ટ્રુકોલરની નવી ઓપન ડોર્સ એપ લોન્ચ:આની મદદથી મિત્રો વચ્ચેની ગોસિપ મજેદાર બની જશે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રુકોલરે એન્ડ્રોઇડ અને iOS ડિવાઈસીસ માટે નવી એપ્લિકેશન ‘ઓપન ડોર્સ’ લોન્ચ કરી છે. આ એક લાઇવ ઓડિયો એપ છે. જે ઓડિયો સોશિયલ એપ ક્લબ હાઉસની જેમ કામ કરે છે. આ એપ્લિકેશન નવા અને જૂના બંને ટ્રુકોલર્સ યુઝર્સ માટે છે. આવામાં યૂઝર્સ સુરક્ષિત અને ગુપ્ત રીતે વાતચીત કરી શકે છે. આ એપ્લિકેશન સ્ટોકહોમ અને ભારતની વિશેષ ટીમે સંયુક્ત રીતે વિકસિત કરી છે. યૂઝર્સને આ એપનો એક્સેસ ફ્રીમાં મળશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ઓપન ડોર્સ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો?
ઓપન ડોર્સ એપ્લિકેશનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. જો તમે પહેલેથી જ ટ્રુકોલર એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમે ફક્ત એક ટેપથી સાઇન-ઇન કરી શકો છો. જો તમે ટ્રુકોલર યુઝર નથી તો તમારો ફોન નંબર ફક્ત મિસ્ડ કોલ અથવા OTP દ્વારા જ ચકાસવામાં આવશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારો કોન્ટેક્ટ અને ફોનની પરમિશન જરુરી રહેશે.

યુઝર્સને એકબીજાનાં નંબર નહીં દેખાય
ઓપન ડોર્સ એપ સાથે વાત કરતાં યુઝર્સ એકબીજાનાં ફોન નંબર જોઇ શકશે નહીં. વાતચીત દરમિયાન યૂઝર્સ પોતાની ઈચ્છાથી વાતચીતને વચ્ચેથી છોડી શકે છે. તમારાં મિત્રો નોટિફિકેશન દ્વારા અથવા તમારાં વતી શેર કરેલી લિંક પર ક્લિક કરીને વાતચીતમાં જોડાઈ શકે છે.

અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓને પણ સપોર્ટ કરશે
ઓપન ડોર્સ હવે અંગ્રેજી, હિન્દી, સ્પેનિશ, લેટિન અને ફ્રેન્ચમાં ઉપલબ્ધ થશે. કંપનીનું કહેવું છે, કે ટૂંક સમયમાં તેમાં નવી ભાષાઓ પણ ઉમેરાશે. ઓપન ડોર્સની બધી વાતચીત રીયલ ટાઈમની હોય છે. ટ્રુકોલરની જેમ જ તે પણ કોમ્યુનીટીમાંથી કામ કરે છે. તે દરેક જગ્યાએ સંગ્રહિત કરી શકાતું નથી અને તમારી જાણ બહાર કોઈ તેને સાંભળી શકશે નહીં.

આ એપ્લિકેશનમાં તમારાં સંપર્કમાં રહેલાં લોકો સાથે નજીકનું જોડાણ બનાવવું, લોકો શું કહે છે તેના પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સુવિધા તેમજ એપ્લિકેશન તમને નવી વાતચીતની જાણ કેવી રીતે કરે છે? તેના પર કંટ્રોલ કરવા જેવાં કેટલાક ઈનોવેટિવ ફિચર્સ પર પહેલેથી જ કામ કરી રહી છે.