ટેક ન્યૂઝ:એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ટોપ 5 સિક્યુરીટી એપ્લિકેશનો, આજે જ કરો ઈન્સ્ટોલ ને ડેટા કરો સુરક્ષિત

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે પણ તમે 'મોબાઇલ સિક્યોરિટી' શબ્દ વિશે સાંભળો છો ત્યારે તમે એન્ટિવાયરસ અને એન્ટિ-માલવેર એપ્લિકેશન્સ વિશે વિચારો છો. ઘણી એપ્સ 'મોબાઇલ સિક્યોરિટી' સેક્શન હેઠળ આવે છે, તે બધામાંથી એન્ટિવાયરસ અને ફાયરવોલ સૌથી મહત્વપૂર્ણ છે. આજે અમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ટોપ 5 એન્ટિવાયરસ અને ફાયરવોલ એપ્લિકેશન્સ વિશે ચર્ચા કરીશું. એન્ડ્રોઇડ માટે ફાયરવોલ એપ્લિકેશન્સ દ્વારા તમે તમારાં સ્માર્ટફોન અને વેબ વચ્ચેના તમામ ઇનકમિંગ અને આઉટગોઇંગ ટ્રાફિકને પૂર્વનિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલના આધારે સરળતાથી મોનિટર કરી શકો છો.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ટોપ 5 એન્ટિવાયરસ અને ફાયરવોલ એપ્લિકેશન્સની યાદી

1. DataGuard

ડેટાગાર્ડ એ લેટેસ્ટ એન્ડ્રોઇડ ફાયરવોલ એપ્લિકેશન છે. આ ફાયરવોલ એપ્લિકેશન રુટેડ અને નોન-રુટેડ એન્ડ્રોઇડ બંને સ્માર્ટફોન પર કામ કરે છે અને જ્યારે કોઈ શંકાશીલ એપ્લિકેશન ઇન્ટરનેટ પર ડેટા મોકલવાનો પ્રયાસ કરે છે ત્યારે તે તરત જ તમને સૂચિત કરે છે. આ એપ તમારી ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન્સ પર સંપૂર્ણ નિયંત્રણ પૂરું પાડે છે. તમે એપ્લિકેશનને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે મેન્યુઅલી મંજૂરી આપી શકો છો અથવા રોકી શકો છો. એટલું જ નહીં તમે એ પણ ચકાસી શકો છો કે કઈ એપ્લિકેશન્સે તમારા નેટવર્ક ટ્રાફિકનો ઉપયોગ કર્યો છે.

2. Firewall No Root

જો તમે એવી એપ શોધી રહ્યા છો, જે હેકર્સ અને જાસૂસી સામે સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી શકે, તો તમે આ એપનો ઉપયોગ કરી શકો. આ એપ દ્વારા તમે તમારા એન્ડ્રોઇડ પર ઇન્સ્ટોલ કરેલી દરેક એપનું ઇન્ટરનેટ કનેક્શન બ્લોક કરી શકો છો. આ ઉપરાંત, તમે રીઅલ-ટાઇમમાં જોઈ શકો છો કે કઈ એપ્લિકેશનો કયા સર્વર્સને એક્સેસ કરી રહી છે અથવા તમારા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહી છે. એકંદરે એન્ડ્રોઇડ માટે આ એક બેસ્ટ ફાયરવોલ એપ્લિકેશન છે.

3. GlassWire Data Usage Monitor

આ એપ એન્ડ્રોઇડ માટે ડેટા મોનિટરિંગ એપ્લિકેશન છે, જે તમારા મોબાઇલ ડેટા વપરાશ, ડેટા મર્યાદા અને વાઇફાઇ નેટવર્ક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાનું સરળ બનાવે છે. ગ્લાસવાયર ડેટા યુસેજ મોનિટર તમને એક કરતાં વધુ ફાયરવોલ પ્રોફાઇલ બનાવવાની મંજૂરી આપે છે, એક મોબાઇલ માટે અને બીજી વાઇફાઇ માટે. તમે મોબાઇલ અથવા વાઇફાઇ કનેક્શનનો ઉપયોગ કરીને એપ્લિકેશનોના ઇન્ટરનેટ કનેક્શનને જાતે જ બ્લોક કરી શકો છો.

4. NoRoot Firewall

આ એપ એ એન્ડ્રોઇડ માટે શ્રેષ્ઠ ફાયરવોલ એપ્લિકેશન છે. અન્ય ફાયરવોલ એપ્લિકેશન્સથી વિપરીત આ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને તે નોન-રુટેડ ડિવાઈસ પર કામ કરે છે. આ એપ્લિકેશન હોસ્ટનેમ/ડોમેઇન નેમ ફિલ્ટરિંગ વિકલ્પો, ફાઇન-ગ્રેનેડ એક્સેસ કન્ટ્રોલ્સ અને અન્ય ઉપયોગી સુવિધાઓ પણ આપે છે. જો કે, એપ્લિકેશન LTE સાથે કામ ન કરી શકે કારણ કે તે IPvને સપોર્ટ કરતી નથી.

5. AFWall+

જો તમારી પાસે રૂટેડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે, તો તમે તમારા ડિવાઈસની ઇન્ટરનેટ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે આ એપનો ઉપયોગ કરી શકો છો. NoRuot Firewallની જેમ AFWall+ યુઝર્સને એપ્લિકેશન દીઠ ઇન્ટરનેટ એક્સેસને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. આ સિવાય આ એપ પૂર્વનિર્ધારિત કાર્યો કરવા માટે ટાસ્કર સાથે જોડાવા જેવી વધારાની સુવિધા પણ લાવે છે. તેથી, તે એન્ડ્રોઇડ માટે શ્રેષ્ઠ ફાયરવોલ એપ્લિકેશન છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.