મલ્ટિપલ ગેજેટ:વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે ટાઈમેક્સની અલાર્મ વોચ, તેની ઉપર ફોન રાખતાં જ ચાર્જિંગ શરૂ થશે

એક વર્ષ પહેલા
  • અપકમિંગ ટાઈમેક્સ અલાર્મ વોચનો મોડેલ નંબર TW300 છે
  • વાયરલેસ પાવર કન્સોર્ટિયમ પર તેનું પાવર લેવલ 5W લિસ્ટેડ છે

વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે એક નવી ટાઈમેક્સ અલાર્મ વોચને વાયરલેસ પાવર કન્સોર્ટિયમ દ્રારા સર્ટિફાઈડ કરવામાં આવી છે. આ સર્ટિફિકેશન થોડા દિવસ પહેલાંનું છે, જે હિન્ટ આપે છે કે આ વોચ ટૂંક સમયમાં લોન્ચ થશે. આ સર્ટિફિકેશનમાં અટેચ તસવીરમાં વોચની યુનિક ડિઝાઈન જોવા મળે છે.

વોચની ટોપ પર વાયરલેસ ચાર્જર
ખાસ વાત એ છે કે ટાઈમેક્સની આ અલાર્મ વોચમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે. વાયરલેસ પાવર કન્સોર્ટિયમે વાયરલેસ ચાર્જિંગ ડિવાઈસ સાથે એક ન્યૂ ટાઈમેક્સ અલાર્મ વોચ સર્ટિફાઈડ કરી છે. યુઝર તેમના ફોનને અલાર્મ વોચ ઉપર રાખી તેને ચાર્જ કરી શકશે.

5 વૉટનું પાવર આઉટપુટ
લિસ્ટિંગ સાથે એક ઈમેજ પણ અટેચ છે, જેમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ માટે એક ફ્લેટ સરફેસ સાથે એક સિલિન્ડ્રિકલ ટેબલ ટોપ ડિઝાઈન નજરે પડે છે. સામેની બાજુ ડિસ્પ્લે સ્ક્રીન છે, જે લાલ LED લાઈટમાં સમય જણાવે છે. વાયરલેસ પાવર કન્સોર્ટિયમ પર તેનું પાવર લેવલ 5 વૉટ પર લિસ્ટેડ છે. રજિસ્ટ્રેશનની તારીખ 20 નવેમ્બરની છે.

ટૂંક સમયમાં વોચ લોન્ચ થશે
ટાઈમેક્સની અપકમિંગ વોચનો મોડેલ નંબર TW300 છે. જોકે વોચનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે વોચનું લિસ્ટિંગ થતાં ટૂંક સમયમાં જ તે લોન્ચ થશે તેવી સંભાવના છે.

ટાઈમેક્સે તાજેતરમાં જ તેની સ્માર્ટવોચ લોન્ચ કરી છે
થોડા દિવસ પહેલાં જ ટાઈમેક્સે આઈકનેક્ટ પ્રીમિયમ એક્ટિવ સ્માર્ટવોચને ભારતમાં લોન્ચ કરી છે. તેમાં હાર્ટ રેટ સેન્સર, સેન્ડેટરી રિમાઇન્ડર, એક્ટિવિટી ટ્રેકિંગ, સ્લીપ ટ્રેકિંગ અને મ્યૂઝિક પ્લેબેક સપોર્ટ મળે છે. આ વોચ IP68 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે. તેમાં 5 કલાકની બેટરી લાઈફ મળે છે. ભારતમાં તેની કિંમત 6995 રૂપિયા છે.