તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • This Phone Has A Strong Battery Of 6,000mAh, The Company Claims That You Can Listen To Songs For More Than 5 Hours On 5% Charging

ન્યૂ લોન્ચ:6,000mAhની બેટરી અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ 'રિયલમી C25s' સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹9999

6 દિવસ પહેલા
  • કંપનીનો દાવો છે કે 5% ચાર્જમાં 5 કલાક 39 મિનિટ સુધી સોન્ગ્સ સાંભળી શકાય છે
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
  • ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા છે

રિયલમીએ તેનો અફોર્ડેબલ સ્માર્ટફોન 'રિયલમી C25s'ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન રિયલમી C25નું અપગ્રેડેડ વર્ઝન છે. તેને એપ્રિલ મહિનામાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. 'રિયલમી C25s'સ્માર્ટફોન મીડિયા ટેક હીલિયો G85 SoC પ્રોસેસર, 6,000mAhની બેટરી અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે.

'રિયલમી C25s'ની કિંમત અને ઉપલબ્ધતા
ફોનનાં 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. તો 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રુપિયા છે. ફોનનાં વૉટર બ્લૂ અને વૉટર ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 9 જૂનથી ફોનની ખરીદી કંપનીની વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે.

'રિયલમી C25s'નાં સ્પેસિફિકેશન

  • ડિસ્પ્લે: આ ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની HD+ LCD ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 720x1,600 પિક્સલ છે. ફોનનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 88.7% છે. તેને TUV રીનલેન્ડ સર્ટિફિકેશન મળેલું છે. તે 570 નિટ્સની બ્રાઈટનેસ સપોર્ટ કરે છે.
  • કેમેરા: ફોનમાં 13MP (પ્રાઈમરી લેન્સ)+ 2MP(બ્લેક એન્ડ વ્હાઈટ સેન્સરે)+2MP (મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • બેટરી: ફોન 6,000mAhની બેટરીથી સજ્જ છે. તે 18 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે 5% ચાર્જમાં 5 કલાક 39 મિનિટ સુધી સોન્ગ્સ સાંભળી શકાય છે. આ ફોનમાં 2 દિવથી વધારે સમયનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે. તેનાથી સતત 2 કલાક 52 મિનિટ સુધી કોલિંગ કરી શકાય છે. સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.