દેશભરમાં કોરોના વાઈરસની ત્રીજી લહેરની ભીતિ છે. સરકાર પણ તેનાથી બચવાં આગોતરાં પગલાં લઈ રહી છે. તેથી બેડ કેપેસિટી વધારવામાં આવી રહી છે. સાથે જ રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. સરકાર તો પોતાનું કામ કરી જ રહી છે, પરંતુ આપણે પોતાના લેવલે પણ તૈયારી રાખવી જોઈએ.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં અમે એવાં ગેજેટ્સનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેની મદદથી ઘરમાં પણ હેલ્થ ચેકઅપ કરી શકાય. આ ગેજેટ બ્લડ ઓક્સિજન લેવલ અને સુગર લેવલ સહિતનાં મેઝરમેન્ટ્સ લે છે.
1. પલ્સ ઓક્સિમીટર
લોહીમાં ઓક્સિજન લેવલ ચેક કરવા માટે પલ્સ ઓક્સિમીટર મદદ કરે છે. તેના માટે મેડિકલ કેરની જરૂર નહિ રહે. પલ્સ ઓક્સિમીટર 500થી 2500 રૂપિયાની રેન્જમાં મળી રહે છે. તેને ઈ કોમર્સ સાઈટ અને મેડિકલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. શરીરનું સામાન્ય ઓક્સિજન લેવલ 95% હોય છે.
2. ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર
સામાન્ય બ્લડ પ્રેશરની રેન્જ 80-120mm Hg ગણાય છે. બ્લડ મોનિટરિંગ મશીન એવું મશીન છે જે પલ્સ રેટ જણાવે છે. એક સામાન્ય બ્લડ પ્રેશર મોનિટરની કિંમત 2થી 3 હજાર રૂપિયા વચ્ચે હોય છે.
3. ગ્લુકોમીટર
ગ્લુકોમીટરની જરૂરિયાત બધાને નથી હોતી. તે ડાયાબિટીસના દર્દીઓ માટે હોય છે. તેથી તેઓ રેગ્યુલર બ્લડ સુગર ચેક કરી શકે. ગ્લુકોમીટરની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે.
4. ઓક્સિજન કોન્સન્ટ્રેટર
ઓક્સિજન કોન્સન્ટ્રેટરની મદદથી હવામાં રહેલા નાઈટ્રોજન અને અન્ય ગેસ દૂર થાય છે. શરીર માટે જરૂરી ઓક્સિજન દર્દીને મળી રહે છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદતાં સમયે વૉરન્ટી અને સર્વિસ નેટવર્કની તપાસ જરૂર કરો.
5. નેબ્યુલાઈઝર મશીન
તે ફેફસાંમાં જનારા ઓક્સિજનની ઓળખ કરે છે. સ્ટ્રીમર જે રીતે ગરમ વરાળ આપેછે જેમ નેબ્યુલાઈઝર ઠંડી વરાળ આપે છે. તેની કિંમત 1500 રૂપિયાથી શરૂ થાય છે. તેન ઓનલાઈન ઈ કોમર્સ સાઈટ પર પણ અવેલેબેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.