તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન:LinkedIn પર મસમોટી જોબની ઓફર સ્વીકારતા પહેલાં વિચારજો, તેની આડમાં હેકર્સ તમારો ડેટા ચોરી કરી શકે છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર eSentireએ ચેતવણી આપી છે કે ફેક જોબ ઓફર આપી હેકર્સ યુઝર્સનો શિકાર કરી શકે છે - Divya Bhaskar
સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર eSentireએ ચેતવણી આપી છે કે ફેક જોબ ઓફર આપી હેકર્સ યુઝર્સનો શિકાર કરી શકે છે
  • હેકર્સ યુઝર્સને ડાયરેક્ટ મેસેજ કરી zip ફાઈલ સેન્ડ કરે છે
  • વાઈરસવાળી આ ફાઈલ પર ક્લિક કરતાં જ હેકર્સ ડિવાઈસ પર કન્ટ્રોલ લઈ લે છે

જો તમે પણ નોકરીની શોધ માટે LinkedInનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. તમે હેકર્સના નવા ટાર્ગેટ બની શકો છો. રિપોર્ટ પ્રમાણે હેકર્સ કેમ્પેઈનનાં માધ્યમથી LinkedIn યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રોવાઈડર eSentireએ ચેતવણી આપી છે કે ફેક જોબ ઓફર આપી હેકર્સ યુઝર્સનો શિકાર કરી શકે છે.

ફેક જોબ ઓફર કરી ડિવાઈસ પર કન્ટ્રોલ હાંસલ કરે છે હેકર્સ
હેકર્સ ફેક જોબ ઓફર કરી યુઝર્સના ડિવાઈસમાં Trojan ઈન્સ્ટોલ કરે છે. આ એક પ્રકારનો વાઈરસ હોય છે. એક વખત તે યુઝરના ડિવાઈસમાં ઈન્સ્ટોલ થઈ જાય તો હેકર ડિવાઈસ પર ફુલ એક્સેસ અને કન્ટ્રોલ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ હેકર્સ Golden Chickens ગ્રુપથી જોડાયેલા છે.

ડાયરેક્ટ મેસેજ કરી યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે હેકર્સ
હેકર્સ યુઝર્સને ડાયરેક્ટ મેસેજ કરી જોબ ઓફર કરે છે. તેમાં એક zip ફાઈલ અટેચ હોય છે. તેમાં માલવેર છૂપાયેલો હોય છે. આ ફાઈલ ઓપન કરતાં જ હેકર યુઝરના ડિવાઈસ પર કન્ટ્રોલ લઈ લે છે. એક વખત કન્ટ્રોલ લઈ લીધા બાદ યુઝરનો ડેટા લીક કરી શકે છે અર્થાત તેના પૈસા ચાઉં કરી શકે છે.

હેકર્સથી બચવા માટે આટલું જરૂર કરો

  • જો તમને LinkedIn પર આ પ્રકારના કોઈ પણ ડાયરેક્ટ મેસેજ આવે તો તેના પર ક્લિક કરવાથી બચવું.
  • જો તમે જોબ સંબંધિત કોઈ અન્ય યુઝર સાથે વાત કરો તો પહેલાં એ જાણી લો કે તે સંસ્થા રિયલ છે કે ફેક.
  • જો તમને કોઈ પણ પ્રકારની શંકા લાગે તો ચેટ ઓફ કરી તેને બ્લોક કરો.
  • કોઈ પણ પ્રકારની .zip ફાઈલ પર ક્લિક ન કરો.
  • જોબ માટે અપ્લાય કરવા માટે કંપનીની ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો.
  • જો કોઈ કંપની જોબ માટે પહેલાંથી જ રજિસ્ટ્રેશનના નામે પૈસા માગે તો તેનાથી દૂર રહો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો