તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિયરેબલ ગેજેટ:ટાઈમેક્સે લોન્ચ કરી પ્રીમિયમ એક્ટિવ આઈકનેક્ટ સ્માર્ટવોચ, કિંમત અને સ્પેસિફિકેશન જાણો

7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોચ સોફ્ટ સિલિકોન અને ફ્લેક્સિબલ સ્ટેનલેસ સ્ટીલ બેન્ડ ઓપ્શનમાં મળશે
 • ટાઈમેક્સ ઈન્ડિયાની સાઈટ અને ઓથોરાઈઝ્ડ રિટેલર સ્ટોર પર તે અવેલેબલ છે

ટાઈમેક્સ પ્રીમિયમ એક્ટિવ આઈકનેક્ટ સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ થઈ છે. નવી સ્માર્ટવોચ સોફ્ટ સિલિકોન અને ફ્લેક્સિબલ સ્ટેનલેસ સ્ટીલ બેન્ડ ઓપ્શનમાં અવેલેબલ છે. તેમાં કોલ, ટેક્સ્ટ અને કેલેન્ડર ઈવેન્ટ માટે ડાયરેક્ટ નોટિફિકેશન જેવી સુવિધાઓ મળે છે.

આ સિવાય તેમાં હાર્ટ રેટ સેન્સર, સેન્ડેટરી રિમાઇન્ડર, એક્ટિવિટી ટ્રેકિંગ, સ્લીપ ટ્રેકિંગ અને મ્યૂઝિક પ્લેબેક સપોર્ટ મળે છે. આ વોચ IP68 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે. તેમાં 5 કલાકની બેટરી લાઈફ મળે છે.

ટાઈમેક્સ પ્રીમિયમ એક્ટિવ આઈકનેક્ટ સ્માર્ટવોચ: ભારતમાં કિંમત

ભારતમાં આ સ્માર્ટવોચની કિંમત 6,995 રૂપિયા છે, જે સિલિકોન સ્ટ્રિપ વેરિઅન્ટની છે. સ્ટેનલેસ સ્ટીલ મેશ સ્ટ્રિપ વેરિઅન્ટની કિંમત 7,295 રૂપિયા છે. સિલિકોન સ્ટ્રિપનાં બ્લેક અને પિન્ક કલર તો સ્ટેનલેસ સ્ટીલ મેશ સ્ટ્રિપનાં સિલ્વર અને ગોલ્ડ ફિનિશ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

ટાઈમેક્સ પ્રીમિયમ એક્ટિવ આઈકનેક્ટ સ્માર્ટવોચ: ફીચર્સ

 • આ સ્માર્ટવોચમાં રેક્ટેન્ગ્યુલર શેપનું 35mm ડાયલ છે, જે રાઉન્ડ કોર્નર અને ટચસ્ક્રીન ડિસ્પ્લે ધરાવે છે. ડાયલમાં એક મેટલ ફ્રેમ છે, જે IP68 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે.
 • ટાઈમેક્સ પ્રીમિયમ એક્ટિવ આઈકનેક્ટ સ્માર્ટવોચને ટાઈમેક્સ 2 મોબાઈલ એપ 'iConnect'નાં માધ્યમથી કનેક્ટ કરી શકાય છે.
 • ટાઈમેક્સની નવી વોચમાં કોલ, મેસેજ અને કેલેન્ડક ઈવેન્ટ્સના ડાયરેક્ટ નોટિફિકેશન જેવાં ફીચર્સ મળે છે.
 • ડાયલની બેક સાઈડ હાર્ટ રેટ સેન્સર છે, જે હાર્ટ રેટ મોનિટરિંગ કરે છે.
 • વોચમાં સેન્ડેટરી રિમાઈન્ડર, એક્ટિવિટી ટ્રેકિંગ, સ્લીપ ટ્રેકિંગ અને મ્યૂઝિક પ્લેબેક કન્ટ્રોલ જેવાં ફીચર્સ પણ મળે છે.
 • વોચની બેટરી ફુલ ચાર્જ પર 5 દિવસનું બેકઅપ આપે છે.
 • કનેક્ટિવિટી ઓપ્શન માટે તેમાં બ્લુટૂથની સુવિધા મળે છે.
 • વોચની બેક સાઈડ પોગો પિન્સ છે, જે મેગ્નેટિક ચાર્જિંગ માટે આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો