ટેક જાયન્ટ એપલ WWDC (વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ) 2021 7 જૂનથી શરૂ કરશે. આ ઈવેન્ટ 10 જૂન સુધી ચાલશે. આ ઈવેન્ટ કંપનીના CEO ટિમ કુકની કીનોટ સ્પીચથી શરૂ થશે. આ ઈવેન્ટમાં કંપની નવી પ્રોડક્ટ રજૂ કરી શકે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાને લીધે કંપની વર્ચ્યુઅલી જ ઈવેન્ટ આયોજિત કરશે. ઈવેન્ટના પ્રથમ દિવસે કંપની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી શકે છે.
તેમાં એપલ તેમાં iOS 15, iPad iOS 15, MacOS 12, Watch OS 8 અને TVOS 15 લોન્ચ થશે. ઈવેન્ટમાં કંપની નવા હાર્ડવેર M1 ચિપ અને ન્યૂ પ્રો મેક લોન્ચ કરી શકે છે. ગત વર્ષની ઈવેન્ટમાં કંપનીએ M સિરીઝના પ્રોસેસર વિશે જણાવ્યું હતું. કંપની એપલ પાર્કમાં આ ઈવેન્ટ યોજશે. તેને એપલ ડેવલપર્સ કંપનીની એપ, ટીવી એપ અને યુટ્યુબ પર જોઈ શકે છે.
તેમાં આશરે 200 સેશન થઈ શકે છે. તેમાં એપલ ડિઝાઈન અવોર્ડ આપવામાં આવશે. આ એક પેવિલિયન નામનું ઈનિશિએટિવ છે. આ કોન્ફરન્સ માટે તે નવું છે. આ ડેવલપર્સ માટે જરૂરી સેશન, લેબ અને આપેલા ટોપિક પર સ્પેશિયલ એક્ટિવિટી વિશે ચર્ચા થશે. આ ઈવેન્ટમાં સામેલ લોકો તેમની પસંદ પ્રમાણે કન્ટેન્ટને મેનેજ કરી શકે છે. તેમાં SwiftUI, ડેવલપર્સ ટૂલ વાળા ઓપ્શનની પસંદગી કરી શકે છે.
મેમોજી કેરેક્ટનો ઉપયોગ
મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે વર્ચ્યુઅલ કોન્ફરન્સ 5 દિવસ યોજાશે. તેમાં એન્જિનિયર્સ ઓપરેટિંગ સિસ્ટમ દર્શાવશે. એન્જિનિયર્સ જણાવશે કે આઈફોન, મેક અને અન્ય ડિવાઈસમાં નવાં ફીચર્સ કેવી રીતે કામ કરશે. એપલનાં આ અનાઉન્સમેન્ટને એનિમેશન અને મેમોજી કેરેક્ટરનાં માધ્યમથી દર્શાવાયું છે. મેમોજી સ્નેપચેટની જેમ એપલનું ફીચર છે.
નવા હાર્ડવેરનું લોન્ચિંગ
કંપની ડેવલપ કોન્ફરન્સમાં હાર્ડવેર લોન્ચિંગ પર ભાર નથી આપતી, પરંતુ ગત ડેવલપર કોન્ફરન્સમાં પહેલાં નવાં હાર્ડવેર લોન્ચ કર્યાં છે. તેથી આ વર્ષે મેકબુક પ્રોના 14 અને 16 ઈંચવાળા વર્ઝનને લોન્ચ કરી શકાય છે. મેકબુક પ્રોના મોડેલમાં નવી ફ્લેટ એજવાળી ડિઝાઈન મળશે.
મેકબુક એરનાં લોન્ચિંગની તૈયારી
એપલ નવા મેકબુક પ્રો મોડેલમાં ‘M1X’ પ્રોસેસર મળી શકે છે. આ પ્રોસેસરમાં 64GB સુધી મેમરી સપોર્ટ મળશે. તેમાં પહેલાંની સરખામણીએ વધારે સારું પર્ફોર્મન્સ મળશે. આ સિવાય એપલ એક નવું MacBook Air ડેવલપ કરી રહી છે. તેને આ વર્ષનાં અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. એપલ એક હાઈ સાઈઝ મેક પ્રો પણ કામ કરી રહી છે, જે અપલ સિલિકોન ચિપ સાથે લોન્ચ થશે.
AR ગ્લાસ
એપલે છેલ્લા ઘણા વર્ષોમાં તેની હાર્ડવેર પ્રોડક્ટમાં સુધારો કર્યો છે. આ વર્ષે એપલ તેની નવી પ્રોડક્ટ તરીકે AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) ગ્લાસ લોન્ચ કરશે. AR ગ્લાસ માટે ROS સોફ્ટવેરની જરૂર પડશે. તેના માટે ડેવલપર્સે એક એપ બનાવવી પડશે. AR ગ્લાસની મદદથી ફોટો, વીડિયો કેપ્ચર કરી શકાશે. સાથે જ આઈફોનની નોટિફિકેશન પણ તેમાં જોઈ શકાશે.
iOS 15નાં ફીચર્સ
આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં નવાં નોટિફિકેશન ફીચર્સ મળશે. ગત વર્ષે લોન્ચ થયેલી iOS 14માં હોમ સ્ક્રીન, પિક્ચર ઈન પિક્ચર વીડિયો સપોર્ટ, વિઝિટ, ન્યૂ સિરી ઈન્ટરફેસ અને એપ લાઈબ્રેરી ફીચર્સ ઉમેરાયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.