ટ્વિટરનું પ્લાનિંગ:ટિકટોક જેવું પ્લેટફોર્મ તૈયાર કરવા શેરચેટ ખરીદવાની તૈયારી, ટિકટોકે લાખો અકાઉન્ટ્સ ડિલીટ કર્યા

2 વર્ષ પહેલા

ભારતમાં ગયા વર્ષે અનેક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમાં ટિકટોક પણ સામેલ છે. હવે ટ્વિટર ભારતમાં શોર્ટ વીડિયો પ્લેટફોર્મ શેરચેટને ખરીદવાના પ્લાન બનાવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, ટ્વિટરને લાગી રહ્યું છે કે મોજ (Moj) શોર્ટ વીડિયો પ્લેટફોર્મ દ્વારા ટિકટોકની જગ્યા લઇ શકાય તેમ છે.

શેરચેટ ખરીદવા કરોડો ડોલરની ઓફર
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ટ્વિટરે શેરચેટ ખરીદવા માટે 90 કરોડ ડોલરના ઇન્વેસ્ટમેન્ટ ઉપરાંત 1.1 અજબ ડોલરની ઓફર આપી છે. અત્યાર સુધી આ વિશે ટ્વિટર કે શેરચેટ તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત થઇ નથી.

ટિકટોકે તેના પ્લેટફોર્મ પરથી 92.4% વીડિયો ડિલીટ કર્યા
શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોકે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, 2020ના બીજા છમાસિકમાં પોલિસી વિરુદ્ધના કન્ટેન્ટને ડિલીટ કર્યા. કંપનીએ આ ડ્યુરેશન દરમિયાન યુઝર્સના રિપોર્ટ પહેલાં 92.4% વીડિયો ડિલીટ કર્યા છે. યુઝરના વ્યૂઝ પહેલાં 83.3% વીડિયો રિમૂવ કરી હતા. પોસ્ટ કર્યાને 24 કલાકની અંદર 93.5% ડિલીટ કર્યા હતા.

9,499,881 સ્પેમ અકાઉન્ટ પણ ડિલીટ કર્યા
અમેરિકામાં ટિકટોક સેફ્ટી સાથે જોડાયેલા માઈકલ બેકરમેને એક પોસ્ટમાં કહ્યું કે, વાયોલેશન ઓફ કમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવા બદલ 6,144,040 અકાઉન્ટ્સ ડિલીટ કર્યા હતા. કંપનીએ 9,499,881 સ્પેમ અકાઉન્ટ્સ પણ ડિલીટ કર્યા હતા. આ અકાઉન્ટ્સ દ્વારા 52,25,800 સ્પેમ વીડિયો પોસ્ટ કર્યા હતા.