તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Top Antivirus Software 2021 | Mobile Computers Laptops Antivirus Tool List Recommended By Ministry Of Electronics Information Technology

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરસ વિરુદ્ધના ટૂલ્સ:સરકાર દ્વારા ઓપરેટ થતા આ 7 ટૂલ્સનો ઉપયોગ કરો અને તમારા ફોન અને પીસીને સાયબર અટેકથી બચાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય (MeitY) તમારા ડિજિટલ ડિવાઈસ સિક્યોર કરવા માટે સતત કામ કરી રહ્યું છે. તેના માટે ‘સાયબર સ્વચ્છતા કેન્દ્ર’ નામની વેબસાઈટ પણ બનાવી છે. અહીં સ્માર્ટફોન, કમ્પ્યૂટર અથવા ડિવાઈસ સાયબર અટેકથી બચાવવા માટે 7 ટૂલ્સ વિશે જણાવ્યું છે. આ તમામ ટૂલ્સને ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ક્વિક હીલ, ઈસ્કેન સાથે ઓપરેટ કરે છે.

આ ટૂલ્સની મદદથી બૉટનેટ ક્લીનિંગ અને માલવૅર પર નજર રાખી શકાય છે. બૉટનેટનો ઉપયોગ ડેટા ચોરી કરવા, સ્પૅમ મોકલવા અથવા અન્ય સાયબર અટેક માટે થાય છે. તેવામાં સરકાર ઈચ્છે છે કે તમે પોતાના ડિવાઈસને સિક્યોર કરવા અને બૉટનેટ અટેકથી બચાવવા માટે આ 7 ટૂલ્સનો ઉપયોગ કરો.

ટૂલ નંબર-1
ક્વિક હીલ બૉટ રિમૂવલ ટૂલ
આ ટૂલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ ટૂલને ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઓપરેટ કરે છે. આ ટૂલ માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટેડ કમ્પ્યૂટર માટે બનાવવામાં આવ્યું છે. આ ટૂલ કમ્પ્યૂટરથી કોઈ પણ બૉટનેટ માલવૅરની ઓળખ કરી તેને દૂર કરવામાં મદદ કરે છે. આ ટૂલનો ઉપયોગ કમ્પ્યૂટર પર એન્ટિવાઈરસ પ્રોગ્રામ સાથે અથવા તેના વગર કરી શકાય છે. તે ડેટા ચોરી થવાથી બચાવે છે, પરંતુ અન્ય માલવૅર સામે રક્ષણ આપતુ નથી.
આ ટૂલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટૂલ નંબર-2
ઈસ્કેન એન્ટિવાઈરસ બૉટ રિમૂવલ ટૂલ

આ ટૂલ પણ બૉટ દૂર કરવાનું કામ કરે છે. તેને ક્વિક હીલની જેમ જ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ ટૂલ કમ્પ્યૂટરમાં કોઈ પણ બૉટનેટ ઈફેક્ટ ઓળખી તેને દૂર કરવામાં મદદ કરે છે. તેની મદદથી કમ્પ્યૂટરને ક્વિક સ્કેન કરી વાઈરસની ઓળખ કરી શકાય છે. જોકે, તે બીજા માલવૅરથી સેફ્ટી આપતું નથી. તેનો ઉપયોગ માત્ર વિન્ડોઝ ઓપરેટેડ પીસીમાં જ કરી શકાય છે.

આ ટૂલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટૂલ નંબર-3
ઈસ્કૅન AV ટૂલકિટ

ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઇસ્કેન AV ટૂલકિટ પણ ઓપરેટ કરે છે. આ કિટને એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે તૈયાર કરી છે. બીજા ટૂલની જેમ આને પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તમારા સ્માર્ટફોનમાં હાજર દરેક પ્રકારના બૉટ કે વાઇરસને આ સ્કેન કરીને દૂર કરે છે.

આ ટૂલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટૂલ નંબર-4
USB રેઝિસ્ટન્સ ડેસ્કટોપ સિક્યોરિટી

આ તમારા ડેસ્કટોપને સિક્યોરિટી આપે છે. એટલે કે કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી પેન ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ, સેલ ફોન અને બીજા USB સપોર્ટેડ ડિવાઇસને કન્ટ્રોલ કરે છે. તેમાં પાસવર્ડ પ્રોટેક્શન, ઓટો રન સિક્યોરિટી અને માલવૅર ડિટેક્શન જેવા ઘણાં ફીચર્સ સામેલ છે. આ ટૂલ ફ્રી ડાઉનલોડ પણ કરી શકાય છે. તે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 10 પર કામ કરે છે.

આ ટૂલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટૂલ નંબર-5
એપ્લિકેશન વ્હાઈટલિસ્ટિંગ સોફ્ટવેર

તેનો ઉપયોગ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કરી શકાય છે. આ ડેસ્કટોપ બેઝ્ડ એપ્લિકેશન વ્હાઇટલિસ્ટિંગ સોલ્યુશન છે. આ પ્રી-અપ્રુવ ફાઇલ્સને એક્ઝિક્યૂટ કરવાની પરવાનગી આપે છે. આ સોફ્ટવેરને વિન્ડોઝ 8 64-બિટ, વિન્ડોઝ 7 64-બિટ, વિન્ડોઝ 10 32-બિટ, વિન્ડોઝ 10 64-બિટ માટે અલગ-અલગ ડાઉનલોડ કરી શકશો.

આ ટૂલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટૂલ નંબર-6
JSGuard ફાયરફોક્સ વેબ બ્રાઉઝર

JSGuard એક બ્રાઉઝર એક્સટેંશન છે, તેનો ઉપયોગ ફાયરબોક્સ વેબ બ્રાઉઝર માટે કરવામાં આવે છે. આ બ્રાઉઝર પર HTML અને જાવા સ્ક્રિપ્ટથી થનારા અટેકને રોકે છે. તેને પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. મોઝિલા ફાયરબોક્સ પર ઇન્ટરનેટ ચલાવતા યુઝર્સ માટે આ ઘણું કામનું ટૂલ છે.

આ ટૂલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટૂલ નંબર-7
JSGuard ગૂગલ ક્રોમ

મોઝિલા ફાયરફોક્સની જેમ ગૂગલ ક્રોમ માટે પણ JSGuard બ્રાઉઝર એક્સટેંશન બનાવ્યું છે. આ બ્રાઉઝર પણ HTML અને જાવા સ્ક્રિપ્ટથી થનારા અટેકને રોકે છે. તેને પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

આ ટૂલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો