• Gujarati News
  • Utility
  • Gadgets
  • These 6 Portable Gadgets Are Useful For Fitness, Photography, Dance Party To Grooming, Cost Less Than 2 Thousand Rupees

ટેક બાઈંગ ગાઈડ:ફિટનેસ, ફોટોગ્રાફી, ડાન્સ પાર્ટીથી લઈને ગ્રૂમિંગ માટે આ 6 પોર્ટેબલ ગેજેટ ઉપયોગી છે, કિંમત 2 હજાર રૂપિયા કરતાં પણ ઓછી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • Mi બિયર્ડ ટ્રિમર 1C ફૂલ ચાર્જમાં 60 મિનિટ સુધી સતત કામ કરે છે
  • Vingajoy પોકેટ સ્પીકરને ફૂલ ચાર્જ કરીને 11 કલાક સુધી સતત ગીતો સાંભળી શકાય છે

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને દિવાળી પણ નજીક છે. ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ પર બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. શુભ મુહુર્તમાં વાહન, ગેજેટ્સ અને હોમ એપ્લાયન્સિસ ખરીદવાનું શરૂ થઈ ગયું છે.

જો તમે પણ આ ફેસ્ટિવ સિઝનમાં તમારા માટે અથવા કોઈ બીજા માટે કોઈ નવું ગેજેટ ખરીદવા માગો છો તે પણ ઓછા બજેટમાં, તો અમે કેટલાક એવા ગેજેટનું લિસ્ટ તૈયાર કર્યું છે, જે 2 હજારથી ઓછા બજેટમાં ઉપલબ્ધ છે. જુઓ લિસ્ટ...

1. Mi બિયર્ડ ટ્રિમર 1C (કિંમત 899 રૂપિયા)

  • તહેવારમાં બધાનું રૂટિન વ્યસ્ત થઈ જાય છે. ઘરની સાફ-સફાઈ અને શોપિંગ કરવામાં ઘણો સમય પસાર થાય છે. હવે આવી સ્થિતિમાં સલૂનમાં જઈને હેર-બિયર્ડ સેટ કરવાનો અર્થ છે એક બે કલાકનો સમય બગાડવો.
  • ફેસ્ટિવલ દરમિયાન જો તમે જલ્દીથી તમારા હેર અથવા બિયર્ડ સેટ કરવા માગો છો તો, Miનું આ સસ્તુ ટ્રિમર લઈ શકો છો. ખાસ બાબત એ છે કે, તેમાં 0.5-10mm સુધી કુલ 20 લેન્થ સેટિંગ ઓપ્શન છે.
  • ફૂલ ચાર્જ થવામાં તેને બે કલાકનો સમય લાગે છે, પરંતુ ત્યારબાદ તેને સતત 60 મિનિટ સુધી ઉપયોગ કરી શકાય છે.

2. રિયલમી સેલ્ફી ટ્રાઈપોડ (કિંમત 1199 રૂપિયા)

  • કંપનીએ હાલમાં જ તેને લોન્ચ કર્યું છે. ફેસ્ટિવલ એન્જોઈ કરતી વખતે ફેમિલીની સાથે વિતાવેલી ખુશીઓને કેપ્ચર કરવા માગો છો, અને તે પણ કોઈની મદદ વગર તો આ ગેજેટને ખરીદી શકાય છે.
  • તેની સાથે બ્લૂટૂથ રીમોટ પણ આવે છે, જેનાથી 10 મીટરના અંતરેથી પણ ફોટો કેપ્ચર કરી શકાય છે. તેને સરળતાથી સમતલ સપાટી પર મૂકી શકાય છે કેમ કે, તેમાં સ્ટેન્ડ છે. તેમાં 60 સેમીની એક્સ્પેન્ડેબલ લેન્થ છે. તેનું વજન માત્ર 162 ગ્રામ છે. તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

3.આઈટેલ IBS-10 બ્લૂટુથ સ્પીકર (કિંમત 1299 રૂપિયા)

  • કંપનીએ હાલમાં જ આ સ્પીકર લોન્ચ કર્યા છે. તેનો વોઈસ એન સિમ્પલ ડિઝાનથી આ સ્પીકર મિની સાઉન્ડબારનું ફીલ આપે છે. તેમાં 1500 mAhની બેટરી છે, કંપનીએ દાવો કર્યો છે કે ફુલ રિચાર્જમાં તેમાં 6 કલાકની બેટરી લાઈફ મળે છે.
  • પ્લે-પોઝ અને ઓન-ઓફ માટે તેમાં અલગથી બટન આપ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટુથ 5.0નો ઓપ્શન મળે છે. તેમાં ફોન-ટેબલેટ-લેપટોપ વગેરે સરળતાથી કનેક્ટ કરી શકાય છે. આ ઉપરાંત તેમાં AUX અને કાર્ડ, વાયરલેસ FMનો સપોર્ટ પણ મળે છે.

4. Vingajoy SP 6560 પોકેટ સ્પીકર (કિંમત 1,599 રૂપિયા)

  • આ સ્પીકર દેખાવમાં ખૂબ જ સુંદર છે. જો તમારે ઘરે જ નાના ભાઈ-બહેન અથવા મિત્રો સાથે ડાન્સ પાર્ટી કરવી હોય તો આ સ્પીકર તમને ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે તેની બોડી મેટલની બનેલી છે અને સાઇઝમાં કોમ્પેક્ટ હોવાને કારણે તેને ખિસ્સામાં નાખીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
  • સ્પીકરમાં 400mAh બેટરી છે. તેને ફુલ ચાર્જ કરીને સતત 11 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકાય છે. તેની બ્લૂટૂથ રેન્જ 11 મીટરની છે. તેમાં 5W સાઉન્ડ આઉટપુટ મળશે અને આઇફોન અથવા એન્ડ્રોઇડ બંને ડિવાઇસમાં કનેક્ટ થઈ શકે છે.

5. રિયલમી 30W ડાર્ટ ચાર્જ 10000mAh પાવર બેંક (કિંમત: 1,699 રૂપિયા)

  • આ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનારી પાવર બેંક છે. જો તમે નવી પાવર બેંક લેવાનું વિચારી રહ્યાં હો તો આ તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તેનું વજન ફક્ત 230 ગ્રામ છે અને 17mm થિક છે. તેના પાવર બટનને બે વાર ક્લિક કરીને તે લો-કરન્ટ મોડમાં જઈ શકે છે. ત્યારબાદ તેનાથી નેકબેન્ડ, ફીટબેન્ડ, સ્માર્ટવોચ જેવી ડિવાઇસને સુરક્ષિત રીતે ચાર્જ કરી શકાય છે.
  • તેમાં ટૂ-વે 30W ડાર્ટ ચાર્જ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીથી પાવર બેંક ચાર્જ થવામાં 96 મિનિટ લાગે છે અને પાવર બેંક 4300mAh બેટરીવાળા રિયલમી 6 ફોનને ફક્ત 30 મિનિટમાં 65% સુધી ચાર્જ કરે છે. તેમાં બે આઉટપુટ પોર્ટ (USB-A, USB-C) આપવામાં આવ્યા છે.

6. Mi સ્માર્ટ બેન્ડ 4 (કિંમત 1,999 રૂપિયા)

2 હજારથી ઓછા બજેટમાં પોતાના માટે અથવા કોઇને ગિફ્ટ આપવા માટે આ ગેજેટ સારો ઓપ્શન છે. આ ફિટબેન્ડમાં એમોલેડ ફુલ ટચ ડિસ્પ્લે, 50 મીટરની ઊંડાઈ સુધી વોટર રેઝિસ્ટન્ટ, 20 દિવસની બેટરી લાઇફ, હાર્ટ રેટ મોનિટર, સ્લીપ ટ્રેકિંગ, વાઇબ્રેટિંગ અલાર્મ, મ્યૂઝિક અને વોલ્યુમ કંટ્રોલ, અનલિમિટેડ વોચ ફેસિસ, સ્વિમ ટ્રેકિંગ વિથ સ્ટ્રોક રેકગ્નિશન અને ડેઇલી એક્ટિવિટી ટ્રેકર વગેરે જેવાં એડવાન્સ્ડ ફીચર્સ આપવામાં આવ્યાં છે.