• Gujarati News
  • Utility
  • Gadgets
  • This Subscription Plan Will Allow You To Create Custom Links For Your Business Along With Linking Up To 10 Devices.

વ્હોટ્સએપ પ્રીમિયમ:આવી રહ્યું છે વ્હોટ્સએપનું પ્રીમિયમ વર્ઝન, એકસાથે 10 ડિવાઇસમાં વાપરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વનું સૌથી મોટું મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ એટલે કે WhatsApp Premiumનું પરીક્ષણ કરી રહ્યું હોવાના અહેવાલ છે. એપ્લિકેશન સાથે સંબંધિત અપડેટ્સને ટ્રેક કરતી ટેક વેબસાઇટ WABetainfoના જણાવ્યા મુજબ WhatsApp Business માટે નવા મોડેલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં તમારા બિઝનેસને આગળ વધારવા માટે અમુક ફીચર્સ આપવામાં આવશે, જેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. અહેવાલો એમ પણ સૂચવે છે કે, WhatsApp Business યુઝ કરતાં લોકો એપ્લિકેશનના કરન્ટ વર્ઝન સાથે જ WhatsApp Premium.નો ઉપયોગ કરી શકે છે.

WhatsApp ના Premium ફીચરે એપ્રિલની શરૂઆતમાં જ હેડલાઇન્સ બનાવી હતી અને અહેવાલ મુજબ કંપનીઓને પ્રીમિયમ પ્લાન સબ્સ્ક્રાઇબ કર્યા પછી ૧૦ ડિવાઇસમાં વ્હોટ્સએપ એકસાથે લિંક કરવાની મંજૂરી આપશે. WABetainfoના જણાવ્યા મુજબ વ્હોટ્સએપ પ્રીમિયમનું હાલમાં એન્ડ્રોઇડ, ડેસ્કટોપ અને IOS ડિવાઇસ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ સેવા ફક્ત business એકાઉન્ટ્સ માટે જ વિકસાવવામાં આવી છે. જોકે, સબ્સ્ક્રિપ્શન્સ વિશે હજુ વધુ માહિતી મળી નથી પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ મોડેલ WhatsApp Business યુઝર્સ માટે ઘણાં બધા ફીચર્સ લોન્ચ કરશે.

WhatsApp Premium સંભવિત ફીચર્સ

  • ટેક પોર્ટલે જણાવ્યું છે કે, પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન એકાઉન્ટ્સને ચાર ડિવાઇસની મર્યાદાને દૂર કરીને 10 ડિવાઇસીસને એકસાથે લિંક કરવાની સુવિધા આપવામાં આવશે.
  • આ મેસેજિંગ પ્લેટફોર્મ યુઝર્સને અનન્ય કસ્ટમ બિઝનેસ લિંક્સ બનાવવાની મંજૂરી પણ આપશે. આ કસ્ટમ લિંક્સનો ઉપયોગ બિઝનેસ કરતાં લોકોનો ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે થઈ શકે છે.
  • આ કસ્ટમ લિંક શોર્ટ લિંક જેવો જ હેતુ પૂરો પાડે છે જોકે, કસ્ટમ લિંક બિઝનેસની રિકોલ વેલ્યુમાં વધારો કરશે અને તેમના બ્રાન્ડિંગમાં પણ મદદ કરશે. પોતાના ગ્રાહકોને એક મૂલ્યવાન અનુભવ આપવા માટે વ્હોટ્સએપ નિરંતર કંઈક નવું લાવ્યા રાખે છે.
  • આ અઠવાડિયાની શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે, મેસેજિંગ એપ્લિકેશન એક નવા ફીચર પર કામ કરી રહી છે, જે યુઝરને અન્ય ગ્રુપ મેમ્બર્સને જાણ થયા વિના ગ્રુપમાંથી EXIT કરવાની મંજૂરી આપશે.
  • આ તમામ અપડેટ્સ ડેવલપમેન્ટના જુદા-જુદા તબક્કામાં લોન્ચ થશે એવું માનવામાં આવે છે. કેટલાક ફીચર્સ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકશે તો કેટલાક ફીચર્સ માટે તમારે હજુ થોડી રાહ જોવી પડશે.