ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર તમે ઘણા એવા વીડિયો જોયા હશે કે, જેમાં યૂઝર્સ અજાણ્યા લોકો સાથે ઓનલાઈન વાતચીત કરે છે. ખરેખર, એવા ઘણા પ્લેટફોર્મ છે કે, જેના પર લોકો અજાણ્યા લોકો સાથે વાત કરે છે પણ તેમાં એક પ્લેટફોર્મ છે, જે ખૂબ જ લોકપ્રિય છે, જેને Omegle કહેવામાં આવે છે. કદાચ તમે ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર લોકોની વાતચીતનાં જે વીડિયો જોયા હશે તે પણ આના જ હોઈ શકે.
એક સમયે લોકો ફેસબુક પર પણ એટલા માટે જ સ્વિચ થયા હતાં કારણ કે, અહીં તેમને ઘણા લોકો સાથે વાત કરવાની તક મળી હતી અને એટલે જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોતાનાં સેક્ટરમાં દબદબો જાળવી રાખ્યો છે. હવે જ્યારે લોકો મેસેજથી લઈને વીડિયો કોલિંગ સુધી આવી ગયા છે. આવી સ્થિતિમાં Omegle વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી
Omegleનો ઉપયોગ કરવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તેની વેબસાઇટ લગભગ તમામ વર્ઝન પર કામ કરે છે. તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ નવા લોકોને મળવા અને તેમની સાથે વાતચીત કરવા માટે કરી શકો છો. જેવા તમે પ્લેટફોર્મ પર લોગ-ઇન કરો છો, તે તમને અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જોડે છે જેની સાથે તમે વાત કરી શકો છો.
તમે તમારા મનપસંદ લોકોને અહીં શોધી શકો છો
યૂઝર્સ ઇચ્છે તો આ પ્લેટફોર્મ પર પોતાનો પસંદ પણ ઉમેરી શકે છે, જેથી તમે સમાન રુચિ ધરાવતા લોકો સાથે કનેક્ટ થઈ શકો. યૂઝર્સની સલામતી માટે તમારું નામ અને અન્ય વિગતો ચેટમાં દેખાતી નથી. હા, યુઝર્સ ઇચ્છે તો પોતાની માહિતી કોઇની પણ સાથે શેર કરી શકે છે, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકોને આવું ન કરવાની સલાહ આપે છે.
ઉંમર 18 વર્ષ હોવી જોઈએ
સારી વાત એ છે કે, તમે જ્યારે ઇચ્છો ત્યારે ચેટને બંધ કરી શકો છો. સૌથી વિશેષ વાત એ છે કે, આ એપ પર ચેટ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. આ પ્લેટફોર્મ પર વાત કરવા માટે તમારે લોગ-ઈન કરવાની પણ જરૂર નથી. હવે પ્રશ્ન એ છે કે, શું આ પ્લેટફોર્મ પર ચેટ કરવી સેફ છે?
શા માટે ઘણા લોકો એપ્લિકેશનનો ઉપયોગ ન કરવાની ભલામણ કરે છે?
ઘણા લોકો પ્લેટફોર્મ પર અજાણ્યા લોકો સાથે કનેક્ટ ન થવાની સલાહ આપે છે. આના ઘણા કારણો છે. કોઈ તમારા વીડિયોનો દુરુપયોગ કરી શકે છે. આ સાથે જ પ્લેટફોર્મ યૂઝર્સની ડિટેલ શેર નથી કરતું માટે જો તમે ફ્રોડનો શિકાર થયા છો તો દોષીને શોધવા મુશ્કેલ છે. આ સાથે જ અનેક લોકો આ પ્લેટફોર્મનો દુરુપયોગ પણ કરી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.