ટેક જાયન્ટ એપલે એક ફોટો આઈડેન્ટિટી ટૂલની જાહેરાત કરી છે. આ ટૂલ iOS પ્લેટફોર્મ્સ પર ફોટો લાઈબ્રેરીમાં ચાઈલ્ડ પોર્ન ફોટોઝની ઓળખ કરશે. એપલે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટની ચિંતા કરતાં આ પ્રકારનાં કન્ટેન્ટ ધરાવતી એપ્સ એપલ સ્ટોરથી દૂર કરી હતી. હવે કંપની એક સોફ્ટવેર લોન્ચ કરવા જઈ રહી છે.
iOS 15, iPadOS 15, watchOS 8, iMessage અને macOS Monterey પર આ નવી ટેક્નોલોજી લોન્ચ થશે. કંપનીએ જાહેરાત કરી છે કે, અપકમિંગ ડિવાઈસ પર નવી ક્રિપ્ટોગ્રાફિક એપ્લિકેશન્સ હશે, જે ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટના ફેલાવાને રોકશે અને યુઝર્સની પ્રાઈવસી પણ પ્રભાવિત નહિ થાય. તેનાથી પેરેન્ટ્સ બાળકોની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખી શકશે.
આ નવું ફીચર યુઝરને ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ સર્ચ કરતાં રોકશે. સાથે જ બાળક અને પેરેન્ટ્સની ઓનલાઈન સેફ્ટી માટે વધારાની માહિતી આપશે. આ ફીચર ફોનથી સેન્ડ કરેલાં અને ફોન પર રિસીવ થતાં ડેટાનું મોનિટરિંગ કરશે.
ફોનમાં ન્યુટ્રલમેચ નામનું અલ્ગોરિધમ આવશે
એપલ આગામી સમયમાં ફોનમાં ન્યુટ્રલમેચ નામનું અલ્ગોરિધમ સામેલ કરશે. આ અલ્ગોરિધમ ફોનમાં સ્ટોર કરવામાં આવેલા ફોટોઝની તપાસ કરશે. સાથે જ આ ફોટોઝને આઈક્લાઉડ પર અપલોડ કરશે. પ્રારંભિક તબક્કે આ સિસ્ટમ પહેલાં માત્ર અમેરિકાના યુઝર્સને મળશે.
એપલે ન્યુટ્રલમેચ વિશે આ અઠવાડિયે જ કેટલાક નિષ્ણાતો અને સિક્યોરિટી રિસર્ચર્સને માહિતી આપી છે. તે પ્રમાણે ન્યુટ્રલમેચ એક ઓટોમેટેડ સિસ્ટમ હશે જે કોઈ ફોટોઝ પર શંકા જણાતા તરત હ્યુમન ઈન્વેસ્ટિગેટર્સને અલર્ટ કરશે. અલર્ટ મળ્યા બાદ ઈન્વેસ્ટિગેટર્સ તેનું સત્યાપન કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.