અભિષેક તૈલંગ સાથે ટેકટૉક:ડ્યુઅલ સેલ્ફી કેમેરાવાળા ટોપ-3 ફોન, આનાથી ઑટો ફોકસ સાથે 4K વીડિયો રેકોર્ડિંગ પણ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફોનનો કેમેરો હંમેશાથી એક વિશેષ ફીચર રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને સેલ્ફી કેમેરા. આજકાલ ડ્યુઅલ સેલ્ફી કેમેરાવાળા ફોન પણ માર્કેટમાં આવી ગયા છે. જો તમે પણ ડ્યુઅલ સેલ્ફી કેમેરા ખરીદવા માંગો છો, પરંતુ કયો ફોન ખરીદવો શ્રેષ્ઠ રહેશે તે અંગે હજુ પણ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે, તો ચાલો આજે જાણીએ બેસ્ટ ડ્યુઅલ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન વિશે.

Vivo V23 Pro
Vivo V23 Pro એક શાનદાર સ્માર્ટફોન છે. તેમાં 50+8MPનો ડ્યુઅલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. જે આઇ ઓટો ફોકસ સાથે આવે છે એટલે કે તે તમારી આંખોને ફોકસમાં રાખશે અને તમારા સેલ્ફી ફોટો ક્લિક કરશે. આ તમારી સેલ્ફીને હંમેશા ફોકસમાં રાખશે. પરફોર્મન્સ માટે Vivo V23 Proમાં મીડિયા ટેક ડિમેન્સિટી 920 પ્રોસેસર મળે છે. તેમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ પણ છે. Vivo V23 Proમાં 108+8+2MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે અને તેમાં 4300mAhની બેટરી પણ આપવામાં આવી છે.

Samsung Galaxy S10 Plus
Samsung Galaxy S10 Plus એક શાનદાર ડ્યુઅલ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન છે. આમાં તમને 10+8MP નો ફ્રન્ટ ડ્યુઅલ કેમેરો આપવામાં આવ્યો છે, જેમાંથી તમે એકદમ સારી પોટ્રેટ સેલ્ફી લઈ શકો છો. Galaxy S10 Plus માં એક્સીનોસ 9820 પ્રોસેસરની સાથે 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. 12+12+16MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તમે 4K વીડિયો રેકોર્ડિંગ કરી શકો છો. તેમાં આપવામાં આવેલી 4100mAhની બેટરી 1 દિવસ સુધી સરળતાથી ચાલે છે. જો તમે ગેમિંગ કરી રહ્યા છો તો તેની બેટરીને દિવસમાં 1 વખત ચાર્જ કરવી પડશે.

Google Pixel 3XL
Google Pixel 3XLમાં 8 MP વાઇડ અને 8 MP અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. તેનો સેલ્ફી કેમેરો ખૂબ જ સરસ ફોટા ક્લિક કરે છે, જે વીલોગીંગ માટે ખૂબ જ સરસ રહેશે. Pixel 3XLમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે ખૂબ જ સારું પરફોર્મન્સ આપે છે અને આ સાથે જ તેમાં 12.2 MPનો સિંગલ રિયર કેમેરો છે જે સારી ક્વોલિટીનો ફોટોગ્રાફ ક્લિક કરી શકે છે. Pixel 3XLમાં 5.3 ઇંચની ડિસ્પ્લે સાથે 3450mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ અને વાયોલેટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.