તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • This Will Give More Search Results, The Information Of The Users Will Be Safe With The Extension In The Browser.

સર્ચ એન્જિન્સ મર્જ:ગૂગલ અને એપલ સહિત કુલ 4 કંપનીઓ તેમનાં સર્ચ એન્જિન મર્જ કરશે, તેનાથી બ્રાઉઝરમાં યુઝર્સનો ડેટા સેફ રહેશે અને પહેલાં કરતાં વધારે રિઝલ્ટ મળશે

5 દિવસ પહેલા
  • Cnetના રિપોર્ટ પ્રમાણે એપલ, માઈક્રોસોફ્ટ અને ગૂગલ બ્રાઉઝરમાં એક્સટેન્શન વધારે સારું બનાવવા માટે એક સાથે કામ કરી રહી છે
  • તમામ કંપનીઓએ તેમનાં એન્જિનિયર્સને એક સાથે મળી સુરક્ષિત એક્સટેન્શન બનાવવા માટે કીધું છે

અત્યાર સુધી ગૂગલ ક્રોમ, એપલ સફારી, માઈક્રોસોફ્ટ એજ અને મોઝિલા ફાયર ફોક્સ સર્ચ એન્જિન અલગ અલગ કામ કરતાં હતા. આ ચારેય સર્ચ એન્જિન હવે મર્જ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આ તમામ એક બીજાના કોમ્પિટિટર હતા હવે ચારેય કંપની યુઝરને સારો એક્સપિરિઅન્સ આપવા એક સાથે કામ કરશે. Cnetના રિપોર્ટ પ્રમાણે આ કંપનીઓ બ્રાઉઝરમાં એક્સટેન્શન વધારે સારું બનાવવા માટે એક સાથે કામ કરી રહી છે.

એક્સટેન્શનને ટોપ બ્રાઉઝર સાથે અટેચ કરવામાં આવ્યું છે. તેને તમામ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. રિપોર્ટ પ્રમાણે, આ ચારેય કંપનીઓએ વર્લ્ડ વાઈડ વેબ કન્સોર્ટિયમમાં એક સાથે જવાનો નિર્ણય લીધો છે.

હવે સર્ફિંગ વધુ સુરક્ષિત બનશે
આ તમામ કંપનીઓએ તેમનાં એન્જિનિયર્સને એક સાથે મળી સુરક્ષિત એક્સટેન્શન બનાવવા માટે કીધું છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ લેવલના એક્સટેન્શન મોડેલ પર કંપની કામ કરી છે. તેનાથી કંપનીને એક ઓનલાઈન પ્લેટફોર્મ વેબ એક્સટેન્શન કમ્યુનિટી ગ્રુપ મળશે.

WECG (વ્હોટકોમ ઈમર્જન્સી કમ્યુનિકેશન ગ્રુપ)એ માલુમ કર્યું છે કે, બ્રાઉઝરને વેચનારા અને અન્ય પાર્ટી સામાન્ય બ્રાઉઝર એક્સટેન્શન પ્લેટફોર્મ પર એક સાથે કામ કરી શકે છે.

સર્ચિંગ પર વધારે રિઝલ્ટ મળશે
આ ચારેય કંપનીઓ એક સાથે કામ કરી રહી છે તેનું મોટું કારણ એ છે કે, ડેવલપર્સ માટે એક્સટેન્શન સરળ બનાવવું. કન્સિસટેન્ટ મોડેલ, API અને પરમિશનનો સામાન્ય કોર હશે. આ સિવાય કંપની એક્સટેન્શનનાં માધ્યમથી બ્રાઉઝિંગને સેફ કરવાનો પ્લાન બનાવી રહી છે. આ 4 કંપનીઓની બ્રાઉઝર ટીમ એક એવું આર્કિટેક્ચરની આઉટલાઈન તૈયાર કરશે જે પર્ફોર્મન્સ વધારશે. તેનો દુરુપયોગ નહિ થઈ શકે. તે એકદમ સુરક્ષિત હશે. તેમાં સર્ચ કરવા પર વધારે રિઝલ્ટ મળશે. હાલ તેને યુઝર્સ સુધી પહોંચવામાં સમય લાગશે.