અત્યારે આઈફોનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ આઈફોન લેવાની ઈચ્છા રાખે છે. જો કે, દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ ચોઈસ છે. અલગ બજેટ છે. તો હવે સવાલ એ આવે છે કે આપણા માટે કયો આઈફોન યોગ્ય રહેશે. આઈફોન તો બધા સારા છે, પરંતુ તમારા માટે કયો બેસ્ટ છે એ આજે તમારી જરૂરિયાતના હિસાબથી જણાવીશું.
ઓછા બજેટમાં આઈફોન SE 2020 ખરીદવો
તો સૌ પ્રથમ જેનું બજેટ ઓછું છે, પરંતુ આઈફોન જ લેવો છે તો તમે આઈફોન SE 2020 લઈ શકો છો. સૌથી પહેલા તો એ બજેટ ફ્રેન્ડલી છે અને કોમ્પેક્ટ સાઈઝનો છે. બીજુ કે એપલ ઈકોસિસ્ટમના બધા ફાયદા મળી જશે. ત્રીજું તમને રેગ્યુલર OS અપડેટ તેમાં મળતું રહેશે.
શાનદાર ફીચર્સ માટે આઈફોન 11 ખરીદો
હવે આઈફોન SE લેવાનો વિચાર નથી અને તમે બજેટમાં થોડો વધારો કરી શકો છો અને તમને શાનદાર ફીચર્સની સાથે આઈફોન જ જોઈતો હોય તો તમે આઈફોન 11 લઈ લો. પૈસા વસૂલ ફોન છે. કેમેરા પણ સારો છે. પરફોર્મન્સ એકદમ સારું છે.
વીડિયોગ્રાફીના શોખીન છો તો આઈફોન 13 પ્રો ખરીદો
હવે વાત કરીએ બેસ્ટ ઈન કેમેરાની. બેસ્ટ ઈન પરફોર્મન્સ છે. બેસ્ટ ઈન બેટરી છે. બેસ્ટ ઈન બજેટ પણ છે. એટલે કે બેસ્ટ ઈન એવરીથિંગ છે. તે એ છે આઈફોન 13 પ્રો, કેમ કે તેમાં તમને 6.1 સુપર રેટિના પ્રમોશન ડિસ્પ્લે મળે છે, જે 10Hzથી લઈને 120Hzના રિફ્રેશન રેટની સાથે આવે છે.
સ્ક્રિન પર તમે કેવું કામ કરી રહ્યા છો, શું એક્સેસ કરી રહ્યા છો તે હિસાબથી તેની ડિસ્પ્લે તમારી સ્ક્રિનના રિફ્રેશ રેટને મેનેજ કરે છે. તેની સાથે આઈફોન 13 પ્રોમાં A15 બાયોનિક ચિપ છે. તેમજ 12 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જે ફિલ્મ મેકર્સ માટે જબરદસ્ત ફીચર્સની સાથે આવે છે.
જેમાં પ્રોરેસ (ProRes) રિઝોલ્યુશન પર વીડિયો શૂટ કરવાના ઓપ્શનની સાથે નવા સિનેમેટિક મોડ પણ છે. જેની મદદથી તમે સારુ સિનેમેટિક વીડિયોગ્રાફી કરી શકો છો. તો આઈફોન 13 પ્રો બેસ્ટ ઈન એવરીથિંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.