ટેક ન્યુઝ:Redmi નો આ સ્માર્ટફોન માત્ર 10 જ દિવસના યુઝમાં થયો બ્લાસ્ટ! યુઝરે મોટો દાવો કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના નિરંતર અહેવાલો આવી રહ્યા છે, પરંતુ આજે મોબાઈલ બ્લાસ્ટના એક આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, અગાઉ OnePlus Nord 2 સ્માર્ટફોનમાં પણ બ્લાસ્ટ થવાના અહેવાલ હતા, પરંતુ હવે રેડમીનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.

ટ્વિટર પર એક યુઝરે આ અંગે દાવો કર્યો છે. યુઝર્સ એવો દાવો કરે છે કે, તેનો નવો સ્માર્ટફોન Redmi Note 11 Pro Plus 5G 10 દિવસ સુધી ઉપયોગ કર્યા બાદ જ વિસ્ફોટ થયો. તેણે ટ્વીટમાં કંપનીને ટેગ પણ કર્યું છે. સુભાષ મકવાણા નામના યુઝરે ટ્વિટર પર આ અંગે ફરિયાદ કરી છે. ટ્વિટર યુઝર સુભાષે આ ફોન બ્લાસ્ટ થયો હોવાનો દાવો કરવાની સાથે અસરગ્રસ્ત ફોનના અમુક ફોટા પણ શેર કર્યા છે. આમાં તમે ફોનની ખરાબ હાલત પણ જોઈ શકો છો.

સુભાષ સાથે આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, તેમનો ફોન ચાર્જમાં છે. જ્યારે તેને કંઈક બળતું લાગ્યું ત્યારે તેણે જઈને તપાસ કરી તો તેનો મોબાઈલ સળગી રહ્યો હતો. તેણે ચાર્જ દરમિયાન ફોન ગરમ થવાની વાત પણ કરી હતી. Xiaomi દ્વારા આ વિશે કહેવામાં આવ્યું હતું કે તે સતત ગ્રાહકના સંપર્કમાં છે. જેવી કોઈ નવી માહિતી આના પર આવશે, તેને અહીં પણ અપડેટ કરવામાં આવશે. ટ્વિટર પર સુભાષની પોસ્ટ પર લોકો વિવિધ વાતો કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તે શંકાસ્પદ લાગે છે કારણ કે ફોન ફક્ત ઉપરની બાજુથી જ વિસ્ફોટ થયો છે. જો કે, જ્યાં સુધી કંપની તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી તેનું નિવેદન જાહેર ન કરે ત્યાં સુધી આ અંગે કંઈ કહી શકાય નહીં.