યુઝફુલ ગેજેટ ઈન કોરોના ટાઈમ:શરીરમાં ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ જણાવશે આ 5 ઓક્સિમીટર, કિંમત ₹3000 કરતાં ઓછી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2499 રૂપિયાના માઈક્રોટેક પલ્સ ઓક્સિમીટરની સ્ક્રીનમાં યુઝર કોઈ પણ ડિરેક્શનમાં રિઝલ્ટ જોઈ શકે છે
  • એક્યુ શ્યોર FS20 C પલ્સ ઓક્સિમીટર 8 સેકન્ડમાં spO2 લેવલ, હાર્ટ રેટ અને પલ્સ સ્ટ્રેન્થ ચેક કરી શકે છે

વાઈરસની બીજી લહેરમાં સૌથી વધારે સમસ્યા ઓક્સિજન લેવલ ઓછું થવાની જોવા મળી રહી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે યોગ્ય સમયે સારવાર જ આ વાઈરસથી બચવાનો ઉપાય છે. તેથી જરૂરી છે કે બ્લડ ઓક્સિજન લેવલનું ધ્યાન રાખવામાં આવે. આંગળીએ લગાડી ઓક્સિજન લેવલ માપતાં પલ્સ ઓક્સિમીટર હવે જરૂરી ગેજેટ બન્યું છે. તેનાથી ઘરે જ ઓક્સિજન લેવલનું મોનિટરિંગ કરી શકાય છે. આવાં જ કેટલાક ઓક્સિમીટર પર નજર કરીએ...

1. એક્યુ શ્યોર FS20 C પલ્સ ઓક્સિમીટર

તેની કિંમત 1999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે તે 8 સેકન્ડમાં spO2 લેવલ, હાર્ટ રેટ અને પલ્સ સ્ટ્રેન્થ ચેક કરી શકે છે. આ ડિવાઈસમાં રિમોટમાં ઉપયોગી બેટરી લગાવી શકાય છે.

2. ડૉ. વાકુ સ્વદેશી ઓક્સિમીટર

તેની કિંમત 2170 રૂપિયા છે. તેને સરળતાથી વાપરી શકાય છે. તેમાં spO2 અને પલ્સ રેટની એક્યુરન્સી ±2% હોય છે. આ ડિવાઈસ 6 સેકન્ડમાં હાર્ટ રેટ ચેક કરી શકે છે. તેનો ઉપયોગ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો પર કરી શકાય છે. તેમાં OLED ડિસ્પ્લે મળે છે. તેથી યુઝર્સ ઓછાં પ્રકાશમાં પણ તેનું રીડિંગ જોઈ શકે છે. તેમાં રિમોટમાં ઉપયોગમાં લેવાતી 2 બેટરી અટેચ હોય છે. તે લાઈટ વેટ છે. કંપની ડિવાઈસ પર 6 મહિનાની વૉરન્ટી આપે છે.

3. માઈક્રોટેક પલ્સ ઓક્સિમીટર

માઈક્રોટેક પલ્સ ઓક્સિમીટરની કિંમત 2499 રૂપિયા છે. તે LED ડિસ્પ્લેથી સજ્જ છે. તેમાં ડિસ્પ્લેની બ્રાઈટનેસ એડ્જસ્ટ કરી શકાય છે. યુઝર્સ કોઈ પણ ડિરેક્શનાં રિઝલ્ટ જોઈ શકે છે.

4. ઓટિકા ફિંગર ટિપ પલ્સ ઓક્સિમીટર

ઓટિકા ફિંગર ટિપ પલ્સ ઓક્સિમીટરમાં 4 ડાયરેક્શનલ ડિસ્પ્લે છે. તે ઓટોમેટિક પાવર ઓફ મોડ સપોર્ટ કરે છે. તે હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન લેવલ તપાસે છે.

5. વાંડેલે પલ્સ ઓક્સિમીટર

તેની કિંમત 2999 રૂપિયા છે. તે 8 સેકન્ડમાં SpO2 લેવલ અને હાર્ટ રેટ જણાવે છે.