• Gujarati News
  • Utility
  • Gadgets
  • Top WhatsApp Features Launched In 2021: Check Full List From Multiple Device Support To Group Voice Video Call Limit Increased

2021માં લોન્ચ થયેલાં ફીચર્સ:વ્હોટ્સએપ ફ્લેશ કોલથી લઈને મલ્ટી ડિવાઇસ સપોર્ટ સુધી, આ 10 ફીચરે યુઝરનો એક્સપિરિયન્સ પ્રો બનાવી દીધો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલ્ટી ડિવાઇસ સપોર્ટથી યુઝર એક જ સમયે 4 અલગ અલગ ડિવાઇસ પર લોગ ઇન કરી શકે છે
  • સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલની મદદથી ફોરવર્ડેડ મીડિયા ફાઇલ્સ ડિલિટ કરી શકાય છે

ઈન્સ્ટન્ટ મેસેજિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપના ગ્લોબલી 250 કરોડથી વધારે યુઝર્સ છે. એપ પ્રાઇવસી પોલિસી અને ચેટ લીકના કેસને કારણે ભલે વિવાદોમાં રહેતી હોય, પરંતુ કંપની પ્રો લેવલનાં ફીચર્સ લોન્ચ કરી હંમેશાં યુઝર્સની સુવિધાને પ્રાયોરિટી આપતી હોય છે. અવારનવાર વ્હોટ્સએપ યુઝર્સને રીઝવવા માટે નવાં ફીચર્સ લોન્ચ કરે છે. આ વર્ષે પણ કંપનીએ ઘણાં ફીચર્સ લોન્ચ કર્યાં છે. એના પર એક નજર કરીએ....

1. ફ્લેશ કોલ

યુઝરને સિક્યોર એક્સપિરિયન્સ આપવા માટે આ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરની મદદથી યુઝર મોબાઈલ નંબરને SMSને બદલે ઓટોમેટેડ કોલથી વેરિફાય કરી શકે છે. વ્હોટ્સએપ રજિસ્ટ્રેશન કરતા સમયે ફ્લેશ કોલ SMS વેરિફિકેશન ઓપ્શનમાં નવું સિક્યોરિટી ફીચર ઉમેરાયું છે.

2. મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ

કંપનીએ તાજેતરમાં જ આ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર એક જ સમયે 4 અલગ અલગ ડિવાઈસમાં લોગ ઈન કરી શકે છે. પહેલાં માત્ર વ્હોટ્સએપ વેબ પર જ ડિવાઈસ સાથે લોગ ઈન કરી શકાતું હતું. આ ફીચરની મદદથી યુઝર એક જ સમયે કમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ વગર અકાઉન્ટ એક્સેસ કરી શકે છે.

3. મિસ્ડ ગ્રુપ કોલ ફીચર

ગ્રુપ કોલ ફીચર વ્હોટ્સએપમાં ઘણાં વર્ષોથી એક્ટિવ છે. અત્યારસુધી ગ્રુપ કોલમાં એક યુઝર મિસ થઈ જાય તો એ કરન્ટમાં ચાલી રહેલાં ગ્રુપ કોલમાં એડ થઈ શકતો નહોતો. આ નવા ફીચરની મદદથી મિસ્ડ થયેલા ગ્રુપ કોલમાં સામેલ થઈ શકાય છે. કોલ ડિટેલ સ્ક્રીન ઓપન કરી 'JOIN' પર ટેપ કરી તેનો લાભ લઈ શકાય છે.

4. ડિસઅપિયરિંગ મોડ

આ ફીચર્સ હાલ બીટા યુઝર્સ માટે જ એક્ટિવ છે. આ મોડ એક્ટિવ હોય તો યુઝર્સના ચેટ થ્રેડમાં તમામ મેસેજ ઓટોમેટિક ગાયબ થઈ જાય છે.

5. પેમેન્ટ

વ્હોટ્સએપ પેમેન્ટ ફીચરની મદદથી ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને પૈસા મોકલી શકાય છે અને પૈસા મેળવી શકાય છે. પેમેન્ટ ઓપ્શન ચેટમાં કેમેરા આઈકોનની ડાબી બાજુ આવેલું છે.

6. એડવાન્સ સર્ચ

આ ફીચર ટેક્સ્ટ, ફોટો, GIF, વીડિયો, ઓડિયો, ડોક્યુમેન્ટ અને લિંક સાથે સર્ચ ફિલ્ટર કરવાની સુવિધા આપે છે. સર્ચ આઈકોન પર ટેપ કરી તેનો ઉપયોગ કરી શકાય છે.

7. ડાર્ક મોડ

આંખોને આરામ મળી રહે એ માટે કંપનીએ આ ફીચર લોન્ચ કર્યું છે. આ મોડ ઓન કરવા પર વ્હોટ્સએપની ડિસ્પ્લે ડાર્ક ગ્રે કલરમાં પરિવર્તિત થઈ જાય છે. આ ફીચર બેટરી પણ બચાવે છે. આ મોડ ઓન કરવા માટે 'Setting'માં જઈને 'chats' પર ક્લિક કરી 'Theme'માં જઈ 'Dark' મોડ ઓન કરો.

8. ગ્રુપ્સ કોલ લિમિટમાં વધારો

ગ્રુપ વોઈસ અને વીડિયો કોલ લિમિટ વધારી હવે 8 મેમ્બરની થઈ છે. આ લિમિટ પહેલાં 4 મેમ્બરની હતી. એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે આ લિમિટ વધી છે.

9. સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ

આ ફીચરની મદદથી યુઝર્સ સ્ટોરેજ મેનેજમેન્ટ સેક્શનમાં ફોરવર્ડ કરેલા ફોટો, વીડિયો સહિતની ફાઈલ્સ ચેક કરી એને ડિલિટ કરી શકે છે. યુઝર્સ પર્સનલ ચેટની મીડિયા ફાઈલ અલગથી ડિલિટ કરી શકે છે. અલગ સેક્શનમાં 5MBથી મોટી ફાઈલ્સ જોઈ શકાય છે.

10. સ્ટિકર મેકિંગ ફીચર

અત્યારસુધી વ્હોટ્સએપ પર સ્ટિકર માટે થર્ડ પાર્ટી એપ ઈન્સ્ટોલ કરવી પડતી હતી. જોકે હવે આ કામ યુઝર્સ એપમાં જ કરી શકે છે. વેબ પર આ ટૂલનો ઉપયોગ કરી શકાય છે. ફોટો ક્રોપ કરી એડિટ કરવાનો ઓપ્શન મળે છે.