• Gujarati News
  • Utility
  • Gadgets
  • This Feature Is More Expensive Than Twitter Blue's $8 Plan, With 90% Of The Company's Revenue Coming From Advertising.

લો બોલો... ઝીરો એડ સબ્સ્ક્રિપ્શન લાવશે મસ્ક:આ ફિચર ટ્વિટર બ્લૂના 8 ડોલરવાળા પ્લાનથી પણ મોંઘુ, કંપનીની 90% કમાણી તો જાહેરાતની છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના માલિક ઇલોન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં બ્લૂ વેરિફાઇડ સબ્સ્ક્રિપ્શનનો વાર્ષિક પ્લાનની જાહેરાત કરી છે. તો હાલમાં જ બીજી જાહેરાત કરી છે. આવનારા દિવસોમાં ઇલોન મસ્ક ઝીરો એડ સાથે વધુ કિંમતનું સબ્સ્ક્રિપ્શન મોડલ બહાર પાડવા જઈ રહી છે. મસ્કે કહ્યું હતું કે, ટ્વિટર પરની જાહેરાતો ઘણી વાર સુધી આવે છે અને ઘણી મોટી હોય છે. તેથી આ અંગે આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. જો કે, મસ્કે સ્પષ્ટ કર્યું ન હતું કે સબ્સ્ક્રિપ્શન મોડલની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવશે અને તે કઈ તારીખે રોલઆઉટ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્વિટરની કુલ કમાણી પૈકી 90% કમાણી જાહેરાતથી જ થાય છે. ઓક્ટોબરમાં મસ્કના ટ્વિટરનો પદભાર સંભાળ્યા પછી કંપનીની જાહેરાતલગ આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ધ ઇન્ફોર્મેશન દ્વારા પ્રકાશિત તાજેતરના એક રિપોર્ટ મુજબ, ગત મંગળવારે દૈનિક આવક એક વર્ષ અગાઉના આ દિવસની સરખામણીએ 40% ઘટી ગઇ હતી. મસ્કે અધિકાર સંગઠનો પર "આવકમાં ઘટાડો" નો આરોપ મૂક્યો હતો, જેમણે બ્રાન્ડ્સ પર જાહેરાત બંધ કરવાનું દબાણ કર્યું હતું.

બ્લૂ વેરિફાઇડ સબ્સ્ક્રિપ્શનનો વાર્ષિક પ્લાન
ઇલોને બ્લૂ વેરિફાઇડ સબ્સ્ક્રિપ્શનનો વાર્ષિક પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાન માસિક પ્લાનની તુલનામાં ઘણો સારો છે. ટ્વિટર બ્લૂના આ મંથલી પ્લાનની કિંમત 8 ડોલર (આશરે 650 રૂપિયા) હતી, પરંતુ જો યુઝર્સ વાર્ષિક પ્લાન લે છે તો 84 ડોલરમાં (આશરે 6836 રૂપિયા)માં ખરીદી શકે છે. એટલે કે વાર્ષિક પ્લાન પર 12 ડોલરની (આશરે 976 રૂપિયાની) બચત થશે, જેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે.

એપલ યુઝર્સે વધુ પૈસા ચૂકવવા પડશે
તો એપલના IOS દ્વારા ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન ખરીદનારા યુઝર્સને દર મહિને 11 ડોલર (આશરે 895 રૂપિયા) ચૂકવવાના રહેશે. હાલ આઇઓએસ પર વાર્ષિક પ્લાન ઉપલબ્ધ નથી. ટ્વિટર બ્લૂના સબ્સ્ક્રિપ્શનની સાથે બ્લૂ ચેકમાર્ક સહિત કેટલાક અન્ય કેટલાક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જોકે બ્લૂ ચેકમાર્કને પ્રોફાઇલ પર દેખાવામાં થોડું મોડું થઇ શકે છે. આ પાછળ એવું કારણ છે કે આ ચેકમાર્ક રિવ્યૂ બાદ જ આપવામાં આવશે. તો એક રિપોર્ટ અનુસાર, જે લોકોએ નવું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે તે લોકો 90 દિવસ માટે બ્લૂ ટિક લઇ શકશે નહીં.