તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • This Cheap Smart FitBand Zebronics ZEB FIT920CH Will Give The Feel Of Expensive Smartwatch, Price Less Than 2 Thousand Rupees

વેઅરેબલ ડિવાઇસ:મોંઘી સ્માર્ટવોચની ફીલ આપશે સ્વદેશી બ્રાન્ડ ઝેબ્રોનિક્સનો આ સસ્તો ફિટનેસ બેન્ડ, કિંમત 2 હજાર રૂપિયા કરતાં પણ ઓછી

8 મહિનો પહેલા
 • આઉટડોર યુઝ માટે તેમાં બેડમિંટન, સાઈકલિંગ અને ફૂટબોલ જેવાં સ્પોર્ટમોડ પણ મળશે
 • તેમાં 1.37 ઈંચની TFT સ્ક્વૅર શૅપ ડિસ્પ્લે અને 100+ પ્રિ લોડેડ વૉચ ફેસિસ મળશે

ઝેબ્રોનિક્સે તેનો લેટેસ્ટ સ્માર્ટ ફિટનેસ બેન્ડ લોન્ચ કર્યો છે. ડિવાઈસનું નામ ZEB-FIT920CH છે. તે 7 સ્પોર્ટ મોડ સપોર્ટ કરે છે. તેની કિંમત 1699 રૂપિયા છે. ફિટનેસ બેન્ડમાં હાર્ટ રેટ મોનિટર, સ્લીપ મોનિટર, સ્ટેપ અને કેલરી ટ્રેકિંગ ફીચર્સ મળે છે. ખાસ વાત એ છે કે આ બેન્ડની ડિઝાઈન પારંપરિક બેન્ડ કરતાં થોડી હટ કે સ્માર્ટવોચ જેવી છે. બેન્ડ રેડ અને બ્લેક કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની ખરીદી એમેઝોન પરથી કરી શકાશે.

ઝેબ્રોનિક્સ ZEB-FIT920CHનાં ફીચર્સ

 • ફિટબેન્ડમાં 1.37 ઈંચની TFT સ્ક્વૅર શૅપ ડિસ્પ્લે અને 100+ પ્રિ લોડેડ વૉચ ફેસિસ મળશે.
 • ZEB-FIT 20 સિરીઝ એપનો ઉપયોગ કરીને સ્માર્ટફોન સાથે ફિટનેસ બેન્ડને કનેક્ટ કરી શકાય છે.
 • એપના ઉપયોગથી યુઝર સ્માર્ટફોન પર સ્લીપ પેટર્ન, હાર્ટ રેટ અને સ્ટેપ કાઉન્ટ ટ્રેકિંગ કરી શકે છે.
 • કંપનીનો દાવો છે કે ZEB-FIT920CH વૉટરપ્રૂફ ડ્યુરેબિલિટી સાથે આવે છે.
 • આઉટડોર યુઝ માટે તેમાં બેડમિંટન, સાઈકલિંગ અને ફૂટબોલ જેવાં સ્પોર્ટ મોડ પણ મળશે.
 • આ બેન્ડથી કેમેરા કન્ટ્રોલ પણ કરી શકાય છે.
 • બેન્ડમાં ફાઇન્ડ ફોન ફીચર પણ મળશે, જેનાથી બેન્ડથી ફોન દૂર હોય તો તેને શોધી શકાશે.
દિવસભરની દરેક એક્ટિવિટીની નોંધ રાખીને આ બેન્ડ તેની ઇન્ફર્મેશન મોબાઇલ એપમાં મોકલે છે
દિવસભરની દરેક એક્ટિવિટીની નોંધ રાખીને આ બેન્ડ તેની ઇન્ફર્મેશન મોબાઇલ એપમાં મોકલે છે
અન્ય સમાચારો પણ છે...