ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ તેનાં ડેસ્કટોપ યુઝર્સ માટે વૈકલ્પિક ‘લોક ફીચર’ પર કામ કરી રહી છે. જ્યારે પણ યુઝર એપ્લીકેશન લોન્ચ કરશે ત્યારે નવું ફીચર પાસવર્ડ માગશે. આ સાથે જ યૂઝર્સ સુરક્ષાનાં એક નવા સ્તર પર પહોંચશે. જો તમે એપ પર કોઈ એક્ટિવિટી ન કરી રહ્યો હોય તો તે તુરંત લોક થઈ જશે, જેથી એપમાં અનધિકૃત એક્સેસને અટકાવી શકાય.
વેબ/ડેસ્કટોપ વર્ઝન પર ‘સ્ક્રીન લોક’ ફીચર
મેસેજિંગ પ્લેટફોર્મે ત્રણ વર્ષ પહેલાં એન્ડ્રોઇડ અને iOS માટે વ્હોટ્સએપ બીટા પર ‘સ્ક્રીન લોક’ ફીચર રજૂ કર્યું હતું. હાલ યૂઝર્સ પાસે પોતાના સ્માર્ટફોન પર વધારાની સુરક્ષાનાં માપદંડ છે. જો કે, વેબ/ડેસ્કટોપ વર્ઝન પર આ સુવિધા હજુ સુધી લોન્ચ કરવામાં આવી નથી. જો કે, WABetaInfo મુજબ મેટા-માલિકીનું પ્લેટફોર્મ હવે વ્હોટ્સએપ ડેસ્કટોપ બીટાનાં ભાવિ અપડેટમાં ‘સ્ક્રીન લોક’ વિકલ્પનું ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહ્યું છે.
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે પણ યુઝર એપ્લિકેશન ખોલે છે ત્યારે પાસવર્ડની જરૂર પડે છે. જ્યારે આપણે આપણું pc અન્ય લોકો સાથે શેર કરીએ ત્યારે આ સુવિધા કામમાં આવશે. પહેલેથી જ કહ્યું છે તેમ, આ સુવિધા ચાલુ કરવા માટે વૈકલ્પિક હશે.’
પાસવર્ડ સુરક્ષિત રહેશે
લોગિન માટે જરૂરી પાસવર્ડ સ્થાનિક રીતે સાચવવામાં આવશે. આનો અર્થ એ છે કે, તે પ્લેટફોર્મ સાથે શેર કરવામાં આવ્યું નથી, તે વધુ સુરક્ષિત રહેશે. રિપોર્ટ મુજબ જો કોઈ પાસવર્ડ ભૂલી જાય તો તેને રિકવર કરવો પણ ખૂબ જ સરળ છે. જો પાસવર્ડ બદલવાની જરૂર પડે તો યૂઝર્સે એપ્લિકેશનમાંથી લોગ આઉટ કરવું પડશે અને પછી QR કોડ સાથે ડિવાઈસને લિંક કરીને ફરીથી વ્હોટ્સએપ ડેસ્કટોપમાં લોગ-ઇન કરવું પડશે.
કંપની યૂઝર્સને મેક OS પર ટચ આઈડી દ્વારા એપને લોક કરવાની સુવિધા આપવાની પણ યોજના બનાવી રહી છે, એવી અન્ય અહેવાલ પરથી માહિતી મળી રહી છે.
તાજેતરમાં જ ‘વ્હોટ્સએપ પોલ’ ફીચર લાવ્યા
વ્હોટ્સએપે (WhatsApp) પોતાનું પોલ ફીચર તાજેતરમાં જ લોન્ચ કર્યું. આ ફીચરનો ઉપયોગ ગ્રુપ ચેટ અને વ્યક્તિગત ચેટ બંનેમાં થઈ શકશે. વ્હોટ્સએપ પર પોલ બનાવીને તમે કોઈપણ વ્યક્તિ પાસેથી તમારા અમુક પ્રશ્નોના જવાબ પોલ બનાવીને લોકો પાસેથી મેળવી શકો. જે-તે ગ્રુપનો યુઝર અથવા જે વ્યક્તિ સાથે તમે પોલ શેર કર્યો છે, તે વ્યક્તિ દ્વારા પોલ પર પ્રતિક્રિયા આપી શકશે. જો કોઇ એક વ્યક્તિ ઇચ્છે તો તે જવાબ તરીકે તમામ વિકલ્પો પણ પસંદ કરી શકે છે. આ પોલને શેર અથવા ફોરવર્ડ કરી શકાતું નથી, જો કે, તમે તેનો જવાબ આપી શકો છો અને પ્રતિક્રિયા આપી શકો છો.
વ્હોટ્સએપ પર ચલાવી શકશો બિઝનેસ
વ્હોટ્સએપે તાજેતરમાં જ એક નવી સુવિધાની જાહેરાત કરી છે, ‘find message and buy from a business’. પ્લેટફોર્મની પેરન્ટ કંપનીનાં CEO માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, ‘આજથી, લોકો વ્હોટ્સએપ પર સીધા જ કેટેગરીની સૂચિ બ્રાઉઝ કરીને અથવા નામ લખીને બ્રાન્ડ અથવા નાના વ્યવસાયને શોધી શકે છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.