વિવાદ / હવે ટિકટોક પર iOS યુઝર્સના ડેટાની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો

TikTok is now accused of spying on iOS users' data
X
TikTok is now accused of spying on iOS users' data

  • યુઝર્સનો આરોપ છે કે ટિકટોક તેમનું ટાઈપિંગ સતત રેકોર્ડ કરે છે
  • યુઝર્સની પાસવર્ડ, ઈમેઈલ સહિતની માહિતીઓ એપ રેકોર્ડ કરે છે
  • ટિકટોક એપ ઓપન ન હોય તો પણ તે યુઝર્સના ક્લિપબોર્ડનો ડેટા કોપી કરી શકે છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 02:23 PM IST

ડેટાચોરીને લઈ ટિકટોક એપ અનેક વખત વિવાદોમાં રહી છે. અનેક વિવાદોની હારમાળામાં હવે તેના પર યુઝરના પર્સનલ ડેટાની જાસૂસી કરવાનો પણ આરોપ લાગ્યો છે. ભારત સહિત વિશ્વના iOS 14 ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સે આ મુદ્દો ઉઠાવ્યો છે.

હાલ iOS14નું બીટા વર્ઝન લોન્ચ થયું છે. યુઝર્સનો આરોપ છે કે ટિકટોક તેમનું ટાઈપિંગ સતત રેકોર્ડ કરી રહ્યું છે. તેમાં પાસવર્ડ, ઈમેઈલ સહિતની માહિતીઓ સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટિકટોકે એપ્રિલ મહિનાથી આ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવી છે પરંતુ હકીકત કઈ બીજી જ સામે આવી રહી છે. iOS 14માં ક્લિપબોર્ડમાં નવુ ફીચર ઉમેરાયું છે. તેનાથી યુઝર્સ ટેક્સ્ટ કે ઈમેજ કોપી કરી અન્ય એપમાં પેસ્ટ કરી શકે છે. ટિકટોક એપ ઓપન ન હોય તો પણ તે યુઝર્સના ક્લિપબોર્ડનો ડેટા કોપી કરી શકે છે. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે  ટિકટોક પાસવર્ડ, ઈમેઈલ, ડોક્યુમેન્ટ્સ સહિતની અનેક અંગત માહિતી જોઈ શકે છે.

આ વિવાદ સામે આવતા જ એપલે તેની ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફાર લાવીને નવું ફીચર ઉમેર્યું છે. આ  ફીચર એપ ક્લિપબોર્ડનો ડેટા કોપી કરી રહી છે કે કેમ તેની નોટિફિકેશન આપે છે. જેર્મી બર્જ નામના ટ્વિટર યુઝરે તેનો વીડિયો શેર કર્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી