એર હીટર:કડકડતી ઠંડીમાં થીજી ગયા? માત્ર 1 હજારથી પણ ઓછી કિંમતનાં આ રૂમ હીટર મસ્ત ગરમાવો લાવી દેશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાર્ડ કંપાવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ફૂંકાતા ઠંડાં પવને સ્વૅટર પહેરવા મજબૂર કર્યા છે. ઘરની બહાર જાણે કોઈ હિલ સ્ટેશને ફરવા આવ્યા હોય તેવો અનુભવ થાય છે. સાંજ પછી તાપમાનનો પારો એટલો ગગડી જાય છે કે ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ બને છે. આવી ઠંડીમાં ગરમ કપડાંની સાથે હીટરની પણ જરૂર પડે છે. બ્લોઅર હીટર રૂમ ટેમ્પરેચર વધારવામાં મદદ કરે છે. અમે એવા બ્લોઅર હીટરનું લિસ્ટ તૈયાર કર્યું છે જેની કિંમત 1000 રૂપિયા કરતાં પણ ઓછી છે.

1. Phyllo Electric Heater
કિંમત : 779 રૂપિયા

આ પોર્ટેબલ બ્લોઅર હીટરનાં 1000wથી 2000wના વેરિઅન્ટ અવેલેબલ છે. તેમાં ફેનની સ્પીડ કન્ટ્રોલ કરવા માટે નોબ મળે છે. ગરમ હવાના ફ્લોને પણ કન્ટ્રોલ કરી શકાય છે. તેની બોડી પ્લાસ્ટિકની હોવાથી કરન્ટ લાગવાનો ડર રહેતો નથી.

2. Lifelong 2000 LLFH03
કિંમત: 849 રૂપિયા

લાઈફલોન્ગ કંપનીના 2000 વૉટના બ્લોઅર વોટર હીટરમાં 3 મોડ મળે છે. તેનો મોડેલ નંબર LLFH03 છે. કંપની તેના પર 12 મહિનાની વૉરન્ટી આપે છે. તેની બોડી પ્લાસ્ટિકની છે.

3. Riyakar Home Heat Blower
કિંમત : 849 રૂપિયા

આ રૂમ હીટરનો મોડેલ નંબર M-11 432 છે. તે 2000 વૉટનો પાવર કન્ઝ્યુમ કરે છે. તેની ડિઝાઈન વર્ટિકલ હોવાથી તે ઓછી જગ્યા રોકે છે. તેમાં સ્પીડ અને એર ફ્લો કન્ટ્રોલ મળે છે.

4. Kenvi US Fan Heater
કિંમત: 849 રૂપિયા

ઓછી કિંમત હોવા છતાં આ હીટર સ્ટાઈલિશ લુક સાથે આવે છે. ગરમ હવા કન્ટ્રોલ કરવા માટે તેમાં ઘણા લેવલ મળે છે. ફેન સ્પીડ એડ્જસ્ટ કરવા માટે તેમાં 3 લેવલ મળે છે. કંપની તેના પર 1 સિઝનની વૉરન્ટી આપે છે. તેનો પાવર કન્ઝપ્શન 2000 વૉટનો છે. તેને ISO 9001:2015 સર્ટિફિકેટ મળ્યું છે.

5. Zigma Blower Heater
કિંમત : 923 રૂપિયા

તેનો મોડેલ નંબર Z-1136 છે. તે 2000 વૉટનો પાવર કન્ઝ્યુમ કરે છે. તેમાં કોપર વાયર મોટર મળે છે. સેફ્ટી માટે તેમાં થર્મલ કટ ઓફ અને ઓવરહીટ પ્રોટેક્શન મળે છે. તેમાં ફેન સ્પીડ અને એર ફ્લો કન્ટ્રોલ મળે છે. હીટ સેટિંગને 1000 વૉટ પણ કરી શકાય છે.

નોંધ: આ તમામ મોડેલ ઓનલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી લિસ્ટ કરાયા છે. વિવિધ પ્લેટફોર્મ પર તેની કિંમતમાં ફેરફાર હોઈ શકે છે.