બદલે 30 દિવસ કરવા માટે સલાહ માંગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેલિડિટી 28 દિવસને બદલે 30 દિવસની કરવા માટે TRAIને ગ્રાહકો તરફથી સજેશન મળ્યા
  • ટેરિફ પ્લાનની વેલિડિટી વધારવાની સાથે કંપની કિંમતો પણ વધારી શકે છે

ટેલિકોમ કંપનીના ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. હવે મોબાઈલના ટેરિફ પ્લાનની વેલિડિટી 28 દિવસને બદલે 30 દિવસની થઈ શકે છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ પ્લાન પર મળતી વેલિડિટીની મેક્સિમમ સમય સીમા સાથેના ચાર્જ સહિતના મામલે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે. આ મામલે સતત TRAIને ગ્રાહકો તરફથી સજેશન મળી રહ્યા હતા.

કન્સલ્ટેશન પેપર પર TRAIએ તમામ સંબંધિત વિભાગો અને લોકોની સલાહ માંગી છે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીઓ ટૂંક સમયમાં પોતાના ટેરિફ પ્લાનની વેલિડિટી 28થી 30 દિવસની કરી શકે છે. જોકે આમ કર્યા બાદ કંપની તેમના ટેરિફ પ્લાનની કિંમત વઘારી શકે છે.

આ કારણે TRAIએ કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું
TRAIએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ગ્રાહકોને સર્વિસ પ્રોવાઈડર તરફથી ટેરિફ પ્લાન પર 1 મહિનાને બદલે 28 દિવસની વેલિડિટી આપવા માટેના સજેશન મળતા હતા. ગ્રાહકોનો એક મોટો વર્ગ ટેરિફ પ્લાનની વેલિડિટીથી સંતુષ્ટ નથી. TRAIના જણાવ્યા પ્રમાણે, આ કન્સલ્ટેશન પેપરનો હેતુ ટેરિફ ઓફર વેલિડિટીની ઓળખ કરવાનો છે.

આ કારણે TRAIએ ટેરિફ ઓફરની વેલિડિટી પીરિયડ પર એક કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે. તેમાં તમામ સ્ટેકહોલ્ડર્સની સલાહ માંગવામાં આવી છે. 11 જૂન, 2021 સુધી આ પેપર પર લેખિતમાં કમેન્ટ આપવાની રહેશે. સંબંધિત વિભાગ ઈમેલનાં માધ્યમથી પણ કમેન્ટ આપી શકે છે.

પારદર્શિતા તરફ TRAIનું પગલું: એક્સપર્ટ
આ મામલે ટેલિકોમ મામલાના એક્સપર્ટ અને કોમફર્સ્ટના ડાયરેક્ટર, મહેશ ઉપ્પલે કહ્યું કે, જ્યાં સુધી પ્લાન સસ્તાં કે મોંઘાં કરવાનો સવાલ છે તો તેમાં કંપનીઓને સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે. TRAI તરફથી પ્લાનની કિંમત માટે કોઈ બાંધછોડ નથી. પ્લાન જ્યારે 28 દિવસનો હોય છે ત્યારે ગ્રાહકો કન્ફ્યુઝ થઈ જાય છે. તેવામાં ઘણી વખત ગ્રાહકોને અન્ય પ્લાનનો ફાયદો મળી શકતો નથી. એક પ્લાન કાર્યરત હોય તો પણ ગ્રાહક બીજા પ્લાનમાં પૈસા લગાવી દે છે. તેવામાં પ્લાનની પારદર્શિતા માટે TRAIએ આ પગલું ભર્યું છે. આ મામલે હજુ ઘણા સુધારા કરવાની જરૂરિયાત છે.

28 દિવસ અથવા તેના ગુણાકારમાં હોય છે વેલિડિટી
તમામ સર્વિસ પ્રોવાઈડર 28 દિવસ અથવા તેના ગુણાકારના દિવસો પ્રમાણે પ્લાનની વેલિડિટી રાખે છે. અર્થાત 28, 56 અને 84 દિવસના પ્લાન હોય છે. પોસ્ટપેઈડમાં બિલ 30 દિવસની સાયકલ પ્રમાણે હોય છે.

28 દિવસની વેલિડિટીથી કંપનીને 1 મહિનાનો ફાયદો
28, 56 કે 84 દિવસના પ્લાનમાં ટેલિકોમ કંપનીઓને એક મહિનાના ટેરિફ પ્લાનનો ફાયદો થાય છે. અર્થાત 1 વર્ષમાં ગ્રાહકોને 12 મહિના લેખે 12 વખતને બદલે 13 વખત મહિનાના પ્લાન કરાવવા પડે છે. આ રીતે તેનું ગણિત સમજો...

મહિનાના પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે

  • 1 વર્ષમાં 12 મહિના અને 356 દિવસ હોય છે
  • વેલિડિટી પ્રમાણે 365/ 28 દિવસ= 13 મહિના થયા
  • અર્થાત 1 વર્ષમાં 12 વખતને બદલે ગ્રાહકોએ 13 વાર રિચાર્જ કરાવવું પડે છે