સ્પેનના બાર્સીલોનામાં ચાલી રહેલી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2023 ઈવેન્ટમાં ટેક કંપની રિયલમીએ પોતાનો નવો સ્માર્ટફોન Realme GT3 લોન્ચ કરી દીધો કર્યો છે. આ 5જી સ્માર્ટફોનને 240 વોટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનને 240W સુપરવુક ચાર્જ નામ આપ્યું છે. આ ચાર્જિંગ પાવરથી ફોનની બેટરી માત્ર 4 મિનિટમાં 0-50 ટકા અને 9 મિનિટ 30 સેકન્ડમાં 0-100 ટકા ચાર્જ કરી શકાય છે. આ સાથે જ જો તમે આ ફોન 30 સેકન્ડ માટે ફોન ચાર્જ કરો છો તો 2 કલાક સુધી કોલિંગ કરી શકાય છે. પાવર બેકઅપ માટે સ્માર્ટફોનમાં 4,600 mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન પલ્સ વ્હાઇટ અને બૂસ્ટર બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
આવો જાણીએ શું છે કિંમત
કંપનીએ આ સ્માર્ટફોનને 5 વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. જેમાં 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ, 16 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ, 16 જીબી રેમ + 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ + 1ટીબી સ્ટોરેજનો સમવેશ કરવામાં આવે છે. ફોનની શરૂઆતી કિંમત 649 ડોલર એટલે કે લગભગ 53,500 રૂપિયા છે. કંપની દ્વારા અન્ય વેરિયન્ટની કિંમતો પછીથી જાહેર કરવામાં આવશે.
આ રહ્યાં રિયલમી GT3 240Wના સ્પેસિફિકેશન
હાર્ડવેર અને સોફ્ટવેર : આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8+ જેન 1 ઓક્ટા-કોર પ્રોસેસર છે, જે 4 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનાવવામાં આવ્યું છે. હેવી ટાસ્ક અને ગેમિંગ દરમિયાન ફોનને ઠંડો રાખવા માટે તેમાં સ્ટેનલેસ સ્ટીલ વેપર કૂલિંગ સિસ્ટમ મેક્સ 2.0 આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર રિયલમીUI 4.0 ઇન્ટરફેસ સિસ્ટમ સાથે મળીને કામ કરે છે.
કેમેરા : Realme GT3ની રિયર પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે. જેમાં 50 એમપી સોની IMX890 પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યું છે જે OIS સુવિધાથી સજ્જ છે. આ સાથે જ ફોનમાં 8MP અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MP માઇક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરો છે.
ડિસ્પ્લે : જો ડિસ્પ્લે વિશે વાત કરવામાં આવે તો સ્માર્ટફોનમાં 2772 x 1240 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.74 ઇંચની મોટી 1.5K ડિસ્પ્લે આપવામાં આવી છે. OLED પેનલ પર બનેલી સ્ક્રીનનો રિફ્રેશ રેટ 144Hz છે. ડિસ્પ્લેમાં 1500 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ, 1400 નીટની પીક બ્રાઇટનેસ, 1.07 બિલિયન કલર સપોર્ટ અને 5,000,000: 1 કોન્ટ્રાસ્ટ રેશિયો જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
કનેક્ટિવિટી : કનેક્ટિવિટી ફીચર્સમાં ચાર્જિંગ અને ડેટા સિન્ક માટે 5G, 4G LTE,, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, GPS અને USB ટાઇપ-C પોર્ટ સામેલ છે. સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનના ડાયમેન્શન 163.85 X 75.75 X 8.9mm છે અને વજન 199 ગ્રામ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.