• Gujarati News
  • Utility
  • Gadgets
  • This Human like Robot Ameca Answers Your Every Question, Even With Facial Expressions, Find Out Its Features.

મળો આ માણસ જેવા દેખાતા રોબોટને:તે તમારા દરેક સવાલનો જવાબ આપશે અને તે પણ ફેશિયલ એક્સપ્રેશન સાથે, જાણો તેની ખાસિયતો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેકા રોબોટમાં હ્યુમન લાઈક AI બોડી AI x ABનો ઉપયોગ થયો છે
  • અમેકા એકદમ માણસો જેવા હાવભાવ સાથે વાત કરી શકે છે

દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શૉ CES (કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ) 2022માં યુનિક ગેજેટ્સ રજૂ થયાં. તેમાં એક હ્યુમન રોબોટ Ameca (અમેકા)એ સૌનું ધ્યાન ખેંચ્યું. અમેકાને રોબોટનો ફ્યુચર ફેસ માનવામાં આવી રહ્યો છે. રોબોટને એક મહિલાનો ચહેરો અપાયો છે. અમેકાની ખાસ વાત એ છે કે તે માણસોની જેમ વાતચીત કરી શકે છે એ પણ ફેશિયલ એક્સપ્રેશન સાથે.

રોબોટની કન્વર્ઝેશન વાઈરલ થઈ

CES 2022માં આ રોબોટ ટોક ઓફ ધ ટાઉન રહ્યો. શૉ દરમિયાન રોબોટ સાથેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોબોટને સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

રોબોટની કન્વર્ઝેશન
સવાલ:
શું તને ભગવાન પર ભરોસો છે?
જવાબ: હું કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ નથી રાખતી.

સવાલ: તારું નામ શું છે?
જવાબ: મારું નામ અમેકા છે. તમારું નામ શું છે?

સવાલ: શું તું મને જોઈ રહી છે?
જવાબ: હા

સવાલ: મારા જેકેટનો કલર શું છે?
જવાબ: તમારા જેકેટનો રંગ બ્લેક છે. (જેકેટનો કલર ડાર્ક બ્લૂ હતો.)

સવાલ: શું મેં ઘડિયાળ પહેરી છે?
જવાબ: હા, મારો એક કેમેરા ઘડિયાળ જોઈ શકે છે.

સવાલ: તારા વાળનો કલર શું છે?
જવાબ: હું તેનો જવાબ નથી આપી શકતી

AI x AB પર કામ કરે છે અમેકા

અમેકાને હ્યુમન લુક આપવા માટે તેમાં હ્યુમન લાઈક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ થયો છે. અમેકામાં હ્યુમન લાઈક AI બોડી AI x ABનો ઉપયોગ થયો છે. અમેકા પર ટ્રિટિયર રોબોટ OS સાથે AI અને મશીન લર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ અને ડેવલપ કરી શકાય છે. અમેકામાં હ્યુમનોઈડ રોબોટિક્સ હાર્ડવેરનો ઉપયોગ થયો છે. તેને એડવાન્સ્ડ મેસ્મર ટેક્નોલોજી પર ડેવલપ કરાયો છે.

આ 3 વાતો અમેકાને ખાસ રોબોટ બનાવે છે
1. મોડ્યુલર ડિઝાઈન

અમેકાના હાર્ડેવર અને સોફ્ટવેર બંને મોડ્યુલર છે. તેને સરળતાથી અપગ્રેડ કરી શકાય છે. તેના તમામ મોડ્યુલ સ્વતંત્ર રીતે કામ કરે છે. અમેકા પર એક માથું અને હાથ અટેચ કરાયા છે બાકીની બોડી રોબોટિક છે.

2. માથા પર ક્લાઉડ
અમેકાના માથામાં ટ્રિટિયમ રોબોટ OS છે, જે ક્લાઉડ કનેક્ટેડ પ્રોગ્રામથી કનેક્ટ થાય છે. તે સાંભળી અને સમજ્યા પછી આગળના ઈન્સ્ટ્રક્શન આપે છે.

3. નેચરલ મોશન

અમેકાના હાવભાવ એકદમ માણસ જેવા લાગે છે. અમેકા મનુષ્યો અને કોઈ પણ મેટાવર્સ અથવા ડિજિટલ ક્ષેત્ર વચ્ચે કન્વર્ઝેશન માટે એક આદર્શ પ્લેટફોર્મ છે.