ગેમિંગ લેપટોપ:2020માં આ 5 સસ્તાં ગેમિંગ લેપટોપની માર્કેટમાં ડિમાન્ડ, તમામ લેપટોપની કિંમત 75 હજાર રૂપિયા કરતાં ઓછી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એસર નાઈટ્રો 5માં ત્રણેય બાજુ મિનિમમ બેઝલ્સ છે, જે તેને 80% સ્ક્રીન ટુ રેશિયો આપે છે
 • hp Envy x360માં ફાસ્ટ ચાર્જ ટેક્નોલોજી છે, જે 45 મિનિટમાં 50% બેટરી ચાર્જ કરે છે

ભારતમાં લેપટોપ સેગમેન્ટમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક આધારે 9.2%ની વૃદ્ધિ જોવા મળી છે. તેનું મુખ્ય કારણ એ છે કે કોવિડ-19ને કારણે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનનું ચલણ વધ્યું છે. આ દરમિયાન ગેમિંગ લેપટોપની માગમાં વધારો થયો છે. યંગસ્ટર્સ ફન માટે ગેમિંગ લેપટોપનો સહારો લઈ રહ્યા છે.

ભારતમાં ટોપ-5 લેપટોપ બ્રાન્ડ hp, લેનોવો, ડેલ, એસર અને આસુસ કુલ લેપટોપ માર્કેટમાં 88.2% માર્કેટ શેર ધરાવે છે. જ્યારે અન્ય બ્રાન્ડ્સનો માર્કેટ શેર 11.8% છે. જો તમે પણ ગેમિંગ લેપટોપ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો જેની કિંમત 75 હજાર રૂપિયા કરતાં ઓછી હોય તો અમે તમારા માટે લિસ્ટ તૈયાર કર્યું છે. આવો આ લિસ્ટ જોઈએ...

1. ડેલ જી5 15 એસઈ (Dell G5 15 SE)

 • 74,990 રૂપિયાની કિંમતનું આ લેપટોપ G15 સિરીઝના લેપટોપમાંથી સૌથી સારું લેપટોપ છે. તેમાં 15.6 ઈંચની ફુલ HD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1920x1080 પિક્સલ છે અને રિફ્રેશ રેટ 60Hz તેમજ 220 નિટ્સ બ્રાઈટનેસ ધરાવે છે.
 • લેપટોપ AMD રાઈઝન 4000 hp સિરીઝ મોબાઈલ સિરીઝ પ્રોસેસર અને AMD રેડિઓન RX 5600 M GPUથી સજ્જ છે.
 • આ સિવાય તેમાં 8GBની રેમ અને 512GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. લેપટોપમાં 51Whની બેટરી મળે છે. તેનાં બ્લૂ એક્સેંટ્સ અને સુપરનોવા સિલ્વર કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

2. લેનોવો લિજન Y540 (Lenovo Legion Y540)

 • લેનોવા લિજન Y540ની કિંમત 69,990 છે અને તે પ્લાસ્ટિક પીસી-ABSથી બનેલું છે. તેમાં 15.6 ઇંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 300 નિટ્સ બ્રાઇટનેસ સાથે 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
 • આ એક 9th જનરેશન ઇન્ટેલ કોર i7-9750H પ્રોસેસરથી સજ્જ છે, જેને 4.5 ગીગાહર્ટઝ સુધીની સ્પીડ માટે ટ્યુન કરવામાં આવ્યું છે અને લેપટોપ 16GB DDR 4 મેમરીથી સજ્જ છે, જે 32GB સુધી વધારી શકાય છે. સ્ટોરેજ માટે 1TB M.2 SSD અને 6GB એનવીડિયા RTX 2060 GPU પણ છે.
 • લેપટોપ એક 57Wh 3 સેલની બેટરીથી સજ્જ છે, જેને એકવાર ચાર્જ કરવા પર પાંચ કલાક સુધીનું બેકઅપ મળે છે. લિજન Y540માં તેનાં કીબોર્ડ માટે સંપૂર્ણ RGB બેકલાઇટિંગ નથી પરંતુ તેમાં વ્હાઇટ કલરની બેકલાઇટિંગ કીઝ છે.

3. એસર નાઇટ્રો 5 (Acer Nitro 5)

 • 72,990 રૂપિયાની કિંમતે એસર નાઇટ્રો 5માં એક ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે, જે બે શેપમાં ઉપલબ્ધ છે - 15.3 ઇંચ અને 17.3 ઇંચ. એસર પણ એક 3ms રિસ્પોન્સ રેટ સાથે 144 હર્ટ્સ રિફ્રેશ્ડ રેટ સુધી અલગ-અલગ કન્ફિગ્રેશન આપે છે. લેપટોપમાં ત્રણેય બાજુ મિનિમમ બેઝલ્સ છે, જે તેને 80% સ્ક્રીન ટુ બોડી રેશિયો આપે છે.
 • નાઇટ્રો 5 એ 10th જનરેશનના ઇન્ટેલ કોર H-સિરીઝ પ્રોસેસરથી સજ્જ છે, જેને ગ્રેટ ગેમિંગ પર્ફોર્મન્સ માટે RTX 2060 ગ્રાફિક્સ સાથે અટેચ કરવામાં આવ્યું છે. તે 32GB DDR4 રેમ સાથે કન્ફિગર કરી શકાય છે અને તે 1TB HHD અને 256GB M.2 SSD સહિત હાઇબ્રિડ સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે. લેપટોપ ગરમ ન થાય તેના માટે તેમાં બે ફેન આપવામાં આવ્યા છે, જે પ્રિ-ઇન્સ્ટોલ્ડ નાઇટ્રોઇસેન્સ કન્ટ્રોલ સેન્ટર સાથે કામ કરે છે.

4. આસુસ TUF ગેમિંગ A15/A17 (Asus TUF Gaming A15/A17)

 • આસુસ ‘TUF A15’ 15 ઈંચની સ્ક્રીન સાથે આવે છે જ્યારે ‘TUF A17’ 17 ઈંચની સ્ક્રીન સાથે આવે છે, TUF A15 પર 60 હર્ટ્ઝ અથવા 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળા ઓપ્શનની સાથે IPS પેનલ અને TUF A17 પર 60 હર્ટ્ઝ /120 હર્ટ્ઝનો ઓપ્શન મળે છે. તે 60,990 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ઉપલબ્ધ છે.
 • બંને લેપટોપ એક AMD રાઈઝન 9 4900h પ્રોસેસર સુધીનો સપોર્ટ કરે છે, લેપટોપ પર ગ્રાફિક્સ વિકલ્પ TUF A15 માટે 6GB GDDR6 રેમ વિથ અને એનવીડિયા GeForce RTX 2060 અને TUF A17 પર 6GB GDDR6 રેમની સાથે એનવીડિયા GeForce GTX 1660Ti ઉપલબ્ધ છે.
 • બંને લેપટોપ ડ્યુઅલ ચેનલમાં 32GB સુધી DDR4 SDRAM સપોર્ટ કરે છે. સ્ટોરેજ માટે તેમાં 1TB 5400rpm SATA HHD સુધીની સુવિધા છે. TUF A15 અને TUF A17 બંનેમાં 48Whની બેટરી છે.

5. hp એન્વી એક્સ360 (HP Envy x360)

 • નવું hp Envy x360 લેપટોપ 60,990 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે આવે છે અને તેમાં ઘણા બધા ઓપ્શન પસંદ કરી શકાય છે, જેમ કે 8GB DDR4 SDRAM અને 256GB PCIe NVMe M.2 SSDની સાથે AMD રાઈઝન 3 અથવા રાઈઝન 5.
 • તે ઉપરાંત AMD રેડિઓન વેગા 6 અને રેડિઓન વેગા 8 ગ્રાફિક્સનો પણ ઓપ્શન છે. hpનો દાવો છે કે, AMD રાઈઝન પ્રોસેસરની હાજરી Envy x360ને એક વખત ચાર્જ કરવા પર 12.5 કલાક સુધી બેટરી લાઈફ આપવામાં મદદ કરે છે.
 • HP ફાસ્ટ ચાર્જ ટેક્નિક પણ છે જે 45 મિનિટના ચાર્જ પર 0થી 50 ટકા બેટરી લાઈફ પ્રદાન કરવાનો દાવો કરે છે. નવા HP Envy x360ની ફૂલ-HD માઈક્રો-એજ ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ NBT પેનલ દ્વારા પ્રોટેક્ટ કરવામાં આવી છે.
 • તે ઉપરાંત નોટબુકમાં તમારા ઓન-ધ-ગો એન્ટરટેઈનમેન્ટ અનુભવને વધારવા માટે hp ઓડિયો બૂસ્ટ ટેક્નિકની સાથે બેંગ અને ઓલ્ફસેન સ્પીકર છે.