તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલર્ટ:આ 9 એપ્સનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, ફેસબુક લોગ ઈન અને પાસવર્ડ ડેટાની ચોરી કરી તમને કંગાળ બનાવી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે એન્ડ્રોઈડ યુઝર્સ છો તો હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તાજેતરમાં જ 10 એવી એપ્સની ઓળખ થઈ છે જે ફેસબુક યુઝર્સના લોગ ઈન અને પાસવર્ડ ડેટા ચોરી કરે છે. એન્ટિવાઈરસ કંપની drweb.comએ આ એપ્સની ઓળખ કરી છે. તેના એન્ટિવાઈરસમાં માલવેર એનાલિસિસ કરવાની સિસ્ટમ છે. આ સિસ્ટમથી ડેટા ચોરી કરતી એપ્સની ઓળખ થઈ છે.

આ 10 એપ્સમાંથી 9 એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર મળી છે. આ એપ્સ પોતે યુઝરનો ડેટા સિક્યોર કરે છે તેવી ઓળખ આપે છે, પરંતુ તેનાથી વિપરિત તે ડેટા ચોરી કરવાનું કામ કરે છે. આ એપ્સને અત્યાર સુધી આશરે 60 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એપ્સ વિશે રિપોર્ટ કરતાં ગૂગલે આ 9 માલવેર એપ્સ રિમૂવ કરી છે.

આવી રીતે એપ્સ ડેટા એક્સેસ કરે છે

  • આ ટ્રોજન એપ્સ યુઝર્સને છેતરવા માટે સ્પેશિયલ મિકેનિઝમનો ઉપયોગ કરે છે.
  • જરૂરી સેટિંગનો એક્સેસ મળ્યા બાદ તે સર્ટિફાઈડ ફેસબુક વેબ પેજ https://www।facebook।com/login।phpને વેબવ્યૂમાં અપલોડ કરે છે.
  • આ જ વેબવ્યૂમાં જાવા સ્ક્રિપ્ટ લોડ કરે છે.
  • આ સ્ક્રિપ્ટનો ઉપયોગ લોગ ઈન ક્રિડેન્શિયલ ચોરી કરવા માટે થાય છે.
  • ત્યારબાદ તે JavascriptInterface એનોટેશનથી ચોરી કરવામાં આવેલા લોગ ઈન અને પાસવર્ડને ટ્રોજન એપ્સને આપી દે છે. ત્યારબાદ આ ડેટાને હેકર્સના સર્વર પર મોકલવામાં આવે છે.
  • જ્યારે યુઝર અકાઉન્ટમાં લોગ ઈન કરે છે ત્યારે આ ટ્રોજન કરન્ટ ઓથોરાઈઝેશન સેશનથી કુકીઝને પણ ચોરી કરે છે અને આ કુકીઝને હેકર પાસે મોકલે છે.

માલવેર ધરાવતી 9 એપ્સ અને તેના ડાઉનલોડ્સની સંખ્યા
PIP ફોટો

આ એક ઈમેજ એડિટિંગ એપ છે. તેને Lilliansએ ડેવલપ કરી છે. આ એપ 50 લાખથી વધારે એન્ડ્રોઈડ ફોન પર ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

પ્રોસેસિંગ ફોટો
આ ફોટો એડિટિંગ એપ 50 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ થઈ છે. તેને chikumburahamiltonએ ડેવલપ કરી છે.

Rubbish Cleaner (રબિશ ક્લીનર)
આ એપ એન્ડ્રોઇડ ફોનનાં પર્ફોર્મન્સને ઓપ્ટિમાઈઝ કરે છે. તેને SNT।rbclએ ડેવલપ કરી છે. અત્યાર સુધીમાં તેને 10 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

Horoscope Daily (હોરોસ્કોપ ડેઈલી)
આ એપ 10 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ થઈ છે. તેને HscopeDaily momoએ ડેવલપ કરી છે.

Inwell Fitness (ઈનવેલ ફિટનેસ)
આ ફિટનેસ એપને 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

Lockit Master (લોકિટ માસ્ટર)
આ એપને પણ 50 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ કરવામાં આવી છે. તેને Enali mchicolo દ્વારા ડેવલપ કરાઈ છે.

Horoscope Pi (હોરોસ્કોપ પાઈ)
આ એપ 1000 વખત ડાઉનલોડ થઈ છે. તેને Talleyr Shaunaએ ડેવલપ કરી છે.

App Lock Manager (એપ લોક મેનેજર)
આ એપને માત્ર 10 વખત જ ડાઉનલોડ કરવામાં આવી છે. તેને Implummet colએ ડેવલપ કરી છે.

ગૂગલે આ તમામ માલવેર ધરાવતી એપ્સને પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી છે. જો તમે આમાંથી કોઈ પણ એપનો ઉપયોગ કરતા હો તો તેને હાલ જ ડિલીટ કરો.