ટેલિકોમ કંપની ભારતી એરટેલે (Airtel) પોતાના 5G યૂઝર્સ માટે એક નવો ઈન્ટ્રોડક્ટરી અનલિમિટેડ ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફરમાં એરટેલનાં પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ ગ્રાહકોને 4Gનાં રિચાર્જમાં જ કોઈપણ એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર તમે અનલિમિટેડ 5G ડેટા યૂઝ કરી શકો છો.
જો કે, આ ઓફરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે ₹239 કે તેથી વધુનું 4G રિચાર્જ કરાવવુ જરુરી છે. એરટેલ તરફથી હાલ એક દિવસમાં વધુમાં વધુ 5GB ડેટા ઓફર કરવામાં આવે છે. હવે આ ડેઈલી લિમિટને અનલિમિટેડ કરી દેવામાં આવી છે. કંપનીનાં આ પ્લાન જિયોનાં 5G વેલકમ ઓફરને ટકકર આપવા માટે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
5G કેપેબલ ડિવાઈસ હોવું જરુરી
એરટેલ અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સની પાસે 5G કેપેબલ ડિવાઈસ હોવુ જરુરી છે અને તે ડિવાઈસ 5G નેટવર્ક એરિયામાં હોવુ જોઈએ એટલે કે જો તમારા ક્ષેત્રમાં એરટેલનાં 4G સિગ્નલ આવે છે તો તે ઓફરનો તમે લાભ ઊઠાવી શકશો નહી. આ ઓફરને એન્ડ્રોઈડ અને iOS પર હાજર એરટેલ થેન્ક્સ એપથી ક્લેમ કરી શકો છો. એરટેલ 5G પ્લસ સર્વિસ દેશમાં અંદાજે 270 શહેરોમાં ઉપલબ્ધ છે. આ 5G ડેટા કેવી રીતે એક્ટિવેટ કરવો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીએ.
આ 6 સ્ટેપ્સને ફોલો કરીને એક્ટિવેટ કરો અનલિમિટેડ 5G ડેટા
સ્ટેપ-1 : યૂઝરે સૌથી પહેલા પોતાના એન્ડ્રોઈડ કે iOS ડિવાઈસમાં એરટેલ થેન્ક્સ એપ ઓપન કરવી.
સ્ટેપ-2 : એપની હોમ સ્ક્રિનને નીચે સ્ક્રોલ કરીને તેના પર ‘ક્લેમ અનલિમિટેડ 5G ડેટા’નો મેસેજ અને એક એરો મળશે.
સ્ટેપ-3 : આ એરો પર ટેપ કરતા જ એક નવુ પેજ ઓપન થશે. અહી સ્ક્રોલ કરવા પર તમને ‘અનલિમિટેડ 5G ડેટા’ જોવા મળશે. તેની નીચે ₹0નો મેસેજ જોવા મળશે.
સ્ટેપ-4 : પેજને નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘ક્લેમ નાઉ’ ઓપ્શન પર ક્લિક કરશો.
સ્ટેપ-5 : ક્લેમ નાઉ પર ટેપ કર્યા પછી મોબાઈલ નંબર પર એક કન્ફોર્મેશન મેસેજ મોકલશો.
સ્ટેપ-6 : આ મેસેજમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, અનલિમિટેડ 5G ડેટા ઓફર એક્ટિવ કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.