• Gujarati News
  • Utility
  • Gadgets
  • This Phone With Powerful Processor Will Charge In 20 Minutes, Will Compete With OnePlus, Price Starts From Rs 49,999

આઈકુ 9T લોન્ચ:દમદાર પ્રોસેસરવાળો આ ફોન 20 મિનિટમાં જ ચાર્જ થશે, વનપ્લસ સાથે થશે ટક્કર, કિંમત 49,999 રૂપિયાથી શરૂ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઇકુએ ભારતીય બજારમાં ફ્લેગશિપ ફીચર્સ સાથે આઇકુ 9T મોબાઈલ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ બ્રાન્ડનું સૌથી મજબૂત પ્રોસેસર છે, સાથે જ 120W ફાસ્ટ ચાર્જ સપોર્ટ અને AMOLED ડિસ્પ્લે જેવા ઘણાં ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 4700mAhની બેટરી આપવામાં આવે છે અને એવો દાવો કરવામાં આવ્યો છે, કે આ સ્માર્ટફોન 8 મિનિટમાં 0 થી 50% ચાર્જ થઈ જાય છે અને 20 મિનિટમાં ફોન ફુલ ચાર્જ થઈ જશે. આ સ્માર્ટફોન વનપ્લસ 10T સાથે 16MP સેલ્ફી કેમેરા સાથે સ્પર્ધા કરશે. તેની કિંમત પણ 49,999 રૂપિયા હોઈ શકે છે. આ સ્માર્ટફોન આવતીકાલે લોન્ચ થશે.

આઈકુ 9Tની ભારતમાં કિંમત
8GB રેમવાળા આઇકુ મોબાઇલ ફોનનાં 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. તે જ સમયે 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ ઓફર કરતાં વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે. આ હેન્ડસેટનો સેલ 4 ઓગષ્ટથી એમેઝોન પર શરૂ થશે અને આજે બપોરે 12:30 વાગ્યાથી કંપનીની ઓફિશિયલ સાઈટ પર ઉપલબ્ધ થશે. આઇકુ 9Tબ્લેક (આલ્ફા) અને વ્હાઇટ (બીએમડબલ્યુ લિજેન્ડ એડિશન) કલરમાં લોન્ચ કરવામાં આવશે.

આઈકુ 9Tની વિશેષતાઓ

  • આઈકુ સ્માર્ટફોન 6.7-ઇંચ ફુલ-HD+ AMOLED (1080x2400px) ડિસ્પ્લે ધરાવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1500 નીટ્સ પીક બ્રાઇટનેસ ઓફર કરશે.
  • આ સ્માર્ટફોન HDR 10+ સપોર્ટ ઓફર કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ-12 પર આધારિત Funtouch Os12 પર કામ કરે છે.
  • આ સ્માર્ટફોનની પાછળની પેનલ પર ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, 50-MPનો ISOCELL GN5 પ્રાઇમરી કૅમેરો, 13-MPનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 12-MPનો પોટ્રેટ કૅમેરા સેન્સર સાથે જ સેલ્ફી માટે 16-MPનો ફ્રન્ટ કેમેરા સેન્સર ઉપલબ્ધ છે.
  • ક્વોલકોમ સ્નેપડ્રેગન 8+ જનરેશન-1 ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે. આ સિવાય ફોનમાં તમને લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી મળશે, જે ગેમિંગ દરમિયાન તમારાં ફોનમાં જનરેટ થતી ગરમીને ઠંડુ કરવાનું કામ કરશે.
  • 120W ફ્લેશચાર્જ સપોર્ટ સાથે 4700mAhની બેટરી આપવામાં આવી છે, એવો દાવો કરવામાં આવે છે કે, આ સ્માર્ટફોન 8 મિનિટમાં 0 થી 50% સુધી ચાર્જ થઈ જાય છે અને ફોન 20 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.
  • કનેક્ટિવિટી વિકલ્પોમાં WiFi, 5G, GPS, OTG, FM રેડિયો, 3.5mm હેડફોન જેક અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. સુરક્ષા માટે આ સ્માર્ટફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.