તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્હોટ્સએપની નવી પોલિસીના વિવાદ બાદ યુઝર્સ સિગ્નલ એપ પર સ્વિચ થઈ રહ્યા છે. મોટા ભાગના વ્હોટ્સએપ ફીચર્સ સિગ્નલ એપ પર મળી રહ્યા છે. વ્હોટ્સએપના પોપ્યુલર ફીચર તરીકે તેનાં સ્ટિકર્સની વેરાયટી છે. જો તમે વ્હોટ્સએપની કડકાઈને કારણે સિગ્નલ પર શિફ્ટ થયા છો પરંતુ તેનાં ડિફોલ્ટ બોરિંગ સ્ટિકરથી પરેશાન છો તો અમે તમને જણાવીશું કે તમે ઈન્ટરેસ્ટિંગ સ્ટિકર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.
સિગ્નલ પર આ રીતે સ્ટિકર એક્સેસ મેળવો
જો તમે એન્ડ્રોઈડ યુઝર્સ છો તો તમે સિગ્નલ એપ ડાઉનલોડ કરી તેને ઓપન કરો. હવે કોઈ ચેટ ઓપન કરી ડાબી બાજુ ઈમોજી આઈકોન પર ટેપ કરો. તેની બાજુમાં રહેલા સ્ટિકર બટન પર ટેપ કરો. હવે તમે બાય ડિફોલ્ટ 2 સ્ટિકર પેકનો એક્સેસ કરી શકો છો. હવે જે સ્ટિકર તમારે મોકલવાનું હોય તેના પર ફરી એક વાર ટેપ કરવાથી તે સેન્ડ થઈ જશે.
જો તમે iOS યુઝર્સ છો તો સિગ્નલ ઓપન કરી કોઈ એક ચેટ ઓપન કરી ચેટબોક્સની જમણી બાજુ રહેલા સ્ટિકર આઈકોન પર ટેપ કરો. હવે સ્ટિકરની પસંદગી કરી એક વાર ટેપ કરી તમે તેને સેન્ડ કરી શકો છો. આ તો થઈ બાય ડિફોલ્ટ સ્ટિકરની વાત જો તમે અવનવાં સ્ટિકર પેક ડાઉનલોડ કરવા માગો છો તો આ સ્ટેપ્સ ફોલો કરો...
નવાં સ્ટિકર ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઈડ યુઝર્સ આ સ્ટેપ્સ ફોલો કરો
iOS યુઝર્સ નવાં સ્ટિકર ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
આ સિવાય તમે ટ્વિટર પર જઈને #makeprivacystick સર્ચ કરો. સર્ચ કર્યા બાદ તમને નવાં સ્ટિકર પેક જોવા મળશે. ત્યારબાદ તમે સ્ટિકર પેકનાં ટ્વીટમાં રહેલી લિંક પર ટેપ કરી તેને ઈન્સ્ટોલ કરી શકો છો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.