OpenAIએ તાજેતરમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ચેટજીપીટીનું એડવાન્સ વર્ઝન જીપીટી-4 લોન્ચ કર્યું છે. તેના લોન્ચિંગ પછી આ ચેટબોટે યૂઝર્સને અચંબામાં મૂકી દીધા છે, ઘણા લોકોએ તેની ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું છે. હકીકતમાં, તેણે સિમ્યુલેટેડ બાર પરીક્ષા પાસ કર્યા પછી ટેક અબજોપતિ ઈલોન મસ્કનું ધ્યાન પણ આકર્ષિત કર્યું હતું. આ AI ચેટબોટ સંભવત: બદલી શકે તેવી નોકરીઓ વિશેની એક ટ્વીટ વાઈરલ થયા પછી ફરીથી તે હેડલાઇન્સ બનાવી રહ્યુ છે. આ પોસ્ટમાં એક યૂઝરે જીપીટી-4ને પૂછે છે કે, ‘તે કઈ-કઈ નોકરીને રિપ્લેસ કરી શકે?’ તેના જવાબમાં ચેટબોટે 20 નોકરીઓનું લિસ્ટ આપ્યુ છે, જો જોઈને સૌ કોઈ ચોકી ગયા છે.
રોવાન ચેઉંગે શેર કર્યું ટ્વીટ
મશીન લર્નિંગ એન્જિનિયર રોવાન ચેઉંગે GPT-4 સાથેની પોતાની વાતચીતનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કર્યો હતો. તેઓએ આ ફોટો શેર કરતાં પોસ્ટ કર્યું હતું કે, ‘20 એવી નોકરીઓ છે કે, જેને GPT-4 રિપ્લેસ કરશે.’
આ યાદીમાં પહેલું નામ ‘ડેટા એન્ટ્રી’ છે. આ યાદીમાં ‘ટ્યુટર’, ‘ટ્રાવેલ એજન્ટ’, ‘ન્યૂઝ રિપોર્ટર’ અને ‘પેરાલિગલ’ જેવી નોકરીઓનો પણ સમાવેશ થાય છે. આ પોસ્ટ થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવી હતી અને પોસ્ટ થયા પછી આ ટ્વીટને 2.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને આંકડો વધી જ રહ્યો છે. આ ઉપરાંત આ ટ્વીટ શેરે અનેક લાઇક્સ અને કોમેન્ટ્સ એકઠી કરી છે.
AI ન્યૂઝ રિપોર્ટર સાંભળીને લોકો હસ્યા
‘આમાંની કેટલીક નોકરીઓ રિપ્લેસ થવી અર્થપૂર્ણ છે, પરંતુ AI ન્યૂઝ રિપોર્ટર? શું તે પહેલેથી જ લખાયેલા સમાચારોના આધારે સમાચાર નહીં લખે?’ એસ્પોર્ટ્સના કોમેન્ટેટર કેમેરોન ડેવિસે પૂછ્યું. જેના જવાબમાં એસ્પોર્ટ્સ કંપનીના સહ-સ્થાપક એલેક પોલ્સલીએ જવાબ આપ્યો, ‘હા, ન્યૂઝ રિપોર્ટરનો કોઈ અર્થ નથી કારણ કે જે બન્યું તે જોવા અને તેનું વર્ણન કરવા માટે તેને માનવની જરૂર છે. મને લાગે છે કે તે ચોરીના સૌથી મોટા ક્ષેત્રોમાંનું એક હશે.’ પત્રકાર મેથ્યુ એગિયસે તેની સાથે જોડાઈને કોમેન્ટ કરતા કહ્યું, ‘હું એમ નથી કહેતો કે તે ઉદ્યોગને અસર કરશે નહી પરંતુ, માત્ર તથ્ય-ચકાસણી અને લેખન કરતાં ન્યૂઝ રિપોર્ટર બનવા માટે થોડું વધારે છે.’ ઉદ્યોગસાહસિક ડેનિયલ પેલેરીએ લખ્યું છે, ‘રસપ્રદ સૂચિ, પરંતુ નોકરીના વિસ્થાપન પર જીપીટી -4 નું સ્વ-મૂલ્યાંકન કેટલું સચોટ છે?’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.