જો તમે પણ ઓછી કિંમતે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો? તો તમે 10 હજારથી ઓછી કિંમતમાં નોકિયાએ લેટેસ્ટ ફીચરવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નોકિયાએ ભારતીય માર્કેટમાં 'નોકિયા C12 પ્રો' લોન્ચ કર્યો છે, આ ફોનની કીંમત ફક્ત 6,999 રૂપિયા છે. નોકિયાનો આ ઓછી કિંમતનો ફોન અનેક ફોનને કિંમતની બાબતે ટક્કર આપી શકે છે. આ ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર અને 2GB વર્ચ્યુઅલ રેમની સાથે-સાથે 6.3 ઇંચની HD+ ડિસ્પેલ પણ આપવામાં આવી છે.
ફરી એકવાર નોકિયા કંપની મોબાઇલની દુનિયામાં પકડ મજબુત કરવા માટે એકથી એક ચડિયાતા ફોન બજારમાં લોન્ચ કરી રહી છે. કંપનીએ 'નોકિયા C12 પ્રો'ને બે મેમરી વેરિયન્ટમાં લોન્ચ કરશે. કંપનીએ આ ફોનના 2GB RAM + 64GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 6,999 રૂપિયા રાખી છે જ્યારે 3GB RAM + 64GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 7,499 રૂપિયા રાખી છે. ફોનના સ્ટોરેજને માઇક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.
જે લોકો આ ફોન ખરીદવા માગે છે તે લોકો ઇકોમર્સ સાઈટ, nokia.com અને રિટેલ સ્ટોર પરથી પણ ફોનની ખરીદી કરી શકે છે. આ ફોનમાં કલર માટે ત્રણ વિકલ્પ જેવા કે, લાઈટ મિંટ, ચારકોલ, ડાર્ક સિયાનમાં ઉપલબ્ધ છે.
આવો જાણીએ ફોનના સ્પેસિફિકેશન
કંપનીએ 60 વર્ષમાં પહેલીવાર લોગો બદલ્યો
'નોકિયા' કંપનીએ 60 વર્ષ બાદ પોતાનો લોગો બદલ્યો છે. જ્યારે જૂનો લોગો ડાર્ક રંગનો હતો, ત્યારે નવા લોગોમાં ટેક્સ્ટનો કલર બ્લૂની સાથે-સાથે સફેદ છે. જેમાં 'નોકિયા' શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ નવા આકારમાં કરવામાં આવ્યો છે. આ લોગો 2024માં આવનારા ફોન સાથે લોન્ચ કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.