બજેટ સ્માર્ટફોન 2022:20,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન ખરીદતાં પહેલાં જાણવા જેવી બાબતો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોનની ખરીદીનો નિર્ણય લેતી વખતે સૌથી અગત્યની બાબત એ છે કે, તમે તમારા સ્માર્ટફોનમાં શું-શું ઇચ્છો છો
  • સ્માર્ટફોન લેતાં પહેલાં તમારી જરુરિયાતને છ ભાગમાં વિભાજીત કરો જેમકે, ડિસ્પ્લે, કેમેરા, બેટરી લાઇફ, પ્રોસેસર, ડિઝાઇન, સોફ્ટવેર અપડેટ્સ વગેરે.
  • નવો બજેટ સ્માર્ટફોન ખરીદતા પહેલા પોસ્ટ-સેલ સેવા પણ એક મહત્વપૂર્ણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે.

જ્યારે સ્માર્ટફોનની વાત આવે છે ત્યારે વર્તમાન સમયમાં લોકો પાસે ઘણા બધા વિકલ્પો છે, ત્યારે તે જાણવું મહત્વપૂર્ણ છે કે કયો સ્માર્ટફોન તમારા માટે શ્રેષ્ઠ છે? આજના સમયમાં કંપનીઓ માર્કેટમાં છવાઈ રહેવા માટે એક પછી એક સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે અને તેના કારણે ગ્રાહકો મૂંઝવણમાં મુકાઈ જાય છે અને ઘણીવાર ફોનની ખરીદી કર્યા પછી એને ખ્યાલ આવે છે કે, તેને તેના ફોનમાં જેની જરૂરિયાત હતી તે તો આમાં છે જ નહીં. આજે અમે તમને અમુક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું કે, જે તમારે સ્માર્ટફોનની ખરીદી કરતાં સમયે ધ્યાનમાં લેવી. બજેટ સ્માર્ટફોન ખરીદતી વખતે તમને તમારા પૈસાનું યોગ્ય વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કેટલીક ટીપ્સ અને ટ્રિક્સ જણાવીશું.

સ્માર્ટફોનની ખરીદીનો નિર્ણય લેતી વખતે સૌથી અગત્યની બાબત એ છે કે, તમે સ્માર્ટફોનમાંથી શું ઇચ્છો છો? તે જાણવું. તમારા ઉપયોને ઓછામાં ઓછા છ પરિમાણોમાં વિભાજીત કરો, જેમકે ડિસ્પ્લે, કેમેરા, બેટરી લાઈફ, પ્રોસેસર, ડિઝાઇન, સોફ્ટવેર અપડેટ્સ, સ્પીકર્સ, બિલ્ડ ક્વોલિટી, સ્પ્લેશ રેઝિસ્ટન્સ વગેરે જેવા અન્ય માપદંડો ઉમેરીને તમે વિશ્લેષણ કરી શકો છો અને સ્માર્ટફોનની ખરીદીના તમારા નિર્ણયને વધુ સરળ બનાવી શકો છો. એક વખત તમે વિશ્લેષણ કરો અને તમારા ઉપયોગના બોક્સને ટિક કરો અને પછી એક એવો ફોન પસંદ કરો, જે તમારી જરૂરિયાતો અનુસાર લગભગ તમામ સ્પેસિફિકેશનને આવરી લે જેમકે, જો તમે તમારા સ્માર્ટફોનમાં ઘણી બધી એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તમારે ડ્યુઅલ સ્પીકર્સ સાથે AMoled ડિસ્પ્લેવાળો ફોન ખરીદવાનું પસંદ કરવું જોઈએ. મોટાભાગના બજેટ સ્માર્ટફોનમાં 3.5 mm હેડફોન જેક હોય છે, પરંતુ ખરીદતાં પહેલાંએકવાર તપાસવું શ્રેષ્ઠ છે. અહીં તમને આ સ્પેસિફિકેશન મુજબના કેટલાક શ્રેષ્ઠ મોબાઈલના ઉદાહરણો આપીએ તો Redmi Note 11, Moto G52 વગેરે હોઈ શકે છે.

જો તમે તમારા બજેટને તોડ્યા વગર સારું પરફોર્મન્સ આપનાર ફોનની શોધ કરી રહ્યાં છો તો તમે એવા ફોન પર પસંદગી ઉતારો કે, જેનું પ્રોસેસર લેટેસ્ટ હોય જેમકે, Vivo T1 5G અને iQOO Z6 5G સ્નેપડ્રેગન 695 SoC સાથે આવે છે, જે 6nm પર આધારિત છે. આ ચિપસેટ ફક્ત સારું પરફોર્મન્સ જ નથી આપતું, પરંતુ પાવર કન્ઝપ્શન પણ ઘટાડે છે. આના પરિણામે આ ડિવાઇસ થોડી વધુ સારી બેટરી લાઇફ પણ આપી શકે છે. બજેટ સેગમેન્ટમાં ખૂબ જ ઓછા એવા વિકલ્પો છે કે, જે અપવાદરૂપ ફોનમાં સારો એવો કેમેરો આપે છે. બજેટ સેગમેન્ટમાં કેટલાક વિકલ્પો છે, જેમ કે Moto G52, Redmi Note 11S, iQOO Z6 5G, Vivo T1 5G વગેરે, જે કિંમત પ્રમાણે સારો કેમેરો ધરાવે છે. તમારે ફક્ત મેગાપિક્સલ કાઉન્ટ અથવા સેન્સરના આધારે જ ફોનની પસંદગી કરવી જોઈએ નહીં,પરંતુ કેમેરાની ગુણવતા અંગે પણ ચકાસણી કરવી જોઈએ. એ પણ નોંધનીય છે કે, આ સેગમેન્ટમાં કેટલાક ફોન અલ્ટ્રાવાઇડ કેમેરા સાથે જ્યારે કેટલાક ડ્યુઅલ કેમેરા સેટઅપ આપે છે જેમાં મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે. ઘણી બ્રાન્ડ્સે 2022માં એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ સાથેના ફોન લોન્ચ કર્યા હતા ત્યારે અમે હાલ લેટેસ્ટ એન્ડ્રોઇડ 12 અપડેટ વાળા સ્માર્ટફોન ખરીદવાની ભલામણ કરીએ છીએ, કારણકે તમને ફક્ત લેટેસ્ટ યુટિલિટી ફીચર્સ જ નહીં, પરંતુ બોક્સની બહાર પ્રાઇવસી અને સિક્યોરિટીના મુખ્ય અપડેટ્સ પણ મળે છે.

કંપનીના સર્વિસ સેન્ટરની સેવાઓ
આ એક મહત્વપૂર્ણ પરિમાણ છે, જે તમારે તમારો નવો બજેટ સ્માર્ટફોન ખરીદતાં પહેલાં તમારે તપાસવું જોઈએ, ખાસ કરીને જો તમે ટાયર-2 અથવા ટાયર-3 વિસ્તારોમાં રહેતા હોવ તો સૌથી પહેલા એ ચેક કરો કે, સ્માર્ટફોન કંપનીનું સર્વિસ સેન્ટર તમારા ઘરની પાસે છે કે નહીં. મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ દેશભરમાં એક વિશાળ સેવા નેટવર્ક ધરાવે છે અને બજારને સંપૂર્ણ રીતે કવર કરવા માટે આક્રમક રીતે વિસ્તૃત થઈ રહી છે. કંપની સામાન્ય રીતે સ્માર્ટફોનમાં આવેલી પ્રોબ્લેમ્સને ઠીક કરવા અને ફરિયાદોના નિરાકરણ માટે કેટલો સમય લે છે તે પણ તપાસવા યોગ્ય છે. સામાન્ય રીતે સમય સાત કાર્યકારી દિવસનો હોય છે. જોકે, પ્રોબ્લેમ મોટી હોય તો તેના આધારે ટાઈમ લંબાવી શકાય છે. આપણે સોશિયલ મીડિયા પર ઘણી ફરિયાદો જોઈએ છીએ, જેમાં લોકોએ Poco X3 Proના મધરબોર્ડ નિષ્ફળ જવાની ફરિયાદ કરી હતી અથવા તો Redmi Note 10 Pro Maxનો કેમેરો અપડેટ પછી એકાએક બંધ થઈ ગયો હોવાની ફરિયાદ કરી હતી. Poco સેવા કેન્દ્રોએ અહેવાલ આપ્યો છે કે, ગ્રાહકો પાસેથી સ્માર્ટફોનની પ્રોબ્લેમ ફિક્સ કરવા માટે શુલ્ક લેવામાં આવે છે અથવા તેમને Redmi Note 10 Pro ઓફર કરે છે. આ એકમાત્ર ઘટના નથી, કારણકે કેટલીક અન્ય બ્રાન્ડ્સે પણ આવા સમયે ગ્રાહકો સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે.

2022માં 4G અથવા 5G સ્માર્ટફોન?
5G સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષના અંતમાં થવાની છે. હરાજી બાદ કંપનીઓ દેશના વિવિધ ભાગોમાં વ્યાવસાયિક રીતે 5G નેટવર્ક શરૂ કરે તેવી અપેક્ષા છે. મેટ્રો શહેરો અને ટાયર-1 શહેરોને પહેલા 5G નેટવર્ક મળે તેવી શક્યતા છે, ત્યારબાદ અન્ય નગરોનો ક્રમ આવે તેવી શક્યતા છે. 5G વધારાના પ્રીમિયમ સાથે આવશે એ વાત નોંધવી જરૂરી છે. ટેલિકોમ ઓપરેટર્સ રોકાણની રકમ સરભર કરવા 5G પ્લાનની કિંમત ઊંચી રાખશે. જો કે, જો તમે 5G સ્માર્ટફોન મેળવવા માંગતા હોવ તો રિયલમી, રેડમી, સેમસંગ, મોટોરોલા, વિવો, આઇક્યુઓઓ વગેરે જેવા ઘણા બધા વિકલ્પો છે. જોકે, નોંધનીય છે કે બજેટ સેગમેન્ટમાં મોટાભાગના 5G સ્માર્ટફોન અનેક બાંધછોડ સાથે આવે છે એટલે કે 5G નેટવર્ક સપોર્ટ આપવા માટે કંપનીઓ 5G નેટવર્કને સપોર્ટ કરે તેવા યોગ્ય પ્રોસેસર સાથે ફોન લોન્ચ કરીને કિંમતને એડજસ્ટ કરી રહી છે, પરંતુ તેમાં અન્ય સ્પેસિફિકેશન નબળાં પડે છે. તેની સરખામણીમાં 4G પ્રોસેસર વાળા સ્માર્ટફોન તુલનાત્મક રીતે વધુ સારા સ્પેસિફિકેશન્સ સાથે તમારા પૈસા માટે વધુ સારી કિંમત પ્રદાન કરે છે. તમે જોશો કે બજેટ 5G સ્માર્ટફોનમાં LCD પેનલ, બે ડેપ્થ સેન્સર સાથેનો એક મુખ્ય કેમેરો અને ધીમી ચાર્જિંગ સ્પીડ આપવામાં આવી છે. કેટલાક ઉપકરણો સિંગલ સ્પીકર સેટઅપ સાથે પણ આવે છે. તેથી, જો પરફોર્મન્સ અને 5G તમારી પ્રાથમિકતા છે, તો તમે તેને ખરીદવાનું વિચારી શકો છો. અન્યથા, અમે 4G સ્માર્ટફોન ખરીદવાની ભલામણ કરીએ છીએ.