ટેક ન્યૂઝ:ફક્ત 9 મિનિટમાં જ ફુલ ચાર્જ થઈ જશે આ ફોન, શરૂઆતની કિંમત 13,600 રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

Redmiની નવી સિરીઝ લોન્ચ થઇ ચૂકી છે. હાલ તો આ ચીનમાં જ આ સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ નવી સિરીઝમાં Redmi Note 12, Note 12 Pro અને Note 12 Pro+ છે. આ સિવાય Redmi નોટ 12 પ્રો એક્સપ્લોરર એડિશન અને Redmi નોટ 12 ટ્રેન્ડ એડિશન પણ લોન્ચ કરવામાં આવી છે. રેડમીના આ નવા ફોનમાં 12 જીબી સુધીની રેમ અને 210W સુધીનું ચાર્જિંગ પણ સાથે આવે છે. આ સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે આ ચાર્જિંગ ટેક્નોલોજી ફોનને 9 મિનિટમાં ફુલ ચાર્જ કરે છે. તો 200MP સુધીનો પ્રાઈમરી કેમેરા પણ આપવામાં આવ્યા છે.

જો ફોનની કિંમત વિશે વાત કરવામાં આવે તો Redmi Note 12ની કિંમત આશરે 13,600, Note 12 Proની કિંમત 19,300 અને Note 12 Pro+ની કિંમત આશરે 23 હજાર રૂપિયા છે. રેડમી નોટ 12 પ્રો એક્સપ્લોરર અને ટ્રેડ એડિશન 8જીબી રેમ અને 256 જીબી ઈન્ટર્નલ સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં છે, જેની કિંમત અનુક્રમે 27 હજાર અને 29,500 રૂપિયા છે.

Redmi Note 12ના રહ્યા ફીચર અને સ્પેસિફિકેશન
કંપની દ્વારા આ ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચની ફુલ HD સેમસંગ ડિસ્પ્લે આપે છે. ફોનની આ ડિસ્પ્લે 120Hzના રિફ્રેશ રેટ અને 240Hzના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. તો આ ફોનમાં 8GB સુધીની RAM અને 256GB સુધીની ઇન્ટર્નલ સ્ટોરેજનો પણ સમાવેશ કરવામાં આવે છે. બેસ્ટ ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં બે કેમેરા આપવામાં આવ્યા છે, જે પૈકી એક કેમેરો 48-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને બીજા કેમેરામાં 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. કંપની આ ફોનમાં 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ઓફર કરી રહી છે. 512GB સુધીના માઇક્રો SD કાર્ડને સપોર્ટ કરતા આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

Redmi Note 12 Proના ફીચર અને સ્પેસિફિકેશન
આ ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચની ફુલ HD ડિસ્પ્લે છે. ફોનની આ ડિસ્પ્લે 120Hzના રિફ્રેશ રેટ અને 240Hzના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. આ ફોનમાં 12GB સુધી LPDDR4x RAM અને 256 GB સુધી UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો મેઇન કેમેરાની સાથે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર સાથે ઓફર કરી રહી છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોનમાં 5000mAh બેટરી છે, જેમાં 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Note 12 Pro+ના આ રહ્યા ફીચર
આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે 6.67 ઇંચનું ફુલ એચડી OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનું પિક બ્રાઇટનેસ 900 નિટ્સનું છે. 12 GB સુધી LPDDR4x રેમ ધરાવતા આ ફોનમાં MediaTek Dimensity 1080 ચિપસેટ લગાવેલો છે. ફોટોગ્રાફી માટે કંપની આ ફોનમાં 200 મેગાપિક્સલનો મેઈન કેમેરા આપી રહી છે. આ સિવાય અહીં 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા અને 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા સામેલ છે. સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી રહ્યો છે.Redmi Note 12 Pro+ 5000mAh બેટરી સાથે આવે છે. આ બેટરી 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

રેડમી નોટ 12 એક્સપ્લોરર એડિશનમાં 210 વોટ ફાસ્ટ ચાર્જિંગ કંપની ઓફર કરી રહી છે. આ ફોનમાં આપવામાં આવેલી બેટરી 4300mAh છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજી ફોનની બેટરી 9 મિનિટમાં 0થી 100% સુધી ચાર્જ કરે છે.