અફોર્ડેબલ ક્રોમબુક:એમેઝોન પર 30 હજાર રૂપિયા કરતાં ઓછી કિંમતમાં લેપટોપ ખરીદવાની છેલ્લી તક, પ્રારંભિક કિંમત 18,990 રૂપિયા

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સેલમાં લેનોવો ક્રોમબુક 14eની ખરીદી 29,990 રૂપિયામાં કરી શકાશે
  • લેપટોપમાં બેઝિક પ્રોડક્ટિવિટી ટૂલ્સ, બ્રાઉઝિંગ અને મલ્ટિ મીડિયા સહિતનાં ફીચર્સ મળે છે

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ સેલ પૂરો થવામાં હવે ઘડીઓ ગણાઈ રહી છે. તેવામાં જો તમે બજેટમાં લેપટોપ ખરીદવા માગતા હો તો એમેઝોનના આ સેલમાં સારા ઓપ્શન અવેલેબલ છે. ટચસ્ક્રીન ડિસ્પ્લે ધરાવતા વિન્ડોઝ લેપટોપ 50,000 રૂપિયા કરતાં ઓછી કિંમતના નથી મળતા. સેલમાં કેટલાક ક્રોમ બુક 30 હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે. આ ક્રોમ બુક ગૂગલની ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે અને ક્લાઉડ સ્ટોરેજ બેઝ્ડ હોય છે.

ક્રોમબુકમાં ઈન્ટર્નલ સ્ટોરેજ નથી હોતું. આ લેપટોપ ઓનલાઈન ક્લાસ અને ઓફિસ વર્ક માટે બેસ્ટ ઓપ્શન છે. તેમાં બેઝિક પ્રોડક્ટિવિટી ટૂલ્સ, બ્રાઉઝિંગ અને મલ્ટિ મીડિયા સહિતના ફીચર્સ મળે છે. આવો જાણી કઈ કિંમત સાથે કયા ક્રોમબુકની ખરીદી કરી શકાશે...

1.HP ક્રોમબુક 14a-na0003TU
કિંમત: 27,490 રૂપિયા

ક્રોમબુક 14aમાં 14 ઈંચ ટચ ડિસ્પ્લે મળે છે જેમાં ઈન્ટેલ સેલેરોન N4020નું પ્રોસેસર મળે છે. તેમાં 4GBની રેમ અને 64GB SSD સ્ટોરેજ મળે છે. તેનાં સ્ટોરેજને 256GB સુધી માઈક્રો SD કાર્ડથી એક્સપાન્ડ કરી શકાય છે.

2. અવિતા મેગસ લાઈટ NS12T5IN008P
કિંમત: 18,990 રૂપિયા

અવિતા મેગસ લાઈટ એક 2 ઈન 1 લેપટોપ છે. તેમાં ડિટેચેબલ કી બોર્ડ છે. તે વિન્ડોઝ 10 આઉટ ઓફ ધ બોક્સ અને અપોલો લેક સેલેરોન N3350 પ્રોસેસર પર રન કરે છે. આ લેપટોપમાં 12.2 ઈંચની ટચ ડિસ્પ્લે મળે છે.

3. એસર C733 ક્રોમબુક સેલેરોન
કિંમત: 23,990 રૂપિયા

આ એસર ક્રોમબુકમાં પાવરફુલ ઈન્ટેલ સેલેરોન પ્રોસેસર મળે છે. તેમાં 11 કલાકની બેટરી લાઈફ મળે છે. તેમાં એન્ડ્રોઈડ એપ એક્સેસ કરી શકાય છે.

4.HP ક્રોમ બુક મીડિયાટેક MT8183
કિંમત: 23,490 રૂપિયા

આ અફોર્ડેબલ લેપટોપમાં મીડિયાટેક MT8183 SoC પ્રોસેસર મળે છે. તેમાં 4GBની રેમ અને 64GBનું સ્ટોરેજ મળે છે. લેપટોપમાં 11.6 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળે છે.

5. લેનોવો ક્રોમબુક 14e
કિંમત: 29,990 રૂપિયા

લેનોવો ક્રોમબુક 14eમાં 14 ઈંચની HD ડિસ્પ્લે છે. તેમાં AMD A6-9220C પ્રોસેસર અટેચ છે. તે 8GBની રેમ અને 32eMMC સ્ટોરેજ સાથે આવે છે. સાથે જ તેમાં રેડોન R5 ગ્રાફિક્સ મળે છે. લેપટોપમાં 10 કલાકની બેટરી લાઈફ મળે છે.