• Gujarati News
  • Utility
  • Gadgets
  • To Update Windows 11 You Need To Have 4GB RAM And 64GB Storage In Your Computer, Learn The Features Of New Windows And Download Process.

ન્યૂ લોન્ચ:વિંડોઝ 11 અપડેટ કરવા માટે કમ્પ્યૂટરમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ હોવું જરૂરી, નવી વિંડોઝનાં ફીચર્સ અને ડાઉનલોડ કરવાની પ્રોસેસ જાણી લો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

માઇક્રોસોફ્ટે ઓફિશિયલી વિંડોઝ 11 રિલીઝ કરી દીધું છે. લેપટોપ અને ડેસ્કટોપ યુઝર વિંડોઝની અપડેટ ડાઉનલોડ કરી શકે છે. લોકોને તેમાં ઘણાં નવાં ફીચર્સ અને ફેરફાર જોવા મળશે. વિંડોઝ 11 અપડેટ સિવાય કંપનીએ ઓફિસ 2021 પણ લોન્ચ કરી દીધું છે. નવાં કમ્પ્યૂટર પર પણ હવે 11 પ્રિ-ઇન્સ્ટોલ્ડ કરી શકાશે.

કરન્ટ PC પર વિંડોઝ 11 અપડેટ કરવા માટે મહત્ત્વપૂર્ણ બાબતો
વિંડોઝ 11 અપડેટ કરવા બે અથવા તેથી વધુ કોર પ્રોસેસર 1GHz ક્લોક સ્પીડ હોવી જોઇએ.
PCમાં ઓછામાં ઓછું 4GB રેમ અને 64GB સ્ટોરેજ હોવું જોઇએ.
જો તમારાં કમ્પ્યૂટરમાં ઓરિજિનલ વિંડોઝ 10 હશે તો જ વિંડોઝ 11માં અપગ્રેડ કરવાનો ઓપ્શન મળશે.
આના માટે તમારી પાસે ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઇએ.
જો તમે અપગ્રેડ કરતા પહેલાં તમારાં કમ્પ્યૂટરનું બેકઅપ લઈ લેશો તો સારું રહેશે. ઘણીવાર અપગ્રેડ કરતી વખતે સિસ્ટમ ફાઇલ્સ ગાયબ થઈ જાય છે. તેથી, આનાથી બચવા માટે તમે બેકઅપ લઈ રાખો અને પછી તમારાં કમ્પ્યૂટરમાં વિંડોઝ 11 અપગ્રેડ કરો.

વિંડોઝ 11 અપગ્રેડ કરવાની પ્રોસેસ

  • અપગ્રેડ કરવા માટે તમારે સૌપ્રથમ એ ચેક કરવું પડશે કે તમારા લેપટોપ અથવા કમ્પ્યૂટરમાં નવી અપડેટ સપોર્ટ કરશે કે નહીં.
  • તેના માટે તમારે માઇક્રોસોફ્ટનું ઓફિશિયલ PC હેલ્થ ચેક એપ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • હવે વિંડોઝના + I એકસાથે દબાવીને સેટિંગમાં જાઓ.
  • ત્યારબાદ Update & Security પર ક્લિક કરો.
  • હવે લેફ્ટ સાઇડમાં વિંડોઝ 11 અપડેટ કરવા માટે ચેક કરો.
  • ત્યારબાદ Check for Updates બટન પર ક્લિક કરો.
  • જો તમારું PC અપગ્રેડ થશે તો તમને એક મેસેજ upgrade to Windows 11 is ready મળશે.
  • હવે Download and install પર ક્લિક કરો. આટલું કરતા જ ડાઉનલોડિંગ શરૂ થઈ જશે.
  • આ રીતે તમે સરળતાથી તેને ડાઉનલોડ કરી શકશો.

ફીચર્સ
સ્ટાર્ટ મેન્યૂ વચ્ચે મળશે
વિંડોઝના આ નવાં વર્ઝનમાં નવો યુઝર ઇન્ટરફેસ મળે છે, જેમાં સ્ટાર્ટ મેન્યૂ વચ્ચે મળશે અને ફોન્ટ સાથે નોટિફિકેશન સાઉન્ડ પણ અપગ્રેડ કરવામાં આવ્યો છે. વોઇસ અથવા વીડિયો કોલ પર લોકો સાથે કનેક્ટ કરવાનો ઓપ્શન મળે છે. વિંડોઝ 11 સ્નેપ લેઆઉટ અને ગ્રુપ સાથે મલ્ટિટાસ્કિંગ પણ સારું બની રહ્યું છે. આ નેસ્ટર, મેગ્નિફાયર, ક્લોઝ્ડ કેપ્શન અને વિંડોઝ સ્પીચ રેકોગ્નાઇઝેશન જેવાં અનેક એક્સેસિબિલિટી ફીચર્સને પણ સપોર્ટ કરે છે.

સરફેસ સ્લિમ પેન 2 સહિત સ્ટાઇલસ પેન માટે હેપ્ટિક ફીડબેક સપોર્ટ મળશે
નવા ફોર્મ ફેક્ટર માટે વિંડોઝ 11 મોટા ટચ ટાર્ગેટ સાથે આવે છે અને તેમાં સરફેસ સ્લિમ પેન 2 સહિત સ્ટાઇલસ પેન માટે હેપ્ટિક ફીડબેક સપોર્ટ સામેલ છે. તેમાં ડાયરેક્ટ X 12, ઓટો HDRને ચાલુ અને બંધ કરવાનો ઓપ્શન અને ડાયરેક્ટ સ્ટોરેજ જે લોડ ટાઇમ ઘટાડવામાં મદદ કરે છે અને NVMe SSD સ્ટોરેજ અને ડાયરેક્ટ 12 GPUનો ઉપયોગ કરીને વધુ સારાં ગ્રાફિક્સ બનાવવામાં મદદ કરે છે.

આગામી સમયમાં એન્ડ્રોઇડ એપ પણ ચલાવી શકાશે
માઇક્રોસોફ્ટે યુઝર્સને 100થી વધુ PC ગેમ બ્રાઉઝ કરવા, ડાઉનલોડ કરવા અને પ્લે કરવા માટે Xbox એપ પ્રિ-ઇન્સ્ટોલ આપ્યું છે. માઇક્રોસોફ્ટે વિંડોઝ 365 અથવા એજ્યોર વર્ચ્યુઅલ ડેસ્કટોપનો ઉપયોગ કરીને ક્લાઉડ દ્વારા પોતાની ટીમને નવાં વિંડોઝ વર્ઝનમાં ટ્રાન્સફર કરવાની કેપેસિટીને સક્ષમ કર્યું છે. વિંડોઝ 11માં આવનારા સમયમાં એન્ડ્રોઇડ એપ પણ ચલાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...