તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાઓમીની નવી સિરીઝ:ટિપ્સ્ટરે Mi 11 પ્રોની ડિટેલ લીક કરી, કર્વ્ડ ડિસ્પ્લે અને 80 વૉટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Mi 11 સિરીઝ ફેબ્રુઆરી 2021માં લોન્ચ થઈ શકે છે
  • Mi 11ને ગીકબેન્ચ વેબસાઈટ પર મોડેલ નંબર M2012K11C સાથે જોવા મળ્યો છે

શાઓમીના અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 11 પ્રોની ડિસ્પ્લે અને સ્પેસિફિકેશન ડિટેલ ટિપ્સ્ટરે લીક કરી છે. ટિપ્સ્ટર પ્રમાણે, ફોનમાં QHD+ ડિસ્પ્લે મળશે. તેમાં Mi 10 પ્રો અને Mi 10T પ્રોની સરખામણીને વધારે સારી ડિસ્પ્લે મળશે. આ બંને સ્માર્ટફોનમાં ફુલ HD+ ડિસ્પ્લે મળશે. રિપોર્ટ પ્રમાણે, કંપની Mi 11 પ્રો આગામી વર્ષે લોન્ચ થઈ શકે છે.

એન્ડ્રોઈડ ડિવાઈસ પર ફોકસ્ડ બ્લોગ PlayfulDroidના ટિપ્સ્ટરે Weibo પર પોસ્ટ કરી જણાવ્યું છે કે, Mi 11 પ્રોમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે. તે QHD+ રિઝોલ્યુશન સપોર્ટ કરશે. રિપોર્ટ પ્રમાણે, તેનો રિફ્રેશ રેટ Mi 10 પ્રોના 90Hz રિફ્રેશ રેટથી વધારે, પરંતુ Mi 10T પ્રોના રિફ્રેશ રેટ 144Hzથી ઓછો છે.

રિફ્રેશ રેટ
એક સેકન્ડમાં ડિસ્પ્લે ઉપર કેટલી વાર ઈમેજને પેન્ટ કરવામાં આવે છે, જેને Hzમાં માપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો એક સેકન્ડમાં ડિસ્પ્લે પેનલ કેટલી વાર ડેટા રિફ્રેશ કરે છે તેને રિફ્રેશ રેટ કહેવામાં આવે છે.

Mi 11 પ્રો કેમેરા
ટિપ્સ્ટર પ્રમાણે, આ સ્માર્ટફોનમાં સિંગલ સેલ્ફી કેમેરા મળશે, જે સ્ક્રીનના ટોપ લેફ્ટ કોર્નર પર રહેશે. એવા રુમર્સ પણ છે કે તેમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે.

Mi 11 પ્રોની ડિટેલ સામે આવે તે પહેલાં Mi 11ને ગીકબેન્ચ વેબસાઈટ પર મોડેલ નંબર M2012K11C સાથે જોવા મળ્યો છે. આ બંને સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 875 પ્રોસેસર મળશે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ન્યૂ MIUI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ નવી સિરીઝમાં 48MP અલ્ટ્રા વાઈડ એંગલ સેન્સર મળશે.

ફેબ્રુઆરીમાં લોન્ચ થશે 11 સિરીઝ

  • હાલ શાઓમીની અપકમિંગ Mi 11 સિરીઝ માટે કંપનીએ ઓફિશિયલી કોઈ માહિતી આપી નથી, પરંતુ જે રીતે સિરીઝ માટે વાતો સામે આવી રહી છે અને તેનાં સ્પેસિફિકેશન લીક થઈ રહ્યા છે તેને જોઈને કહી શકાય કે ફેબ્રુઆરી 2021માં તે લોન્ચ થઈ શકે છે.
  • Mi 11 પ્રોની નવી સિરીઝ શાઓમી 80 વૉટ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. કંપનીનો દાવો છે કે, આ ચાર્જરથી 4,000mAhની બેટરી 19 મિનિટમાં ફુલ ચાર્જ થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો